News of Friday, 4th October 2024
રાજકોટના તબીબી ઇતિહાસમાં પ્રથમ વખત ચાર પદ્મ એવોર્ડથી સન્માનિત ખ્યાતનામ તબીબો સહિત અનેક જાણીતા તજજ્ઞો આવશે
ઇન્ડિયન મેડિકલ એસોસીએશનની રાજ્ય કક્ષાની કોન્ફરન્સ જીમાકોન-૨૦૨૪ : દેશભરની ચાલીસથી વધુ મેડિકલ સંસ્થાના વડા કોન્ફરન્સમાં પધારશે : ૭૫ જેટલા તજજ્ઞોના વિવિધ વિષયો પર લેકચર યોજાશે : ડો. અતુલ પંડયા - ડો. ભરત કાકડીયા

રાજકોટ તા. ૪ : આગામી દિવસોમાં ઈન્ડીયન મેડિકલ એસોસીએશનની ગુજરાત શાખાની ૭૬મી વાર્ષિક કોન્ફરન્સ જીમાકોન-૨૦૨૪ રાજકોટના આંગણે યોજાઈ રહી છે. રાજકોટના તબીબી ઈતિહાસમાં પ્રથમ વખત ચાર પદ્મ એવોર્ડ વિજેતા ખ્યાતનામ તબીબો સહિત દેશભરની ચાલીસ જેટલી મેડિકલ સંસ્થાઓના વડાઓ આ કોન્ફરન્સમાં અદ્યતન તબીબી વિજ્ઞાન વિશે માર્ગદર્શન આપશે. આઠ વર્ષ બાદ રાજકોટમાં યોજાનાર આ કોન્ફરન્સમાં વિવિધ રોગના આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત તબીબો ખાસ ઉપસ્થિત રહેશે અને તબીબી ક્ષેત્રે થયેલ શોધ, નિદાન-સારવારની પધ્ધતિ વિશે જ્ઞાનની આપલે કરશે. જીમાકોન-૨૪ના ચેરમેન ડો. અતુલ પંડયા અને ઈન્ડીયન મેડિકલ એસોસીએશન-ગુજરાતના પ્રમુખ ડો. ભરત કાકડીયાની એક સંયુક્ત યાદીમાં જણાવાયું છે. આ કોન્ફરન્સમાં હદય રોગ, પેટના રોગ, મગજના રોગ, બાળકોના રોગ, લીવરના રોગ, કેફસાને લગતા રોગ, ડાયાબીટીસ, લાઈફ સ્ટાઈલ સંબંધીત વિવિધ રોગ, મગજની લોહીની નળીના રોગ, સાંધાના વિવિધ રોગ, હાડકાની તકલીફો, મહિલાઓ તથા બાળકોને લગતાં વિવિધ રોગ સહિત શરીરના તમામ પ્રકારના રોગના ખ્યાતનામ તબીબો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. રાજકોટમાં યોજાનાર આ કોન્ફરન્સમાં રાજકોટ, સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના સેંકડો તબીબો ઉપસ્થિત રહેશે. કોન્ફરન્સના કારણે તબીબોના જ્ઞાનમાં વધારો થશે જેનો લાભ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના લોકોને મળશે.
આઈ.એમ.એ.-ગુજરાતના પ્રમુખ ડો. ભરત કાકડીયા અને જીમાકોન-૨૦૨૪ના ચેરમેનડો. અતુલ પંડયાએ જણાવ્યુ છે કે, એલોપથી તબીબોના વિશ્વના સૌથી મોટા સંગઠન ઈન્ડીયન મેડિકલ એસોસીએશનની ગુજરાતની કોન્ફરન્સ આઠ વર્ષ બાદ રાજકોટમાં મળી રહી છે. કોન્ફરન્સ દ્વારા તબીબો વિશ્વભરમાં તબીબી ક્ષેત્રે થતી વિવિધ શોધ, અદ્યતન સારવાર વિશે ચર્ચા કરતા હોય છે. તબીબો પોતાના અનુભવો, વિવિધ રોગમાં જોવા મળતાં દર્દીઓ, તેની સારવારના અલગ અલગ પધ્ધતિઓ વિશે ગહન ચર્ચા કરી એક બીજાના જ્ઞાનમાં વધારો કરતાં હોય છે જેનો ફાયદો અંતે તો સમાજને જ થાય છે. અમારો મુખ્ય હેતુ તો સમાજને કંઈ ફાયદો થાય, લોકો રોગનો ભોગ બનતા બચે અને તંદુરસ્ત સમાજની રચના થાય એ માટે લોકજાગૃત્તિની ઝુંબેશ છે,
જીમાકોનના સાયન્ટીફીક કમીટીના ચેરમેન ડો. અમીત અગ્રાવત, આઈ.એમ.એ. ગુજરાતના ઉપપ્રમુખ ડો. ભાવેશ સચદે, સોવેનિયરના એડીટર ડો. જય ધિરવાણી અને ટ્રેઝરર ડો. તેજસ કરમટાએ કોન્ફરન્સ વિશે માહિતી આપતાં જણાવ્યુ છે કે, તબીબી સંગઠન તરીકે સમાજ પ્રત્યેની અમારી ફરજ સમજી આ વખતે તંદુરસ્ત સમાજની રચનાના હેતુ સાથે કોન્ફરન્સમાં વિવિધ મુદ્દા પર ચર્ચા વિચારણા કરવામાં આવશે. વિવિધ રોગના નિષ્ણાંત તબીબો રોગ, નિદાન અને સારવાર વિશે માર્ગદર્શન આપશે સાથે સાથે વિવિધ રોગમાં લોકો સપડાય નહી એ માટે લોકોને જાગૃત કરવાના પણ પ્રયાસો કરવામાં આવશે.
