News of Wednesday, 2nd October 2024
ગૌ માતાને રાષ્ટ્ર માતા જાહેર કરવાની માંગ સાથે નિકળેલ યાત્રા ૧૬મીએ અમદાવાદમાં જયોતિર્મઠના શંકરાચાર્યજી અવિમુકતેશ્વરાનંદજીની આગેવાની હેઠળ
ગૌ પ્રેમીઓને સ્વાગતમાં જોડાવા ધર્મ સંસદ અને ગૌ સંસદનું અહવાન

રાજકોટ તા. ૨ : ગૌ માતાને રાષ્ટ્ર માતા જાહેર કરવા ધર્મસંસદ અને ગૌ સંસદ તેમજ અખિલ વિશ્વ ગૌ સંવર્ધન ટ્રસ્ટ દ્વારા અભિયાન ચલાવાય રહ્યુ છે. જેના ભાગરૂપે જયોતિર્મઠ (બદરી કેદાર)ના શંકરાચાર્યજી સ્વામી શ્રી અવિમુકતેશ્વરાનંદજી ૩૩ રાજયોની પદયાત્રાએ નિકળ્યા છે. આ યાત્રા ૧૬ મીએ અમદાવાદ પહોંચી રહી હોય સ્વાગત માટે ઉત્સભેર તૈયારીઓ થઇ છે.
‘અકિલા' ખાતે ધર્મ સંસદ, ગૌ સંસદના આગેવાનોએ વિગતો વર્ણવતા જણાવ્યુ હતુ કે ગાય સમગ્ર વિશ્વની માતા છે. આમ છતા ભારત સરકારે ગૌ માતાને પશુ શ્રેણીમાં ગણી આ બાબતને બંધારણની કલમ ૪૮ હેઠળ સમાવેશ કરી રાજય સરકારનો વિષય બનાવેલ છે. ત્યારે બંધારણના અનુચ્છેદ ૨૫ હેઠળ સમાવેશ કરી કેન્દ્ર સરકારના વિષયમાં સમાવેશ કરવા તેમજ સંપૂર્ણ ભારતમાં ગૌ વંશ હત્યા પ્રતિબંધિત કાનુન બનાવી ગૌ માતાને પશુ શ્રેણીમાંથી હટાવીને ગૌ માતાને રાષ્ટ્ર માતાના પદ પર પ્રતિષ્ઠા કરવા માંગણી ઉઠાવી છે.
આ માંગણી સાથે ચારેય પીઠના શંકરાચાર્યજીના નેતૃત્વમાં હિન્દુ સમાજ ગૌ માતા રાષ્ટ્ર માતા પ્રતિષ્ઠા અભિયાન ચલાવાઇ રહ્યુ છે.
જેમાં જયોતિર્મઠ (બદરી કેદાર)ના શંકરાચાર્યજી સ્વામી શ્રી અવિમુકતેશ્વરાનંદજી ૩૩ દિવસમાં ૩૩ રાજયોની યાત્રાએ નિકળ્યા છે અને આગામી તા. ૧૬-૧૦-૨૦૨૪ ના અમદાવાદ આવી રહ્યા છે. બપોરે ર વાગ્યે આ યાત્રાનું સ્વાગત કરી ગૌ ધ્વજના પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થશે.
જેમાં વધુમાં વધુ સંખ્યામાં ગૌ પ્રેમીઓએ સામેલ થવા રાજકોટ ધર્મસંસદના હિરેન જોશી (મો.૯૦૩૩૫ ૦૫૦૦૦), રાજકોટ ગૌ સંસદના ગૌતમભાઇ આહીર (મો.૯૯૧૩૨ ૫૯૦૫૮), સુરેન્દ્રનગર ગૌ સંસદના હરેશભાઇ ચૌહાણ (મો.૯૮૨૫૩ ૧૪૨૯૧) એ અનુરોધ કરેલ છે.
તસ્વીરમાં ‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ યાત્રા કાર્યક્રમોની વિગતો વર્ણવતા અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ હરેશભાઇ ચૌહાણ, ગૌ વિધાયક જસદણના દિપકભાઇ વાઘેલા, ગૌ વિધાયક ચોટીલાના દલસુખભાઇ અજાડીયા, રાજકોટ પ્રમુખ બીપીનભાઇ મહારાજ, ગૌરક્ષક શહીદ ગભરૂભાઇના દિકરા ભાવેશભાઇ લાંબરીયા, જૈન અગ્રણી કેતનભાઇ સંઘવી, ધર્મ સંસદ રાજકોટના હિરેનભાઇ જોષી, રાજુભાઇ અમરાણીયા નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(2:45 PM IST)










