News of Friday, 4th October 2024
ચાલો અયોધ્યા જઇએ પ્રભુ શ્રીરામના દર્શન કરવા

ચાલુ વર્ષ ૨૦૨૪ના મે મહિનાની ૨૫મી તારીખનો એ દિવસ મારા જીવનનો સૌથી યાદગાર દિવસ બનીને રહી ગયો જયારે સવારના બરાબર દસ વાગ્યાને પાંચમી મિનિટે મને સાવ નજીકથી અયોધ્યાના રામમંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા કરાયેલી શ્રી રામ લલ્લાની મનમોહક મુર્તિના પ્રત્યક્ષપણે દર્શન કરવાનો દુર્લભ, અકલ્પનીય, અવિસ્મરણીય, અને સ્મૃતિપટ પર કાયમને માટે કેદ થઈ ગયેલો પ્રભુ શ્રીરામના દિવ્ય દર્શન કરવાનો સુનેરો અવસર પ્રાપ્ત થયેલો.
રામ મંદિરમાં પ્રભુ શ્રીરામ માત્ર પાંચજ વર્ષની બાળ ઉંમરના શિશુ સ્વરૃપમાં બિરાજેલા છે જેમનો સહેજ અમથો સ્મિત કરતો હસ્તો ચહેરો, નિસ્વાર્થ ચહેરા પર પ્રગટી રહેલી નિર્દોષતા, ચહેરા પર હાવી થયેલા પ્રસન્નતાના હાવભાવ, મુખ પરની માસુમિયતતા, શિશુ સ્વરૃપના બાળ વયની નટખટતા અને આ બધા ગુણોમાં મોરપીંછની જેમ ઉમેરો કરતો ખુબજ આકર્ષક અને એટલો બધો સુંદર, નમણો અને મનમોહક ચહેરો કે જેના પરથી તેમના દર્શન કરનારા હરી ભકતોનું ધ્યાન કદાપી હટેજ નહીં.
આહાહા..શું તેમનું રૃપ હતું...શું તેમનું તેજ હતું...શું તેમની ઉર્જા હતી.. શું તેમનું સમમોહન હતું...તેમનું સમમોહક મોહિની સ્વરૃપ જોઈને હું તો ગદ ગદ થઈ ગયેલો અને કેટલીયે વાર સુધી તેમની સમક્ષ બે હાથ જોડીને, એકદમ સુન્યાવસક થઈને, તેમનામા ચિત પરોવીને મનની એકાગ્રતા સાથે, વિચારહીન, બુદ્ઘિહીન અને તર્કહિન થઈને તેમનામા એકલીન થવા સાથે તેમને જોતોજ રહ્યો....બસ જોતોજ રહ્યો.
જગત આખામાં જે જે જગ્યાઓએ પ્રભુ શ્રીરામના મંદિરો, ફોટાઓ, શિલ્પો કે પ્રતિમાઓ આવેલા છે તેમાં દરેક જગ્યાઓએ ભગવાન શ્રીરામ તેમની અર્ધાંગના માં સિતા, ભ્રાતા લક્ષ્મણ અને પ્રિય ભકત હનુમાનજીની સાથેજ જોવા મળે છે પરંતુ અયોધ્યાધામમાં આવેલું પ્રભુ શ્રીરામનું મંદિર જગતભરનું એવું પહેલુંજ મંદિર છે કે જયાં પ્રભુ શ્રીરામ આખા મંદિરના ગર્ભગૃહમાં એકલા અટુલાજ બિરાજેલા છે જયાં તેમની સાથે માં સિતા, ભ્રાતા લક્ષમણજી કે તેમના સૌથી પ્રિય ભકત હનુમાનજી પણ નથી. અયોધ્યામાં જન્મેલા પ્રભુ શ્રીરામને ત્યાંજ નિર્માણ પામેલા રામ મંદિરમાં એકલાજ સ્થાપિત કરવામાં આવેલા છે કારણ કે આ સ્થાપન કરવામાં આવેલી મુર્તિ તેમના બાળ સ્વરૃપની છે. પ્રભુ શ્રીરામના શિશુ અવસ્થામાં લગ્ન થયેલા ના હતા અને હનુમાનજી સાથે પણ એ વખતે તેમનો મેળાપ થયેલો ના હોય તેમજ તેમની બાલ્યાવસ્થામાં હનુમાનજી અને સીતા માતા તેમના જીવનનો ભાગ બનેલા ના હોય, અયોધ્યાના રામ મંદિરમાં ત્યાંના પ્રમુખ દેવતા ભગવાન શ્રીરામની એકલાનીજ મુર્તિ સ્થાપિત કરવામાં આવેલી છે અને રામાયણના રચયેતા સંત શ્રી તુલસીદાસજી દ્વારા રામાયણમાં ભગવાન શ્રીરામના શિશુ સ્વરૃપનો ઉલ્લેખ 'બાળ રામ' એટ્લે કે 'રામ લલ્લા' તરીકે કરવામાં આવ્યો હોય અયોધ્યાની રામમુર્તિને 'રામ લલ્લા' તરીકે ઓળખવામાં આવે છે.