જીમાકોનના કો.ઓર્ડિનેટર ડો. યજ્ઞેશ પોપટ, કો.ચેરમેન ડો. હિરેન કોઠારી, ડો. એમ. કે. કોરવાડીયા અને ડો. દિપેશ ભાલાણીએ માહિતી આપતા કહ્યું કે, ગુજરાતભરના એલોપેથી તબીબોની કોન્ફરન્સ જીમાકોન-૨૦૨૪ આગામી તા. ૧૯-૨૦ ઓક્ટોબર ૨૦૨૪ (શનિ-રવિ) હોટલ સિઝન્સ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે યોજાશે, જેમાં તબીબી ઈતિહાસમાં પ્રથમ વખત રાજકોટમાં યોજાનારી રાજય કક્ષાની કોન્ફરન્સમાં ૩૦૦થી વધુ તબીબો પેટ્રન તરીકે નોંધાયા છે.
જીમાકોનના સેકેટરી ડો. ચેતન લાલસેતા, ડો. પારસ શાહ અને ડો. સંજય ભહુના જણાવ્યા અનુસાર આ કોન્ફરન્સમાં વિવિધ રોગના આંતર રાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત તબીબો પધારવાના છે. હૃદયરોગ નિષ્ણાત પદ્મશ્રી-પદ્મભુષણ ડો. તેજસ પટેલ, કોરોના કાળમાં સતત દેશભરના તબીબોને માર્ગદર્શન આપનાર એઈમ્સ - નવી દિલ્હીના પૂર્વ ડિરેક્ટર પદ્મશ્રી ડો. રણજીત ગુલેરીયા, એન્ડોકોનોલોજીસ્ટ - ડાયાબીટોલોજીસ્ટ પદ્મશ્રી ડો. શશાંક જોશી, ડો. અનિલ જૈન, કાર્ડિયાક સર્જન ડો. અભિજાત શેઠ, ન્યુરોસર્જરી ક્ષેત્રે નિષ્ણાત ડો. અનિલ પી. કારાપુરકર, પદ્મશ્રી કાર્ડિયોલોજીસ્ટ ડો. કમલ કે.રશેઠી, ડો. સંદિપ રાય, ઈન્ડીયન મેડિકલ એસોસીએશન-નવી દિલ્હીના ઈલેક્ટેડ પ્રેસીડન્ટ ડો. અનિલ નાયક, ગુજરાત મેડિકલ કાઉન્સીલના ચેરમેન ડો. નિતીન વોરા સહિત દેશભરના અનેક જાણીતા તબીબો કોન્ફરન્સમાં વિશ્વકક્ષાએ વિવિધ રોગના નિદાન - સારવાર ક્ષેત્રે થયેલ શોધ વિશે માર્ગદર્શન આપશે.
