News of Wednesday, 2nd October 2024
માટલા ઉપર આગ સાથે ‘ભરત નાટયમ' રજુ કરતી પુષ્ટિ જવાણી

રાજકોટઃ ગુજરાતના બાળ કલાકાર પુષ્ટિ જવાણી એમની ભરતનાટયમ કુશળ કળાને લીધે ભારત સરકારની રાષ્ટ્રીય બાળ પુરસ્કારની વીમેન એન્ડ ચાઇડ ડેવલપમેન્ટ ગવર્મેન્ટ ઓફ ઇન્ડીયા તરફથી આવેલી ટી.વી.સી. એડ માટે સીલેકટ થયા અને આખા ભારતમાં કલાની જાગૃતિ લાવવા અહમ ભાગ ભજવ્યો છે. આ એડમાં પુષ્ટિ જવાણીએ આગ સાથે, માટલા ઉપર અને કાચ ઉપર ભરતનાટયમ દ્વારા પોતાની ઉત્તમ સક્ષમ કુશળતા બતાવી એક પ્રેરણા રૂપી ઉદાહરણ પુરુ પાડયુ છે. આ કાર્યક્રમની કલીપ તેઓએ ઇન્સ્ટાગ્રામ પર મુકતા જબરો પ્રતિસાદ મળી રહ્યો છે.
(4:14 PM IST)