પ્રભુ શ્રીરામના શિશુ સ્વરૃપ એવા શ્રી રામ લલ્લાની આ મુર્તિ કાળા કલરની છે જે વજનમાં ૨૦૦ કિલોગ્રામની છે અને ઊંચાઈમાં તે ૫૧ ઇંચ લાંબી છે. શ્રીરામ લલ્લાની આ મુર્તિને કાળા રંગના કાળમીંઢ પથ્થરમાંથી એટ્લા માટે બનાવવામાં આવી છે કારણ કે કાળો રંગ ભગવાન શ્રીકૃષ્ણનો પસંદીદા રંગ છે અને ભગવાન શ્રીકૃષ્ણ પોતે પણ શ્યામ વર્ણનાજ હતા. શ્રીરામ લલ્લાની આ મુર્તિને કાળા રંગના શિલ્પમાંથી બનાવવામાં આવેલી હોય તેમાં ભગવાન શ્રીકૃષ્ણનો શ્યામ વર્ણનો રંગ અને પ્રભુ શ્રીરામનો પ્રાણ પ્રતિષ્ઠાથી પુરાયેલો આત્મા એમ સનાતન હિન્દુ ધર્મના બે પ્રમુખ દેવો રામ અને શ્યામ બંનેનો સંગમ અને સમન્વય એકસાથે જોવા મળે છે
શ્રીરામ લલ્લાની આ મુર્તિને કાળા રંગના શિલ્પમાંથી કંડારીને ભલેને તેને શ્રીરામનું સ્વરૃપ આપવામાં આવ્યું હોય પરંતુ જે કાળા પથ્થરમાંથી આ મુર્તિનું સર્જન કરવામાં આવ્યું છે તે શિલ્પને ભગવાન ક્રુષ્ણના નામ પરથી 'કૃષ્ણ શિલ્પ' એવું પવિત્ર નામ આપવામાં આવ્યું છે.
અયોધ્યાના રામમંદિરના શ્રીરામ લલ્લાની આ મુર્તિને કંડારવા માટે ઉપયોગમાં લેવાયેલું કાળા રંગનું શિલ્પ ઘણીજ શોધો અને સંશોધનો કર્યા પછીજ ઉપયોગમાં લેવાયુ છે જે ભારતના કર્ણાટક રાજયના મૈસુર જિલ્લાના એચડી કોટે તાલુકામાં જયાપુરા હોબલીમાં ગુજ્જેગોવડાનાપુરા ગામની સીમ જમીનમાં ભૂ-ખનન કરતી વખતે મળી આવ્યું હતું.
ગામના સ્થાનિક દલિત ખેડૂત તેમજ શારીરિક શિક્ષણના શિક્ષક તરીકે ફરજ બજાવતા રામદાસ એચ.એ તેમની ૨.૧૪ એકરના વિશાળ ક્ષેત્રફળવાળી પથરાળ સીમ જમીનને સમતળ કરી કૃષિ હેતુ ઉપયોગ માટે ખેતરાવ બનાવવા ત્યાંના સ્થાનિક કવોરી કોન્ટ્રાકટર શ્રીનિવાસ નટરાજને કોન્ટ્રાકટ આપેલો જેમને જમીનના ખોદકામ અને ભૂ-ખનન દરમ્યાન કાળા રંગનો એક ખુબજ મોટો ખડક મળી આવેલો. આ ખડકને ક્રેનની મદદથી જમીનમાંથી બહાર કાઢ્યા બાદ તેને ત્રણ બ્લોકોમાં વિભાજિત કરીને તેમને અયોધ્યા લઈ જવામાં આવેલા અને તેમાંથી એકને શ્રીરામ લલ્લાની મુર્તિ માટે પસંદ કરવામાં આવેલો.