પદ્મશ્રી - પદ્મભૂષણ ડો. તેજસ પટેલ
આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રામ કાર્ડિયોલોજીસ્ટ ડો. તેજસ પટેલ પદ્મશ્રી અને પવભૂષણ એવોર્ડની સન્માનિત થયેલ છે. ડો. તેજસ પટેલ ઇન્ટરવેશનલ કાર્ડિયોલોજી ક્ષેત્રે એન્જીયોગ્રાફમાં નવી શોધના જનક છે. છેલ્લાં ૧૮ વરસથી તેઓ કાર્ડિયોલોજી માટેનો ટ્રાઈકો કોર્ષ ચલાવે છે જેમાં દેશ વિદેશના ૮ હજારથી વધુ તબીબોને કાર્ડિયોલોજીની તાલીમ આપી છે. તેમના દ્વારા લખવામાં આવેલ ત્રણ બુક હાલ કાર્ડિયોલોજીના અભ્યાસમાં સામેલ છે. તેમને ડો. બી. સી. રોય એવોર્ડ, ડો. કે. એમ. શરન કાર્ડિયોલોજી એવોર્ડ સહિત અનેક રાષ્ટ્રીય - આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળ્યા છે. ત્રણ ટેક્સ બુકમાં ૨૪ જેટલાં પ્રકરણ લખવા સહિત અંદાજે ૩૩૩ જેટલાં પેપર પબ્લીશ કર્યા છે.
પદ્મશ્રી ડો. રણદીપ ગુલેરીયા કોરોના કાળમાં દેશભરના તબીબો માટે સતત માર્ગદર્શક બની લોકોના જીવ બચાવવા પ્રયાસ કરનાર પદ્મશ્રી ડો. રણદીપ ગુલેરીયા એઈમ્સ-નવી દિલ્હીના પૂર્વ ડાયરેક્ટર છે.
કોરોના કાળમાં તેઓ સતત વિવિધ માધ્યમો દ્વારા દર્દીની યોગ્ય સારવાર માટે તબીબોને માર્ગદર્શન આપતા હતાં. ફેફસાના રોગના નિષ્ણાત ડો. ગુલેરીયાને રેસ્પીરેટરી મેડિસીનના હરતા ફરતા એન્સાયક્લોપિડિયા માનવામાં આવે છે. હાલ તેઓ ઇન્સીટયુય ઓફ ઈન્ટરર્નલ મેડિસીન એન્ડ રેસ્પીરેટરી એન્ડ સ્લીમ મેડિસીન-મેદાંતા હોસ્પિટલના ચેરમેન તરીકે કાર્યરત છે.
પદ્મશ્રી ડો. કમલ કે. શેઠી
પદ્મશ્રી ડો. કમલ શેઠી કોરોનરી એન્જીયોગ્રાફી એન્ડ કાર્ડિયાક ઈલેક્ટ્રોફિઝીયોલોજી ઈન ઈન્ડીયાના પાયોનિયર પૈકીના એક ખ્યાતનામ કાર્ડિયોલોજીસ્ટ છે. તેમને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. તેમને ડો. બી. સી. રોય એવોર્ડ, ડો. ડી. પી. બાસુ યંગ ઈન્વેસ્ટીગેટર એવોર્ડ ઓફ કાર્ડિયોલોજી સોસાયટી ઓફ ઈન્ડીયા, સ્કાર્સ એવોર્ડ, અવધકશ્રી એવોર્ડ, સ્વામી વિવેકાનંદ એવોર્ડ, ઈન્સ્પાયરીંગ કાર્ડિયોલોજીસ્ટ ઓફ ઈન્ડીયા એવોર્ડ, ટાઈમ્સ હેલ્થકેર એચીવર્સ એવોર્ડ (લીજન્ડ), ચિકિત્સા રત્ન એવોર્ડ, સી.એસ.આઇ. લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ સહિત અનેક એવોર્ડ પ્રામ થયા છે.
પદ્મશ્રી ડો. શશાંક જોષી
પવશ્રી ડો. શશાંક જોપી દેશના ખ્યાતનામ એન્ડોકાઈનોલોજીસ્ટ એન્ડ ડાયાર્બીટલોજીસ્ટ છે. ભારત સરકાર દ્વારા તેમને પદ્મશ્રી દ્વારા સન્માનીત કરવામાં આવ્યા છે. કોરોના કાળમાં તેમણે કોરોના ટાસ્ક ફોર્સમાં રાષ્ટ્રીય કક્ષાએ જવાબદારી નિભાવી લોકોની સેવા કરી હતી. તેઓ હાલ લીલાવતી હોસ્પિટલ એન્ડ રીસર્ચ સેન્ટર-મુંબઈમાં કન્સલટન્ટ એન્ડોફાઈન એન્ડ મેટાબોલીક ફિઝીશીયન તરીકે સેવા આપે છે.
