<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th September 2024

ભીસ્તીવાડ સિંધી કોલોની રોડ પર જલારામ બેકરીમાં આગની ઘટનાને પગલે દાઝેલા બે કર્મચારીઓ સારવાર હેઠળ

રાજકોટઃ: ભીસ્તીવાડ જલારામ બેકરીમાં આગના પગલે મ્યુ.કમિશનર ઘટના સ્થળે પહોંચ્યા હતાં. એસીપી રાધિકા બારાઈ, પીઆઇ ભાર્ગવ ઝણકાત પાસેથી વિગતો મેળવી હતી: ગેસ લાઇન લીકેજની લોકોએ સતત ફરિયાદ કરી હોવા છતા ધ્યાન નહિ અપાયાનો લોકોનો રોષ: ગેસ લાઇન કંપનીના કર્મચારીને ઘેરી લીધો હતો: પોલીસે દરમિયાનગિરી કરી લોકોના ટોળા વિખેરવા કાર્યવાહી કરી હતી. ઘટના સ્થળે મ્યુ.કમિશનર, પોલીસ અધિકારીઓ ગેસ લાઇન કંપનીના કર્મચારી પાસે વિગત મેળવતા જોઈ શકાય છે. તેમજ ઘટના સ્થળના દ્રશ્યો અને દાઝેલા બને કર્મચારીઓ સારવારમાં જોઈ શકાય છે

(10:11 PM IST)