અયોધ્યાના રામ મંદિર ટ્રસ્ટે આ પથ્થરના નમૂનાઆઙ્ખ મેળવ્યા અને ભૂસ્તરશા સ્ત્રીઓ, દ્રષ્ટાઓ, શિલ્પકારો અને હિંદુ ધાર્મિક ગ્રંથોના નિષ્ણાંતોની સલાહ પ્રમાણે તેના પર ટેકનિકલ અને ધાર્મિક અભ્યાસોના મારા ચલાવ્યા બાદ તેનું ભૌતિક, વૈજ્ઞાનિક અને મિકેનિકલ પૃથ્થકરણ કરવા માટે તેને ભારતના કર્ણાટક રાજયના બેંગલુરુ ખાતે આવેલા વિશ્વ વિખ્યાત ફત્ય્પ્ અર્થાત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રોક મિકેનિકસ સંસ્થાન ખાતે મોકલી આપવામાં આવેલો.
ફત્ય્પ્ના ડિરેકટર એચ.એસ.વેંકટેશે આ પથ્થર વિષેનો એન.ડી.ટી. વી.ને અહેવાલ આપતા એવું કહેલું કે આ પથ્થર ત્રણ અબજ વર્ષ જૂનો અઝયોર રંગનો છે, જે પૂર્વ-કેમ્બ્રિયન યુગનો છે, જે કેલ્સાઇટથી બનેલો છે, જે ટકાઉ અને આબોહવા પરિવર્તન માટે પ્રતિરોધક છે. તે બારીક-થી-મધ્યમ-દાણાવાળો આકાશ-વાદળી ટાઈપનો મેટામોર્ફિક ખડક છે જે તેની સપાટીની સરળ રચનાને કારણે સામાન્ય રીતે સાબુનો પથ્થર તરીકે ઓળખાય છે જે મૂર્તિઓ કોતરવા માટે શિલ્પકારો માટે સૌથી આદર્શ મનાય છે. આપણાં સનાતન હિન્દુ ધર્મમાં પથ્થરને શકિત અને સહન શકિત એમ બંનેનું પ્રતીક મનાય છે કારણકે છીણી અને હથોડીનો અસહય માર સહન કરીને પથ્થર મુર્તિ સ્વરૃપમાં આકાર પામીને મંદિરમાં સ્થાન પામે છે જયાં તેની પુજા અર્ચના કર્યા બાદ તે શકિત તરીકે પૂજાય છે.
આમ અયોધ્યાના રામ મંદિરમાં પ્રભુ શ્રીરામની મુર્તિ બનાવવા માટે પથ્થરની શોધ પુર્ણ થયા બાદ તેના પર જીવંત લાગે તેવી મુર્તિ કંડારનારા શિલ્પકારોની શોધ આદરવામાં આવી અને છેવટે દેશભરના ત્રણ શ્રેષ્ઠ શિલ્પકારોને રામ લલ્લાની મુર્તિ બનાવવા માટે પસંદ કરવામાં આવ્યા. મુંબઈ નિવાસી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત આર્ટિસ્ટ વાસુદેવ કામથે શ્રીરામ લલ્લાની મૂર્તિના મોડેલ બનાવીને તેમના અલગ અલગ સ્કેચો અને ડિઝાઈનો પેન્સિલ વડે તૈયાર કરીને એ મુજબની મૂર્તિઓ બનાવવા માટે ત્રણેય શિલ્પકારો સાથે અલગ અલગ બેઠકો કરી.
