<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd October 2024

નવદુર્ગા એજયુકેશન ટ્રસ્‍ટ દ્વારા જામ્‍યો એક દિવસીય રાસોત્‍સવ

રાજકોટ : નવદુર્ગા એજયુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા માં દુર્ગાને આવકારવા એક દિવસીય વેલકમ નવરાત્રી રાસ સ્‍પર્ધાનું આયોજન કરાયુ હતુ. પોણા બસ્‍સો ખેલૈયાઓએ મોડે સુધી રાસની રમઝટ બોલાવી હતી. સ્‍પર્ધાના વિજેતાઓ જાહેર કરાતા પુરૂષ ખેલૈયાઓમાં અનુક્રમે દેવેન્‍દ્રભાઇ દાફડા પ્રથમ ક્રમે, દિનેશભાઇ પરમાર દ્વીતીય ક્રમે વિજેતા બન્‍યા હતા. મહિલા ખેલૈયાઓમાં કર્તવીબેન ભટ્ટ પ્રથમ ક્રમે, સ્‍વાતિબેન પુજારા દ્વીતીય અને પ્રિયંકાબેન પરમાર તૃતિય તથા માધવીબેન ડોબરીયા ચતુર્થ ક્રમે વિજેતા બન્‍યા હતા. બાળ ખેલૈયાઓમાં યુગ દાવહરી, ગૌરવ પરમાર, વેદ સોલંકી અનુક્રમે પ્રથમ, દ્વીતીય અને તૃતિય વિજેતા બન્‍યા હતા. બાલીકાઓમાં ધૈર્યા વસાણી, શ્રેયા વસાણી, કાવ્‍યા દાઉહરી અનુક્રમે પ્રથમ, દ્વીતીય, તૃતીય વિજેતા જાહેર થયેલ. સીનીયર સીટીઝન ગ્રુપમાં વિલાસબેન પાવાગઢી અને શીતલબેન મોદીને આશ્વાસન ઇનામો એનાયત થયેલ. વેશભુષામાં ભાઇઓમાં એક માત્ર ઉદિતભાઇ ખાલપાડાને પ્રથમ જાહેર કરાયા હતા. બહેનોમાં સ્‍તુતિબેન દવે, નયનાબેન ગોહેલ, ખુશીબેન મહેતા, જાહન્‍વીબેન બામણીયા, ભાવિશાબેન દાઉહરી અનુક્રમે પ્રથમ, દ્વીતીય, તૃતીય, ચતુર્થ અને પાંચમાં ક્રમે વિજેતા જાહેર થયા હતા. જયારે બાળકોમાં હસ્‍ત ઠકકર, બાળકીઓમાં માહી વિશપરા વિજેતા થયેલ. નિર્ણાયકો તરીકે શરદભાઇ દવે, મીતાબેન દવે, જાહન્‍વી પંડયાએ સેવા આપી હતી. ટ્રસ્‍ટના સભ્‍યો અને દાતાઓના સહયોગથી વિજેતાઓને ટ્રાવેલ બેગ પેક, કિચનવેર, ચાંદીનું નેકલેસ, ઇષાી, લંચ બોક્ષ, જયુટ બેગ, સ્‍કુલ બેગ, વુડન કી સ્‍ટેન્‍ડ, ઇમીટેશન જવેલરી સહીતની વસ્‍તુઓ અપાઇ હતી. કાર્યક્રમમાં ન.પ્રા.શિ.સમિતિના શાસનાધિકારી કિરીટસિંહ પરમાર, વાઇસ ચેરમેન પ્રવિણભાઇ નિમાવત, કે.નિ. યોગેશભાઇ મકવાણા, એચ.સી.જી.ના સી.ઇ.ઓ. ડો. સુરજનાથ, જલ્‍પાબેન બુવારીયા, જીજ્ઞાબેન પરમાર, ટ્રસ્‍ટી ચંદ્રીકાબેન માણેક ઉપસ્‍થિત રહેલ. આ તકે કાર્યક્રમ માટે ગ્રાઉન્‍ડ પુરૂ પાડનાર ન્‍યુએરા સ્‍કુલના સંચાલક અજયભાઇ પટેલનો આભાર વ્‍યકત કરાયો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા વી. ઓ. કાચા, માયાબેન ચુડાસમા, જગદીશભાઇ ચુડાસમા, મનોજભાઇ પારઘી, ડો. ઉમાબેન તન્ના, અવનીકાબેન ગોસ્‍વામી, જયશ્રીબેન મહેતા, નીલમબેન પરમાર, સ્‍મિતાબેન ચોકસી, આરતીબેન ઠકરાર, જીજ્ઞાબેન વસાવડા, ધર્મિષ્‍ઠાબેન ગોહેલ, મીરાબેન ખાલપાડા, મુકેશભાઇ તન્‍ના, દિપ્‍તીબેન રાઠોડ, ડેનીશભાઇ લખધીરીયા, ભુપેન્‍દ્રભાઇ રૂપારેલીયા, જતીનભાઇ પરમાર, સુમિતભાઇ જેઠવા, વરૂણભાઇ કાચા, સાગરભાઇ કાચાએ જહેમત ઉઠાવી હતી.

(2:55 PM IST)