News of Wednesday, 2nd October 2024
જય મા ભગવતી... નવદુર્ગા ગરબી મંડળની ર૧ દીકરીઓ દ્વારા માતાજીની ભકિત

ગરબીનો ૪૦માં વર્ષમાં પ્રવેશ, દીકરીઓ પાસેથી ફી લેવામાં આવતી નથીઃ દરરોજ ઇનામોરાજકોટ : શહેરના કોઠારીયા રોડ, વિનોદનગર દ્વારા છેલ્લા ૪૦ વર્ષથી એટલે કે ૧૯૮પ થી પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે. બાળાઓ પાસેથી કોઇપણ જાતની ફી લેવામાં આવતી નથી.
ગરબીની ર૧ બાળાઓને પ્રાચીન રાસની પ્રેકટીસ કરવામાં આવે છે. તેમાં મોગલ માનો પ્રાગટય રાસ, શકિતરૂપે તલવાર રાસ તેમજ આઇશ્રી ખોડીયાર માનો રાસ વગેરે રમવામાં આવે છે. માતાજીના પોશાક સાથે રાસ રજૂ કરવામાં આવે છે.
આ ગરબીના સંચાલક નરેશભાઇ ગઢવી, જેન્તીભાઇ બુટાણી, નિલેશભાઇ મારૂ, ભગવતભાઇ ગઢવી, દિલીપભાઇ તંતી દ્વારા આયોજન દર વર્ષે કરવામાં આવે છે.
જયારે હેમાંગ વસાવડા, ગજાનંદ આશ્રમ ગુરૂ વિજયભાઇ જોષી, વિનોદ મંદિર શ્રી જડેશ્વર મહાદેવ મંદિરના મહંત શ્રી ગીરીબાપુ તેમજ સોસાયટીના પ્રમુખ ગીરધરભાઇ ચોવટીયા, કેશુભાઇ, ભરતભાઇ સહયોગ મળી રહ્યાનું જણાવાયું છે.
તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે ગરબી મંડળની બાળાઓ નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા) (પ-ર૦)
(3:30 PM IST)