ડો. અનિલ નાયક
ઈન્ડીયન મેડિકલ એસોસીએશન-નવી દિલ્હી હેડ ક્વાર્ટરના માનદ મંત્રી તરીકે સેવા આપતા જાણીતા ઓર્થોપેડિક સર્જન ડો. અનિલ નાયક ઈન્ડીયન મેડિકલ એસોસીએશન - ના આગામી વર્ષના પ્રેસીડન્ટ તરીકે પસંદગી પામ્યા છે. તેઓ હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સીટીના મેડિકલ ડેકલ્ટીના ડિન, ડેન્ટલ કાઉન્સીલના મેમ્બર, ઈન્ડીયન નર્સિંગ કાઉન્સીલના એકઝીક્યુટીવ મેમ્બર, નેશનલ મેડિકલ કમિશનના મેમ્બર, ગુજરાત મેડિકલ કાઉન્સીલના એક્ઝીક્યુટીવ મેમ્બર તરીકે સેવા આપે છે. તેઓએ ગુજરાત ઓર્થોપેડિક એસોસીએશનના પૂર્વ પ્રમુખ સહિત ઓર્થોપેડિક સોસાયટી અને ઈન્ડીયન મેડિકલ એસોસીએશનમાં રાજય અને રાષ્ટ્રકક્ષાએ અનેક હોદા પર સેવા આપી છે.
ડો. અનિલ જૈન
ડો. અનિલ જૈન જાણીતા કાર્ડિયોલાસ્ક્યુલર - ચોરાસીક સર્જન છે. તેમણે ત્રણ દાયકાના તેમના અનુભવ દરમિયાન કાર્ડિયાક સર્જરી ક્ષેત્રે ‘બીમા' સર્જરી સહિત અનેક નવી શોધ કરી છે, ૪૫ હજારથી વધુ કાર્ડિયાક સર્જરી કરી છે. એરોટીક વાલ્વ રીપેર-સર્જરીના પાર્યાનીયર માનવામાં આવે છે. તેઓ તબીબ તરીકે હદયરોગના દર્દીઓની સારવાર કરવા સાથે લોકો હદય રોગમાં સપડાય નહી એ માટે લોક જાગૃતી માટે પ્રયાસ કરતા રહે છે, તેમના દ્વારા ૨૫૦ થી વધુ લોક જાગૃતીના સેમીનાર અને ૫૦૦ થી વધુ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે. એપીક મલ્ટીસુપર સ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલ-અમદાવાદના સ્થાપક ડાયરેક્ટર તરીકે સેવા આપે છે.
ડો. અભિજાત શેઠ
ડો. અભિજાત રોઠ અમદાવાદની એપોલો હોસ્પિટલના જાણીતા કાર્ડિયાક સર્જન છે. તેઓ પી.જી. કોર્ષ અને ડી.એન.બી. પી.જી. કોર્ષની એક્ઝામ જેના દ્વારા લેવામાં આવે છે એ નેશનલ બોર્ડ ઓફ એક્ઝામીનેશન ઈન મેડિકલ સાયન્સ (એન.બી.ઈ.એમ.એસ.)ના ચેરમેન તરીકે સેવા આપે છે. નાભ ગવર્નિંગ બોર્ડના મેમ્બર છે. દસ વરસ સુધી તેમણે યુ.કે.માં કાર્ડિયાક સર્જરીની પ્રેક્ટીસ કર્યા બાદ વરસોથી તેઓ અમદાવાદ ખાતે કાર્યરત છે. બ્રિટીશ, યુરોપીયન અને અમેરિકાના વિવિધ મેડિકલ જનરલમાં તેમનાં ૨૦. થી વધુ પેપર પબ્લીશ થયા છે.
ડો. નિતીન વોરા
અમદાવાદના ડો. નિતીન વોરા ગુજરાત મેડિકલ કાઉન્સીલના પ્રેસીડન્ટ અને જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજના ડિન, ગુજરાત યુનિવર્સીટીના સેનેટ મેમ્બર, એમ.સી.આઈ.ની ફાઈનાન્સ કમીટીના ચેરમેન, પોસ્ટ ગ્રેજયુએટ કમીટીના મેમ્બર તરીકે સેવા આપે છે. તબીબ તરીકે તેમણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ અનેક પેપર, પોસ્ટર પબ્લીશ કર્યા છે. સાથે સાથે તબીબી ક્ષેત્ર સિવાય તેઓ કવિ અને લેખક પણ છે. તેમનો વાર્તા સંગ્રહ અને કાવ્ય સંગ્રહ પણ પબ્લીશ થયા છે.
