<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd October 2024

પૂજ્‍ય મહાત્‍મા ગાંધીજીની ૧૫૫મી જન્‍મજયંતિઃ પદાધિકારીઓ દ્વારા પુષ્‍પાંજલી અર્પણ

રાજકોટ : મહાત્‍મા ગાંધીજીની ૧૫૫-મી જન્‍મજયંતિ પ્રસંગે જયુબિલી ગાર્ડન ખાતે આવેલ તેઓની પ્રતિમાને પુષ્‍પાંજલી અર્પણ કરી, સાંસદે, ધારાસભ્‍યો,  મહાનગરપાલિકાના પદાધિકારીઓ, કોર્પોરેટરો, મહાનુભાવો દ્વારા મસ્‍તક નમન અને પ્રણામ કરવામાં આવેલ. બાદમાં, સર્વે મહાનુભાવો દ્વારા જ્‍યુબિલી ગાર્ડન તથા આસપાસના સ્‍થળ પર  શ્રમદાન કરી સફાઈ કરવામાં આવી.   આ પ્રસંગે મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા રાજકોટના સાંસદ પરસોતમભાઈ રૂપાલા, મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્‍ય ડૉ.દર્શિતા શાહ, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્‍યક્ષ ડૉ.ભરતભાઈ બોઘરા, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારિયા, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર,  મ્‍યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈ, જીલ્લા કલેકટર પ્રભવ જોષી, જીલ્લા વિકાસ અધિકારી ડૉ.નવનાથ ગવ્‍હાણે, જીલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક એ.કે. વસ્‍તાણી, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, વિરેન્‍દ્રસિંહ ઝાલા, ડૉ.માધવભાઈ દવે, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનિષભાઈ રાડીયા, સેનિટેશન કમિટી ચેરમેન નીલેશભાઈ જલુ, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન માંકડિયા, મહિલા મોરચાના મંત્રી કિરણબેન હરસોડા, શહેર ભાજપ ઉપપ્રમુખ પુજાબેન પટેલ, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓ, અશ્વિનભાઈ પાંભર, મગનભાઈ સોરઠીયા, રાણાભાઈ સાગઠીયા, વિનુભાઈ સોરઠીયા, મિતલબેન લાઠીયા, જીતુભાઈ કાટોડીયા, નીતિનભાઈ રામાણી, કંકુબેન ઉધરેજા, રુચીતાબેન જોષી, મધુબેન કુગશીયા, પરેશભાઈ આર. પીપળીયા,  વશરામભાઈ સાગઠીયા, કોમલબેન ભારાઈ, શિક્ષણ સમિતિ સભ્‍ય રસિકભાઈ બદ્રકીયા, વોર્ડનાં તથા શહેરના અગ્રણીઓ તેમજ બહોળી સંખ્‍યામાં શહેરીજનો ઉપસ્‍થિત  રહ્યા હતા.

(4:13 PM IST)