<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

.2:52 PM IST

ટ્રેન્ડમાં NDAને બહુમતી : વિપક્ષની જોરદાર ટક્કર : ભાજપની હવા કાઢી નાખી : યુપીએ ચોંકાવ્યા : ગુજરાતમાં કલીનસ્વીપ નહિ : NDA ૨૯૪ INDIA ૨૧૯ : અબ કી બાર ૪૦૦ પારનું સૂરસૂરિયુ : ફરી પીએમ બનશે મોદી : ભાજપ એકલા હાથે ૨૩૩, કોંગ્રેસ ૮૬, સપા ૩૩, પર આગળ : યુપીમાં ભાજપનો ધબકડો : બિહાર - મહારાષ્ટ્ર એ લાજ રાખી : હરિયાણામાં પણ ભાજપને ફટકો : દિલ્હીમાં ભાજપ સાતેય બેઠક પર આગળ : દક્ષિણમાં ભાજપનું ખાતુ ખુલ્યું : ગુજરાતની ૩ બેઠક ઉપર જબરી રસાકસીઃ ચોંકાવનારા ટ્રેન્ડથી લોકોના શ્વાસ અદ્ધરઃ પરિણામ અંગે ભારે ઉત્સુકતાઃ આણંદ, બનાસકાંઠા, ભરૃચ, પાટણ, સુરેન્દ્રનગર અને અમરેલી ઉપર જબરી રસાકસી : પીએમ મોદી પ્રારંભે પાછળ રહી ગયાઃ બાદમાં આગળઃ રાહુલ બંને બેઠક ઉપર આગળઃ સ્મૃતિ ઇરાની પાછળ3:51 PM IST

મમતા બેનર્જીના ભત્રીજા ૭ લાખ મતથી વિજેતા થયા : શત્રુઘ્‍ન સિન્‍હા ૫૨ હજાર મતે આગળ : જયાં તોફાન થયા હતા તે સંદેશ ખાલી બેઠક ઉપર ભાજપ ઉમેદવાર પાછળ રહી ગયા : પશ્ચિમ બંગાળના મુખ્‍યમંત્રી મમતા બેનર્જીના રાઈટ હેન્‍ડ મનાતા અને તેમના ભત્રીજા અભિષેક બેનર્જી ડાયમંડ હાર્બર બેઠક ઉપરથી ૭ લાખ મતે વિજેતા થયાનું જાણવા મળે છે : જયારે પヘમિ બંગાળની આસનસોલ બેઠક ઉપર તૃણમુલ કોંગ્રેસના ઉમેદવાર અને જાણીતા અભિનેતા શત્રુઘ્‍ન સિન્‍હા ૫૨ હજાર મતે આગળ છે : જયારે પશ્ચિમ બંગાળના સંદેશખાલી વિસ્‍તારમાં ભાજપ સરકારે તૃણમુલ કોંગ્રેસના નેતા ઉપર દરોડા પાડી હથિયારોનો જથ્‍થો કબ્‍જે કરેલ તે બસીર હાર બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર ખૂબ જ પાછળ ચાલી રહ્યાનું જાણવા મળે છે.6:07 PM IST

વિધાનસભાની તમામ પાંચ બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો વિજય થયાઃ સૌરાષ્‍ટ્ર કચ્‍છમાં લોકસભાની તમામ આઠ બેઠકો અને વિધાનસભાની બે બેઠકો ભાજપ જીતી ગયું ગુજરાતમાં પાંચ વિધાનસભાની પેટા ચૂંટણીઓ યોજાઈ ગઈ આ તમામમાં ભાજપનો વિજય થયો છે સૌરાષ્‍ટ્રમાં પોરબંદરની બેઠક ઉપરથી ભાજપ ના અર્જુનભાઈ મોઢવાડિયા ૧.૧૬ લાખ મતથી જીત્‍યા છે સૌરાષ્‍ટ્રની માણાવદર બેઠક ઉપરથી ભાજપના અરવિંદભાઈ લાડાણી ૨૫૦૦૦થી વધુ મતોથી જીત્‍યા છે વિજાપુરથી ભાજપના સીજે ચાવડા ૫૨,૯૨૭ મતથી વિજેતા થયા છે. ખંભાતમાં ચિરાગભાઈ પટેલ ૪૦,૦૦૦ થી વધુ મતોથી જીતી ગયા છે વડોદરાની વાઘોડિયા બેઠક ઉપરથી ભાજપના ધર્મેન્‍દ્રસિંહ વાઘેલા ૬૦,૦૦૦ થી વધુ મતે જીતી ગયા છે. સૌરાષ્‍ટ્ર કચ્‍છમાં ભારતીય જનતા પક્ષના ઉમેદવારો વિધાનસભાની બે અને લોકસભાની આઠ મળી તમામ બેઠકો જીતી ગયા છે.4:30 PM IST