રામમંદિરના સંચાલકો દ્વારા શિલ્પકારોને એકમાત્ર એવી સૂચના આપવામાં આવેલી કે પ્રતિમામાં પાંચ વર્ષના શિશુ સ્વરૃપવાળા યુવા રાજકુમાર બાળ રામ દેખાવા જોઈએ જેમનો હસતાં ચહેરા સાથે દેવો જેવો આકર્ષક દેખાવ હોય.
રાજસ્થાનના જયપુર સ્થિત ૬૫ વર્ષના શ્રી સત્યનારાયણ પાંડે દ્વારા સફેદ મકરાણા માર્બલમાંથી રામ લલ્લાની જે મૂર્તિ શિલ્પ કરવામાં આવેલી તેમાં તેમને સોનાનું ધનુષ્ય અને તીર ધારણ કરેલ બતાવેલા છે જે સોનાના આભૂષણો અને વ સ્ત્રોથી શણગારેલી છે જે એક કમાનથી ઘેરાયેલી છે જે ભગવાન વિષ્ણુના મત્સ્ય, કુર્મ, વરાહ, નરસિંહ, વામન, પરશુરામ, કૃષ્ણ, બુદ્ઘ, કલ્કી, સુધીના વિવિધ અવતારોને દર્શાવે છે તો કર્ણાટકના બેંગલુર સ્થિત ૬૨ વર્ષના શિલ્પકાર ગણેશ ભટ્ટે રામ મંદિર માટે કાળા ગ્રેનાઇટ પથ્થરમાંથી રામ લલ્લાની જે મૂર્તિ બનાવી હતી તેના મુગટ પર ભગવાન સૂર્ય, એક સૂર્ય ચક્ર અને સિંહ અંકિત થયેલા છે જયારે કર્ણાટકના મૈસૂર સ્થિત ૪૨ વર્ષના યુવાન શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા કાળા પથ્થરમાંથી કોતરવામાં આવેલી મૂર્તિમાં રામ લલ્લા ડાબા હાથમાં ધનુષ અને જમણા હાથમાં તીર સાથે કમળ પર ઉભેલા છે.
આમ ત્રણ અલગ અલગ શિલ્પીઆઙ્ખને મુર્તિ બનાવવા માટે અપાયેલા પસંદગીના માપદંડો મુજબ રામ લલ્લાની ત્રણ અલગ અલગ મૂર્તિઓ બનાવરાવ્યા બાદ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના ટ્રસ્ટીઓ દ્વારા તારીખ ૨૯મી ડિસેમ્બર ૨૦૨૩ના રોજ મુર્તિ પસંદગી માટેની મતદાન પ્રક્રિયા યોજાયેલી જેમાં સૌથી વધુ મત ધરાવતી અરુણ યોગીરાજે કંડારેલી રામ લલ્લાની મુર્તિને અયોધ્યા ખાતેના રામ મંદિરના ગર્ભ ગૃહમાં પ્રમુખ દેવતા તરીકે સ્થાપન કરવા માટેની મુર્તિ તરીકેની પસંદગી કરવામાં આવેલી અને બાકી બચેલી બંને મૂર્તિઓને પણ મંદિરમાંજ અન્ય કોઈ જગ્યાએ રાખવામા આવેલી છે તેમજ રામ લલ્લાની મૂળ જૂની પ્રાચીન મૂર્તિને અયોધ્યાના રામ મંદિરમાં જ નવી મૂર્તિની સામે રાખવામાં આવેલી છે. અયોધ્યાના રામ મંદિરમાં પ્રભુ શ્રીરામની શિશુ અવસ્થાવાળી રામ લલ્લાની પ્રતિમાનો પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ તારીખ ૨૨ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ બપોરના ૧૨.૧૫ વાગ્યાથી ૧૨.૪૫ વાગ્યાના સમય દરમ્યાન ૧૨.૨૯.૦૩ વાગ્યાથી ૧૨.૩૦.૩૫ વાગ્યાના સમય સુધીમાં આવેલા અભિજીત મુહૂર્ત દરમિયાન યોજાયો હતો જે ૮૪ સેકન્ડ સુધી ચાલ્યો હતો.
