<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th October 2024

રાજકોટ જીલ્લાના પ તાલુકામાં ૨II કરોડથી વધુના ખર્ચે રમતગમતના પ મેદાનો બનાવવાનું કામ ગતિમાં

લોધીકા-ઉપેલેટા-જામકંડોરણા-પડધરી-કોટડાસાંગાણીની પસંદગીઃ કલેકટરનો નિર્દેશ : તમામ મેદાનમાં વોલીબોલ, કબડ્ડી, ખો-ખો, બાસ્‍કેટબોલ- ૪૦૦ મીટર રર્નિંગ ટ્રેકની સુવિધા

રાજકોટ તા.૩: સ્‍પોર્ટસમાં ભારે રૂચિ ધરાવનાર રાજકોટ જીલ્લાના કલેકટર શ્રી પ્રભવ જોષીએ આજે પત્રકારોને જણાવ્‍યું હતું કે, રાજકોટ જીલ્લાના પાંચ તાલુકામાં રાા કરોડથી વધુ એટલે કે ૨૬૪ લાખથી વધુના ખર્ચે યુવક-યુવતીઓના પ્રેરણારૂપ રમત-ગમતના મેદાનને બનાવવાનું કામ પુરગતિમાં ચાલુ છે. આની ગ્રાન્‍ટ ડીસ્‍ટ્રીકટ  મેડલ ફાઉન્‍ડેશનમાંથી આવી રહી છે.

તેમણે જણાવેલ કે લોધીકામાં ૭ એકર જગ્‍યા ઉપર ૬૫ લાખના ખર્ચે, ઉપલેટા-૫૧ લાખ, જામકંડોરણા-૪૮ લાખ, પડધરી-૪૬ લાખ તથા કોટડાસાંગાણીમાં ૩૪.૬૪ લાખના ખર્ચે મેદાનો બની રહયા છે. જસદણ ખાતે મેદાન છે. જયારે ગોંડલ- ધોરાજી, જેતપુર પંથકમાં રમત-ગમતના મેદાનો માટે જગ્‍યાઓની શોધખોળ ચાલુ છે. દરેક મેદાન ઉપર વોલીબોલ, કબડ્ડી, ખો-ખો, બાસ્‍કેટ બોલ, તથા ૪૦૦ મીટર રનીંગ-વોકીંગ ટ્રેકની સુવિધા ઉભી થઇ રહી છે. દરેક મેદાનમાં દેખરેખ માટે જે તે વિસ્‍તારના મામલતદારના વડપણ હેઠળની કમિટી કાર્યવાહી કરશે.

 

(11:39 AM IST)