રાયબરેલીમાં રાહુલ ગાંધી 75 હજાર મતોથી આગળ અત્યાર સુધીમાં 40 ટકા મતોની ગણતરી પૂર્ણ રાહુલ ગાંધી તેમની બંને સીટો પરથી આગળ ચાલી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં તેમની પરંપરાગત બેઠક રાયબરેલીથી રાહુલ ગાંધી લગભગ 75 હજાર મતોથી ભાજપના દિનેશ સિંહથી આગળ છે. મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં 40 ટકા મતોની ગણતરી થઈ ચૂકી છે : ચરણજીત ચન્ની, જ્યોતિરાદિત્ય સિંધિયા, અમિતભાઈ શાહ, અનુરાગ ઠાકુર જીત્યા જલંધર સીટ પરથી કોંગ્રેસના પૂર્વ સીએમ ચરણજીત સિંહ ચન્ની જીત્યા છે. આ સિવાય ગુના સીટ પરથી જ્યોતિરાદિત્ય સિંધિયા જીત્યા છે. અમિતભાઈ શાહ ગાંધીનગર બેઠક પરથી જીત્યા છે અને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર પણ હીરપુર બેઠક પરથી જીત્યા છે.2:18 PM IST

પ્રચંડ લીડથી વિજય મેળવ્યા પછી શિવરાજસિંહ ચૌહાણએ કહ્યું, પીએમ મોદીના નેતૃત્વમાં અમને જીત મળી છે, જનતાને હું સલામ કરું છું, જનતા મારા માટે ભગવાન* વિદિશાથી જીત નોંધાવ્યા બાદ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે આ જનતાની જીત છે. પીએમ મોદીના નેતૃત્વમાં અમને આ જીત મળી છે. તેમણે કહ્યું, "હું જનતાને સલામ કરું છું, જનતા મારા માટે ભગવાન છે. તેઓએ મારા માટે એવો પ્રેમ દર્શાવ્યો જે હું શબ્દોમાં વ્યક્ત કરી શકતો નથી. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં અમે વિદિશા સંસદીય ક્ષેત્રને આદર્શ સંસદીય ક્ષેત્ર બનાવવા માટે તમામ પ્રયાસો કરીશું. "ભાજપ મધ્યપ્રદેશમાં તમામ ૨૯ બેઠકો જીતી રહ્યું છે અને એનડીએ ત્રીજી વખત ૩૦૦ને પાર કરી રહ્યું છે. આ પીએમ મોદીમાં લોકોનો વિશ્વાસ દર્શાવે છે."6:58 PM IST

સાંજે ૬.૪૦ વાગે : નરેન્દ્ર ભાઈ મોદીએ રાજીનામું આપી દેવું જોઈએ, તેઓ એકલા હાથે બહુમતી લાવી શક્યા નથી: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની ગર્જના વિરોધ પક્ષના ઇન્ડિયા ગઠબંધન ની બેઠક આવતીકાલે દિલ્હીમાં મળશે, આ બેઠક અંગે પોતાને જાણકારી નહીં હોવાનું મમતા બેનર્જીએ જણાવ્યું. અયોધ્યા - ફૈઝાબાદમાં ભાજપના લલ્લુ સિંહનો સપાના આનંદ સેન સામે મોટી લીડથી પરાજય થયો છે અમેઠીમાં નાલેશીભર્યા પરાજય પછી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે આજે ફરી એક વખત સંઘર્ષના રસ્તા ઉપર ઉભી છું. કોંગ્રેસના મહામંત્રી કે.સી વેણુગોપાલ કેરળની અલપ્પુઝા બેઠક ઉપરથી જીતી ગયા પૂર્વ કેબિનેટ મંત્રી સુષ્મા સ્વરાજની પુત્રી બાંસુરી સ્વરાજ નવી દિલ્હી બેઠક ઉપરથી વિજેતા થયેલ છે 6:43 PM IST