અયોધ્યાના શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં પ્રભુ શ્રીરામના શિશુ સ્વરૃપ એવા શ્રી રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા દેશના સૌથી લોકપ્રિય અને લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવી હતી જેવો આ કાર્યક્રમમાં મુખ્ય યજમાન હતા અને તેમની સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા શ્રી મોહન ભાગવત, ઉત્તર પ્રદેશના રાજયપાલ શ્રી આનંદીબેન પટેલ અને મુખ્ય પ્રધાન શ્રી યોગી આદિત્યનાથ અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરના ગર્ભગૃહની અંદર રામ લલ્લાની મૂર્તિની 'પ્રાણ પ્રતિષ્ઠા' સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે જોડાયા હતા.
વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અયોધ્યામાં રામ લલ્લાની મુર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવા માટે ૧૧ દિવસની કડક તપસ્યા કરી હતી તેમજ ઉપવાસ અવધિનું અવલોકન કરીને હિન્દુ શાસ્ત્રોમાં દર્શાવ્યા મુજબની ધાર્મિક વિધિઓને અનુસરીને તૈયારીઓ કરી હતી. તેમણે ઉપવાસના આ દિવસો દરમ્યાન માત્ર નાળિયેર પાણીજ ગ્રહણ કર્યું હતું અને નક્કર ખોરાકનો ત્યાગ કર્યો હતો. ઉપવાસના તેમના આ સમય દરમ્યાન તેઓ જમીન પરજ સૂતા હતા અને શા સ્ત્રોમાં દર્શાવ્યા મુજબ તેમણે 'યમ નિયમ'નું પાલન પણ કર્યું હતું.
રામ લલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવા માટે મોદી સાહેબે કરેલા ૧૧ દિવસના ઉપવાસના સમયગાળાને 'અનુષ્ઠાન' તરીકે ઓળખવામાં આવે છે જે મન, તન અને જીવના શુદ્ઘિકરણ માટેની એક જરૃરી અને શ્રેષ્ઠ પ્રક્રિયા છે. આ ઉપરાંત શ્રી નરેન્દ્રભાઈએ બ્રહ્મ મુરત અને જાગરણ જેવી ધાર્મિક વિધિઓમાં વિધિવત ભાગ લઈને તેમને પ્રત્યક્ષપણે નિહાળી હતી.
રામ લલ્લાની મુર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠાની આ વિધિ પંડિત લક્ષ્મીકાંત દીક્ષિતે ૧૨૧ વૈદિક બ્રાહ્મણો અને પૂજારીઓ દ્વારા ઉચ્ચારેલા સ્તોત્રો અને વૈદિક મંત્રોના મંત્રોચ્ચાર દ્વારા કરી હતી જેના થકી મુર્તિમાં દૈવી ઊર્જાની સ્થાપના કરવામાં આવી હતી તેમજ મંદિરને આધ્યાત્મિક મહત્વ અને પવિત્રતા સાથે ભેળવવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઈસ્કોન, રામકૃષ્ણ મિશન, ચિન્મય મિશન, ભારત સેવાશ્રમ સંઘ સહિત અનેક આદરણીય પરંપરાઓ,
મો. ૮૧૬૦૩ ૧૧૦૧૬દલાઈ લામા, માતા અમૃતાનંદમયી, યોગ ગુરૃ બાબા રામદેવ અને જગ્ગી વાસુદેવ જેવા આધ્યાત્મિક નેતાઓ, મંદિર ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલ દાસજી સહિતના સૌ કોઈએ સહભાગી થઈને સમારંભમાં હોંશે હોંશે ભાગ લીધો હતો.
આ ઉપરાંત દુનિયાભરમાંથી વિવિધ ક્ષેત્રના મહાનુભાવો, સેલેબ્રિટીઓ, સ્પોર્ટ્સમેનો, બિઝનેસ ટાઈકુનો, મીડિયા મોગલો, પ્રખ્યાત અખબારોના તંત્રીઓ, પત્રકારો, ન્યૂઝ ચેનલોના એંકરો સહિત વિશ્વભરમાં થી ૭૦૦૦ જેટલા આમંત્રિતોએ ખાસ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના આ મહોત્સવને આખા દેશે એક તહેવારની જેમ ઉજવેલો જેમાં સહભાગી થવા માટે ભારત સરકારે અડધા દિવસની તો કેટલાક રાજયોએ તેના કર્મચારીઓ માટે આખા દિવસની જાહેર રજાઓ જાહેર કરેલી.