ડો. સંદિપ રાય
ડો. સંદિપ રાય મુંબઈની એપોલો હોસ્પિટલના જાણીતા ફિઝીશીયન છે. તેઓ ડાયાબીટીસ સ્પેશ્યાલીટી સેન્ટર-એડવાન્સ સેન્ટર ઓફ ડાયાબીટીસ કેર એન્ડ રીસર્ચ-એમ.જે.એમ. ઈન્સ્ટીટયુટ હેલ્થ સર્વિસના વડા તરીકે સેવા આપે છે. તેમને રીસર્ચ, પબ્લીકેશન અને રાષ્ટ્ર નિર્માણ ક્ષેત્રે ઉત્તમ કામગીરી માટે ડો. એ. પી. જે. અબ્દુલ કલામ લાઈમ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડની સન્માનિત કરવામાં આવ્યા છે.
ડો. અનિલ કારાપુરકર
ડો. અનિલ કારાપુરકર મુંબઈના જાણીતા સિનિયર ન્યુરોસર્જન છે. ન્યુરોસર્જરી ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવતા ડો. કારાપુરકર દ્વારા ન્યુરોસર્જરીની અનેક બુકમાં ખાસ ચેપ્ટર પ્રકાશિત કરવામાં આવ્યા છે. તેમણે ન્યુરોસર્જરી અને જનરલ વિષય પર દેશ-વિદેશમાં અનેક લેક્ચર આપી તબીબો અને લોકોનું માર્ગદર્શન કર્યું છે. તેઓ એ.એ.એફ.આઈ.ટી.એન.ના પૂર્વ પ્રમુખ છે, સોસાયટી ફોર ન્યુરો વાસ્ક્યુલર ઈન્ટરવેશન્સના પ્રમુખ તરીકે પણ તેમણે સેવા આપી છે.
ગુજરાત આઈ. એમ. એ. ના પ્રેસીડન્ટ ડો. ભરત કાકડીયા, સેકેટરી ડો. મેહુલ શાહ, ઝોન ઉપપ્રમુખ ડો. ભાવેશ સચદે, જીમાકોન-૨૦૨૪ના ચેરમેન ડો. અતુલ પંડયા, કોન્ફરન્સ
કો.ઓર્ડીનેટર ડો. યજ્ઞેશ પોપટ, ઓર્ગેનાઈઝીંગ સેક્રેટરી (ચીક) ડો. ચેતન લાલસેતા, ઓર્ગેનાઈઝીંગ સેક્રેટરી (સાયન્ટીફીક) ડો. સંજય ભટ્ટ, ઓર્ગેનાઈઝીંગ સેક્રેટરી (ઈવેન્ટ) ડો. પારસ શાહ, રાજકોટ આઈ. એમ.એ. ના પ્રમુખ ડો. કાંત જોગાણી, સેકેટરી ડો. અમીપ મહેતા, જીમાકોન-૨૦૨૪ના કો. ચેરમેન ડો. એમ. કે. કોરવાડીયા, ડો.હિરેન કોઠારી, ડો. દિપેશ ભાલાણી, સાયન્ટીફીક કમીટી ચેરમેન ડો. અમીત અગ્રાવત, ટ્રેઝરર ડો. તેજસ કરમટા, સોવેનિયર એડીટર ડો. જય ધીરવાણી, જોઈન્ટ સેકેટરી પ્રફુલ કમાણી, ડો. રૂકેશ ઘોડાસરા, ડો. સંજય ટીલાળા, જોઈન્ટ ટ્રેઝરર ડો. પિયુષ ઉનડકટ, ડો. જયેશ ડોબરીયા, રાજકોટના વરીષ્ઠ તબીબોડો. એસ.ટી. હેમાણી, ડો. સી. આર. બાલધા, ડો. ડી. કે. શાહ, ડો. સુશિલ કારીઆ, ડો. પ્રકાશ મોઢા, ડો. કિરીટ દેવાણીના માર્ગદર્શન હેઠળ તબીબોની ટીમ કોન્ફરન્સના આયોજન માટે કાર્યરત છે.(૨૧.૯)
નામાંકિત તજજ્ઞો રાજકોટ આવી રહ્યા છે
ડો. અનિલ નાયક, ડો. અનિલ જૈન, ડો. અભિજાત શેઠ,
ડો. નિતીન વોરા, ડો. સંદિપ રાય, ડો. અનિલ કારાપુરકર
રાજકોટના આંગણે મહેમાન બનશે
પદ્મભૂષણ ડો. તેજસ પટેલ,
પદ્મશ્રી ડો. રણદીપ ગુલેરીયા
પદ્મશ્રી ડો. કમલ કે. શેઠી
પદ્મશ્રી ડો. શશાંક જોષી
(1:02 PM IST)