રાજકોટ લોકસભા બેઠક માટે મતગણતરીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જેમાં ભાજપના ઉમેદવાર પરશોત્તમ રુપાલા 1500 મતથી આગળ ચાલી રહ્યા છે. : અમરેલી બેઠક પર ભાજપ ઉમેદવાર ભરત સુતરિયા આગળ. ભાજપ ઉમેદવાર ભરત સુતરિયા સામે કોંગ્રેસના જેની ઠુમ્મર મેદાને ઉતર્યા હતા. : કમલનાથના પૂત્ર નકુલનાથ પાછળ: મધ્યપ્રદેશના છીંદવાડા બેઠક પર, કોંગ્રેસના ઉમેદવાર અને કમલનાથના પુત્ર નકુલનાથ પાછળ ચાલી રહ્યાં છે. : કંગના રણૌત પાછળ: હિમાચલ પ્રદેશની મંડી બેઠક પરથી ભાજપના કંગના રણૌત, કોંગ્રેસના ઉમેદવાર કરતા પાછળ ચાલી રહ્યાં છે. : નાગપુર બેઠક પર નીતિન ગડકરી આગળ: મહારાષ્ટ્રના નાગપુર બેઠક પરથી ભાજપના નીતિન ગડકરી તેમના પ્રતિસ્પર્ધી કરતા આગળ ચાલી રહ્યાં છે. : ખેડાથી ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ 4071 મતથી આગળ છે. તેમનો જંગ કોંગ્રેસના કાળુસિંહ ડાભી સામે છે 8:42 AM IST

સાયબર માફિયાઓ ઓળવી ગયેલ ૧ કરોડથી વધુ રકમ પોલિસે પરત અપાવી : સાયબર માફિયાઓનો ભોગ બનનાર લોકોની વહારે ચઢેલા સુરત સીપી અનુપમસિંહ ગેહલોત લોકોને પણ કેવી રીતે સાવધાની રાખવી તે સરળ ભાષામાં સંદેશ આપ્‍યો ગુમાવેલ નાણાંનાં નામનું નાહી નાખ્‍યાં જેવું બન્‍યા બાદ જેસીપી રાઘવેન્‍દ્ર વત્‍સ, ડીસીપી ભાવેશ રોજિયા અને એસીપી શ્વેતા ડેનિયલનાં માર્ગદર્શનમાં પીઆઇ જી.એમ. હડિયા ટીમે પરત અપાવતા લોકોએ જય જયકાર કર્યો માત્ર વાતો કરી વહાલા થવાના બદલે ખરા અર્થમાં લોકો ઉપયોગી કાર્ય કરનાર ૮૯ અધિકારી અને સ્‍ટાફને સીપીએ બિરદાવી સ્‍પષ્ટ સંદેશ આપ્‍યો કે મારા માટે સામાન્‍ય લોકોના કામ કરનાર જ મહત્‍વના છે12:01 PM IST

ગેમ ઝોન આગકાંડમાં મનપા, પોલીસ તંત્ર ઉપરાંત માર્ગ-મકાન વિભાગના અધિકારીઓની જવાબદારી : સિટનો હાઇકોર્ટમાં રિપોર્ટ રજૂ થતાં હવે કોની ધરપકડ? તે તરફ સોૈની મીટ : સુભાષ ત્રિવેદીના વડપણ હેઠળની એસઆઇટીએ ચોંકાવનારા તારણો રજૂ કર્યાઃ હવે પછી કોની ધરપકડ? તે તરફ સોૈની નજર : સિટના રિપોર્ટમાં જણાવાયું છે કે ત્રણેય વિભાગની સંયુકત બેદરકારી અને મિલાપીપણામાં આ દૂર્ઘટના બની છેઃ ટીઆરપી ગેમ ઝોનના માલિકો સૌથી મોટા ગુનેગાર છે, સિટના રિપોર્ટમાં એવો ખુલાસો કરાયો છે કે કોર્પોરેશનના ટાઉન પ્‍લાનિંગ વિભાગ અને ફાયર વિભાગે ૩ વર્ષથી ચાલતા ગેરકાયદેસર ગેમ ઝોન સામે એક પણ પગલાં લીધાં નથીઃ ફાયર એનઓસીની તપાસ જવાબદાર બે પીઆઇએ કરી જ નહોતી, વીજ કંપની પાસેથી કોઇ મંજુરી કે અભિપ્રાય લેવાયો નથી, સ્‍થળ તપાસ કર્યા વગર લાયસન્‍સ આપી દીધું હતું3:21 PM IST