અયોધ્યામાં ભેગા થયેલા ભકતો અને પ્રતિષ્ઠિત મહેમાનોએ આ શહેરને આધ્યાત્મિકતા, પરંપરા અને સાંસ્કૃતિક વિવિધતાના સંગમ માટેનું કેન્દ્રબિંદુ બનાવી દીધેલું જે વિવિધ ક્ષેત્રોની પ્રતિષ્ઠિત વ્યકિતત્વો સાથે વૈશ્વિક ભકતોનું સંમિશ્રણ બનીને એક એવી અનન્ય ઉજવણીને ચિહ્રિનત કરે છે જે સીમાઓને પાર કરે છે અને જે ભારતીય વારસાની સમૃદ્ઘ ટેપેસ્ટ્રીમાં એકતાનું પ્રતીક હોવાની પ્રતીતી કરાવે છે.
અયોધ્યાનું આ રામ મંદિર હિન્દુઓ માટે અત્યંત સાંસ્કૃતિક અને ધાર્મિક મહત્વ ધરાવે છે અને ભગવાન રામ સાથે સંકળાયેલ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને પ્રતિબિંબિત કરે છે. મંદિર ઘણા લોકો માટે યાત્રાધામ અને આધ્યાત્મિક પરિપૂર્ણતાનું સ્થળ છે.
અયોધ્યાના રામ મંદિરમાં બિરાજેલા શ્રીરામ લલ્લાના દર્શન કરવા માટે જગતભરના કોઈ પણ ખૂણેથી અયોધ્યા આવતા રામભકતો અને શ્રધ્ધાળુઓએ સૌપ્રથમ જયાં પ્રભુ શ્રીરામે જળ સમાધિ લીધેલી તે સરયુ નદીમાં સ્નાન કરીને પવિત્ર થવું પડે છે અને ત્યાર પછી સૌથી પહેલા 'હનુમાન ગઢી મંદિર'માં જઈને શ્રી રામજીના પ્રિય ભકત પવનપુત્ર શ્રી હનુમાનજીના દર્શન કરવા પડે છે અને તેમની અનુમતિ મેળવ્યા બાદ શ્રીરામ લલ્લાના દિવ્ય દર્શનનો અકલ્પનીય લાભ મળે છે.
રામ લલ્લાના જન્મ સ્થાન એવા અયોધ્યા સુધી પહોંચવા માટે સૌથી નજીકનું એરપોર્ટ મહર્ષિ વાલ્મીકિ આંતર રાષ્ટ્રીય એરપોર્ટ છે જે મંદિર થી ફકત ૧૧ કિલોમીટરના અંતરે આવેલું છે. રેલ માર્ગે મંદિર સુધી પહોંચવા માટે અયોધ્યામાં બે રેલ્વે સ્ટેશનો છે જેમાંથી નવું બનેલું નજીકનું રેલ્વે સ્ટેશન અયોધ્યા જંકશન છે જે મંદિરથી માત્ર ૭ કિલોમીટરના અંતરે આવેલુ છે જયારે અયોધ્યા કંટ રેલ્વે સ્ટેશનથી મંદિર દૂરી ૮.૭ કિલોમીટર જેટલી છે. બસ દ્વારા મંદિર સુધી પહોંચવા માટે નજીકનું બસ સ્ટોપ અયોધ્યા બસ સ્ટેન્ડ છે જે મંદિરથી માત્ર ૧.૯ કિલોમીટરના અંતરે આવેલું છે જયાં ઉત્ત્।ર પ્રદેશ પરિવહન નિગમની બસ સેવાઓ ૨૪ કલાક ઉપલબ્ધ છે અને તમામ નાના-મોટા સ્થળો સાથે લિન્કઅપ હોય, અહીં પહોંચવું ખૂબ જ આસાન, સહેલું અને સરળ છે.
