<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th September 2024

‘કેમ છો મજામાં' કહેતા મુકેશ દાણીધારીયાને મિત્ર લાલો અને તેના પુત્ર ધવલે પાઇપથી મારમાર્યો

હુડકો શાકમાર્કેટમાં બનાવઃ યુવાનની ભકિતનગર પોલીસમાં પિતા-પુત્ર સામે ફરિયાદ

રાજકોટ તા. ૩૦ કોઠારીયા રોડ કૈલાસ પાર્કમાં રહેતા યુવાનને મિત્રને ‘ કેમ છો લાલાભાઇ મજામાં' તેમ કહેતા મિત્ર અને તેના પુત્રએ હુડકો શાકમાર્કેટમાં થડે બોલાવી લાકડી તથા પાઇપથી હુમલો કરતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ કોઠારીયા રોડ રણુજામંદિર પાસે કૈલાસ પાર્ક શેરી નં. ૪ માં રહેતા મુકેશ નરશીભાઇ દાણીધારીયા (ઉ.૩૭) એ ભકિતનગર પોલીસ મથકમાં મિત્ર લાલો અને તેનો પુત્ર ધવલ ઉર્ફે મયુર સામે ફરિયાદ નોંધાવી છે. મુકેશે ફરિયાદમાં જણાવ્‍યું છે કે પોતે રીક્ષ ચલાવી પરિવારનું ગુજરાત ચલાવે છે. સોળ વર્ષ પહેલા પોતાના સગા મામાની દીકરી સાથે લગ્ન થયા હતા.એક વર્ષના લગ્ન જીવન દરમ્‍યાન બંને વચ્‍ચે મનમેળ  ન આવતા બંનેના છૂટાછેડા થઇ ગયા હતા ગઇકાલે પોતે પોતાના મિત્ર લાલાને ફોન કરી કહેલ કે કેમ છો લાલાભાઇ મજામાં ત્‍યારે સામેથી લાલાએ કહેલકે હું હમણા થડે જઇ તને ફોન કરૂ છું બાદ બપોરે લાલાનો ફોન આવતા તેણે કહેલ કે હું હુડકો શાક માર્કટમાં આવી ગયો છું તો તુ થડે આવ તેથી પોતે એકસેસ લઇને લાલાના થડે ગયો  ત્‍યારે ત્‍યાં પોતે લાલાને મજામાં છો તેમ કહેતા લાલાએ પોતાના બંને હાથ પકડી લીધા અન  તેના પુત્ર ધવલ ઉર્ફે મયુરને કહયુ કે લાકડી લે, કહેતા ધવલ ઉર્ફે મયુરે લાકડી થી પોતાને માથાના ભાગે મારી દેતા પોતે છોડાવા જતા તેણે બાજુમાં પડેલો લોખંડનો પાઇપ લઇ પોતાને મારમારવા લાગ્‍યો હતો. પોતે બુમાબુમ કરતા લાલો અને તેનો પુત્ર ત્‍યાંથી ભાગી ગયા હતા બાદ પોતે એકસેસ સાઇડમાં મુકી રીક્ષામાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલ દાખલ થયા બાદ પોતે ભકિતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવતા પી.એસ.આઇ. પી.જી. રોહડીયાએ તપાસ હાથ ધરી છે

(2:54 PM IST)