<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd October 2024

ગઢકા ગામના પૂલ પાસે દારૂ ભરેલી અલ્‍ટો સાથે સાયલા-વિછીયાના કુલદીપ અને અભુ પકડાયા

વનાળીના ક્રિપાલસિંહનું નામ ખુલ્‍યું: પીસીબીના પીઆઇ ગોંડલીયા, પીએસઆઇ એમ. જે. હુણ, પી. બી. ત્રાજીયા અને ટીમે ૩.૬૯ લાખનો મુદ્દામાલ કબ્‍જે કર્યો વિજયભાઇ મેતા, કુલદિપસિંહ જાડેજા, યુવરાજસિંહ રાણાની બાતમી

રાજકોટ તા. ૨: શહેરમાં દારૂ જૂગારની પ્રવૃતિ અટકાવવા ખાસ કામગીરી કરી રહેલી પીસીબીની ટીમે વધુ એક વખત દારૂની હેરાફેરી થતી અટકાવી છે. ગઢકા ગામ નજીક બેઠા પુલ પાસે દારૂનો જથ્‍થો ભરીને નીકળેલી અલ્‍ટો કાર સાથે સાયલા, વિછીયા પંથકના બે શખ્‍સને દબોચી લઇ કુલ રૂા. ૩.૬૯ લાખનો મુદ્દામાલ કબ્‍જે કર્યો છે. ગઢડા વનાળીના એક શખ્‍સનું નામ ખુલતાં તેની શોધખોળ થઇ રહી છે.

દારૂ-જૂગારની પ્રવૃતિ અટકાવવા ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે કોન્‍સ. વિજયભાઇ મેતા, કુલદીપસિંહ જાડેજા, યુવરાજસિંહ રાણાને બાતમી મળતાં ગઢકા ગામથી આરકે યુનિવર્સિટી તરફ જતાં રોડ પર બેઠા પૂલ પાસે અલ્‍ટો કાર જીજ૨૭ઇબી-૮૮૦૨ આંતરી લેવાઇ હતી. તેમાંથી રૂા. ૬૨૪૦૦નો ૧૫૬ બોટલ દારૂ મળતાં તે તથા કાર, મોબાઇલ ફોન મળી ૩,૬૯,૪૦૦નો મુદ્દામાલ કબ્‍જે કરી બે શખ્‍સો કુલદીપ ભાભલુભાઇ ખાચર (ઉ.૨૭-રહે. નડાળા તા. સાયલા) અને નિમેષ ઉર્ફ અભુ પ્રવિણભાઇ મેસવાણીયા (ઉ.૨૧-રહે. અજમેર તા. વિછીયા)ને પકડી લેવાયા હતાં. આ બંનેએ પુછતાછમાં બોટાદના ગઢડા તાબેના વનાળી ગામના ક્રિપાલસિંહ જયદેવસિંહ ગોહિલનું નામ આપતાં તેની શોધખોળ થઇ રહી છે. આ કામગીરી પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયાની સુચના અનુસાર ઇ.પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ એમ. જે. હુણ, પીએસઆઇ પી. બી. ત્રાજીયા, એએસઆઇ મયુરભાઇ પાલરીયા, સંતોષભાઇ મોરી, હરદેવસિંહ રાઠોડ, મહિપાલસિંહ ઝાલા, હેડકોન્‍સ. કિરતસિંહ ઝાલા, કરણભાઇ મારૂ, વિરેન્‍દ્રસિંહ જાડેજા, રાહુલગીરી ગોસ્‍વામી, ગિરીરાજસિંહ જાડેજા, ઘનશ્‍યામસિંહ ચોૈહાણ, કોન્‍સ. વિજયભાઇ મેતા, કુલદિપસિંહ જાડેજા, યુવરાજસિંહ રાણા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી અને વાલજીભાઇ જાડાએ કરી હતી.

(4:11 PM IST)