<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th September 2024

ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન તથા યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા પંદર દિવસમાં થયેલી ઘરફોડ ચોરી તથા વાહન ચોરીના ૦૫ ગુન્હાઓનો ભેદ એલસીબી ઝોન-૨ પીએસઆઇ આર.એચ.ઝાલા અને ટીમે ઉકેલી પાલી રાજસ્થાનના બે કુખ્યાત શખ્સને મુદામાલ સાથે પકડયા

રાજકોટ: શહેર ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન તથા ગાંધીગ્રામ-૨ (યુનિવર્સીટી) પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા પંદર દિવસમાં ઘરફોળ ચોરી તથા બાઇક ચોરીના વધુ બનાવો બન્યા હોઇ તેનો ભેદ ઉકેલવા સૂચના મળી હોઇ એલસીબી ઝોન-૨ ટીમ દ્વારા આઇ.વે. પ્રોજેક્ટના કેમેરા તથા કમાન્ડ એન્ડ કન્ટ્રોલના કેમેરા તથા બનાવ સ્થળ વિસ્તારના તથા આજુબાજુના વિસ્તારના સી.સી.ટી.વી. ફુટેજ તથા ખાનગી બાતમીદારો તથા ટેકનિકલ સોર્સના માધ્યમથી આરોપીને શોધી કાઢવા પ્રયત્ન કરતા હતા ત્યારે બાતમી મળેલી કે શીતલપાર્ક મેઇન રોડ એરપોર્ટ દિવાલ પાસે બજરંગવાડી જવાના રસ્તે બે શખ્સ સીબી ટવીસ્ટર તથા હોન્ડા યુનિકોર્ન મો.સા. લઇને ઉભેલ છે. તેઓ બંધ મકાનની રેકી કરી રહેલ છે અને તેઓ પાસે ચોરીના દાગીનાઓ છે અને જે દાગીના વેચવાની પેરવી કરી રહ્યા છે. તેમજ તેની પાસેના મો.સા. ચોરીના છે. તેવી ચોકકસ હકિકત મળતા રાહુલ ઉર્ફે પંડીત બાદલભાઇ બનજારા ઉ.વ.૫૧ રહે. બાદલો સોમેશ્વવર ઇન્દ્રા કોલોની તા.રાની જી.પાલી રાજસ્થાન તથા બાદલ રાહુલભાઇ બનજારા ઉ.વ.૨૩ રહે. બાદલો સોમેશ્વવર ઇન્દ્રા કોલોની તા.રાની જી.પાલી રાજસ્થાનને પકડી લીધા હતાં.

આ શખ્સોએ આજથી દશેક દિવસ પહેલા રૈયા રોડ સૌરભ સોસાયટીમાં આવેલ બંધ મકાનમાં મકાનનું તાળુ તોડી આરોપી રાહુલ બનજારા તથા બાદલ બનજારા નાઓ ચોરી કરવા ગયેલ પરંતુ ચોરીમાં કાંઇ મળી આવેલ ન હોવાની કબુલાત આપેલ છે.(૨) આજથી સાતેક દિવસ પહેલા યુની. રોડ નિલકંઠનગર સોસાયટીમાં આવેલ બંધ મકાનમાં મકાનનું તાળુ તોડી આરોપી રાહુલ બનજારા તથા બાદલ બનજારા નાઓ ચોરી કરવા ગયેલ પરંતુ ચોરીમાં કાંઇ મળી આવેલ ન હોવાની કબુલાત આપેલ છે.

 .પોલીસ કમિશ્નર  બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૨ જગદીશ બાંગરવાની સૂચના મુજબ પો.સબ ઈન્સ. આર.એચ.ઝાલા તથા એ.એસ.આઇ. જે.વી. ગોહિલ તથા પો.હેડ કોન્સ. રાજેશભાઇ મિયાત્રા, રાહુલભાઇ ગોહેલ, હેમેન્દ્રભાઇ વાધિયા, શકિતસિંહ ગોહેલ તથા પો.કોન્સ. ધર્મરાજસિંહ ઝાલા, કુલદીપસિંહ રાણા તથા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પો.કોન્સ. પ્રદીપભાઇ ડાંગર, રોહીતદાન ગઢવી સહિતે આ કામગીરી કરી હતી.

(11:45 AM IST)