News of Wednesday, 2nd October 2024
દાણાપીઠ કે રોગચાળા ઉદ્દગમ સ્થાન!

રાજકોટઃ શહેરમાં દિન પ્રતિદીન સીઝનલ રોગચાળો તથા મચ્છરજન્ય રોગો વકરતા જાય છે. સ્વચ્છતાની વાતો વચ્ચે જુના રાજકોટના હાર્દસમા દાણાપીઠ વિસ્તાર રોગચાળાનું ઉદ્દભવ સ્થાન બની રહ્યાનું ઉપરોકત તસવીરમાંથી જણાય છે. મનપા દ્વારા સફાઇ ઝુંબેશ દરમિયાન પણ આટલો કચરો નજરે ન પડતા નવાઇ અને લોકોમાં ચર્ચા પણ થવા પામી છે. ઉપરાંત તંત્રમાં હાલ નવા પર્યાવરણ ઇજનેરની નિયુકતી કરાઇ છે, ત્યારે નવા હોદા ઉપરના અધિકારીઓની અગ્નિ પરિક્ષા ચોકકસ થશે.
(2:43 PM IST)