અયોધ્યાના રામ મંદિરના રામ લલ્લાની આખા દિવસમાં કુલ ૬ આરતિઓ કરવામાં આવે છે જેમાં સૌથી પહેલી મંગળા આરતી વહેલી સવારે ૪.૩૦ વાગ્યે, શ્રૃંગાર આરતી સવારે ૬.૩૦ કલાકે, રાજભોગ આરતી બપોરના ૧૨ વાગ્યે, ઉત્થાપન આરતી બપોરે ૨ વાગ્યે, સંધ્યા આરતી સાંજના ૭ વાગ્યે તેમજ શયન આરતી રાત્રિના ૧૦ વાગ્યે કરવામાં આવે છે. રામમંદિર તરફથી રામ લલ્લાની આરતિ સમારોહમાં હાજરી આપવા માટે તેમજ વિશેષ દર્શન કરવા માટે નિશુલ્ક વી.આઈ.પી.પાસની વ્યવસ્થા કરવામાં આવેલ છે જે ઓનલાઈનના માધ્યમથી થઈ શકે છે તેમજ આરતિ શરૃ થવાના ૩૦ મિનિટ પહેલા રામજન્મભૂમિ કેમ્પ ઓફિસ પરથી વિશેષ આરતિમાં હાજર રહેવાના ફ્રી પાસ પણ મેળવી શકાય છે. મંદિર એક સમયે ફકત ૩૦-૪૦ ભકતોને આરતી માટે પરવાનગી આપે છે.
રામમંદિર તરફથી રામ લલ્લાના ઓનલાઈન દર્શન તેમજ શૃંગાર દર્શનની વ્યવસ્થા પણ વિના મૂલ્યે ઉપલબ્ધ છે જેનો લાભ લઈ શકાય છે. ઓનલાઈનના મધ્યમથી વી.આઈ.પી. દર્શન તેમજ આરતિમાં હાજર રહેવાના ફ્રી પાસ મેળવવા માટે શ્રી રામ જન્મ ભૂમિ તીર્થ ક્ષેત્ર મંદિરની વેબસાઇટ srjbtkshetra.orgપરથી બુકિંગ કરી શકાય છે જે એક વખતમાં ૮ વ્યકિતઓનું એકસાથે બુકિંગ કરવાની છૂટ આપે છે. બુકિંગ કરતી વખતે દરેક વ્યકિતના આધાર કાર્ડ સાથે રાખવા તેમજ ફોટા ફોલ્ડરમાં સેવા કરી રાખવા જેથી કરીને ઝડપથી બુકિંગ કરી શકાય. દશ વર્ષથી નીચેના બાળકોને કોઈપણ પ્રકારના પાસની જરૃર રહેતી નથી. ઓનલાઇન બુકિંગમાં દર બે કલાકના કુલ ૬ સ્લોટ છે જેમાં એક સ્લોટમાં ૩૦૦ પાસોનું બુકિંગ થાય છે. રામમંદિર જાહેર જનતા માટે સવારના ૬.૩૦ થી બપોરના ૧૨ સુધી અને બપોરના ૧ થી રાત્રિના ૯ સુધી ખુલ્લુ રહે છે.
અયોધ્યાના રામમંદિરમાં રામ લલ્લાના દર્શન કરવા માટે રોજના એક થી દોઢ લાખ ભાવિકો, ભકતો અને શ્રદ્ઘાળુઓ પધારે છે જયારે રવિવારના દિવસોમાં આ સંખ્યા બે થી ત્રણ લાખ સુધી પહોંચી જાય છે. રામ મંદિર સંકુલમાં આવેલ આનંદ બજાર વિશ્વના સૌથી મોટા રસોડાઓમાંનું એક એવું રસોડુ ચલાવે છે જેમાં રોજના હજારો યાત્રાળુઓ અને મુલાકાતીઓને તેઓ રામ લલ્લાની પ્રસાદી રૃપે નિશુલ્ક ભરપેટ ભોજન પીરસે છે જે પ્રસાદી આરોગવી એ પણ શ્રીરામ લલ્લાના દર્શન કરવા તેમજ તેમના આશીર્વાદ મેળવવા સમાન છે.
કમલ જારોલી
એડવોકેટ એન્ડ નોટરી
રાજકોટ

(10:28 AM IST)










