તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 30th September 2024
સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં ક્યાંય ખીલ્લી હલવાની નથીઃ CMની હાજરીમાં જયેશ રાદડિયાએ ભરી હુંકાર
રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે જિલ્લાની સાત અલગ અલગ સહકારી સંસ્થાઓની સાધારણ સભા મળી હતી

રાજકોટ, તા.૨૯: રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે આજે જિલ્લાની સાત અલગ અલગ સહકારી સંસ્થાઓની સાધારણ સભા મળી હતી. જે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાઇ હતી. જામકંડોરણા ખાતે યોજાયેલી આ સામાન્ય સભામાં જયેશ રાદડિયાએ વર્ષ દરમિયાન થયેલો નફો, થાપણ અને ધિરાણ સહિતની માહિતી આપી હતી.
જયેશ રાદડિયાએ સહકારી ક્ષેત્રમાં નવી યોજનાઓને પણ ખુલ્લી મુકી હતી. રાદડિયાએ આ સાધારણ સભામાં મુખ્યમંત્રી સહિત ભાજપના આગેવાનોની ઉપસ્થિતિમાં સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં તેનો વિજય થશે તેવો હુંકાર કર્યો હતો.
જયેશ રાદડિયાએ કહ્યું હતું કે છેલ્લા સાત વર્ષથી હું સરકારી ક્ષેત્રનું માળખું સંભાળી રહ્યો છું. વર્ષ ૨૦૧૭માં જ્યારે વિઠ્ઠલભાઇનું નિધન થયું ત્યારે સહકારી માળખાનું શું થશે તે જિલ્લાભરના ખેડૂતો અને સભાસદોને પ્રશ્ન હતો, પરંતુ ગર્વ સાથે કહેવું પડે કે આ સહકારી માળખાને દેશની ઉંચાઇ પર લાવવાનો પ્રયાસ કર્યો છે. મારા પિતા સાથે કામ કરી રહેલા ડિરેક્ટરોએ પણ મારા પર વિશ્વાસ મુકીને હંમેશા ખેડૂતના હિતમાં નિર્ણય કર્યા છે.
રાદડિયાએ વધુમાં કહ્યું હતું કે તાજેતરમાં સહકારી મંડળીઓની ચૂંટણી યોજાઇ હતી, જેમાં ૮૫થી ૯૦ ટકા મંડળીઓ બિનહરીફ થઇ હતી જે ૧૦ ટકા મંડળીઓમાં કોઇ કારણોસર ચૂંટણી થઇ તેમાં આપણા જ ટેકેદારો વિજય થયા છે, રાદડિયાએ કહ્યું હતું કે નજીકના દિવસોમાં સાત આઠ મહિનામાં જિલ્લા સહકારી બેંક, જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ સહિતની સહકારી વિભાગની ચૂંટણી આવશે.
(12:47 AM IST)










