News of Wednesday, 2nd October 2024
ગાંધીગ્રામની રાધાકૃષ્ણ ગરબી મંડળની બાળાઓ દ્વારા રાસની તાલીમ

રાજકોટ : રાધાકૃષ્ણ ગરબી મંડળ દ્વારા ગાંધીગ્રામ શેરી નં.૧-અ કિરણમીલવાળી શેરી ખાતે બાળાઓ દ્વારા કાળીને કલ્યાણી, રૂડે ગરબે, પડવેથી પહેલુ માનું નોરતુ, ચોટિલાના ડુંગરે, મોગલ છેડતા કાળો નાગ, પાણી ગ્યાતા રે, કચ્છમાં અંજાર, એકેલાલ દરવાજે, રણછોડરંગીલા, ઘોર અંધારી, મારી ચંડી રે ચામુંડા (બી) ગ્રૃપના - રંગતાળી, કેસરીયો રંગ, વાદલડી વરસી રે, તાતણીયા ધરા, ચપટી ભરી ચોખા, પંખીડા, વિ.રાસની રમઝટ બોલાવવામાં આવે છે. આયોજનને સફળ બનાવવા ઉર્મીલાબેન સંજયભાઇ કલોલા, જયોતિબેન જનકભાઇ લખતરીયા, હેતલબેન, ઉર્મીલાબેન, હેતલબેન, શ્રુમીતા જોડાયા છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(2:49 PM IST)










