<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd October 2024

રાજકોટ-ભાવનગર હાઇવે પર મસમોટા ખાડામાં ભાજપના ઝંડા લગાવી તાલુકા જીલ્લા કોંગ્રેસ સમિતીનો અનોખો વિરોધ

રાજકોટઃ રાજકોટ-ભાવનગર હાઇવે પર ત્રંબા તેમજ આસપાસના મુખ્‍ય રસ્‍તાઓ પર મસમોટા ખાડા પડી ગયા હોઇ વાહનચાલકો ભારે હેરાન થઇ રહ્યા છે. રસ્‍તાઓની આ હાલત ભ્રષ્‍ટાચારને કારણે થયાના રોષ સાથે રાજકોટ તાલુકા જીલ્લા કોંગ્રેસ સમિતી દ્વારા આજે ગાંધી જયંતિના દિવસે અનોખો વિરોધ કરવામાં આવ્‍યો હતો. જેમાં કોંગી આગેવાનો, કાર્યકરોએ ખાડામાં ભાજપના ઝંડા લગાવીને રોષ વ્‍યક્‍ત કર્યો હતો. અગાઉ રોડ રસ્‍તાની મરામત માટે કલેક્‍ટરશ્રીને આવેદન આપી રજૂઆત કરવામાં આવી હોવા છતાં આ અંગે ઘટતુ નહિ થયાનું આગેવાનોએ કહ્યું હતું. ત્રંબાથી જી. એન. જાદવે તસ્‍વીરો મોકલી જણાવ્‍યું હતું કે આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત વિરોધ પક્ષના નીશીતભાઇ ખુંટ, લવજીભાઇ ચાવડા, વિશાલભાઇ કુમારખાણીયા, વિજયભાઇ બોરડ, વલ્લભભાઇ રંગાણી, અમરશીભાઇ, ભાવેશભાઇ કયાડા સહિતના જોડાયા હતાં

(1:56 PM IST)