News of Friday, 4th October 2024
સાધુ વાસવાણી રોડ પર આવાસ ક્વાર્ટરમાં પડી જતાં વૃધ્ધનું મોત
૬૦ વર્ષના કરસનભાઇ કારૂએ હોસ્પિટલમાં દમ તોડયો

રાજકોટ તા. ૪: સાધુ વાસવાણી રોડ પર જનકપુરી નજીક ગંગોત્રી ડેરી નજીક આવાસ યોજના ક્વાર્ટરમાં રહેતાં વૃધ્ધ તેમના ઘરમાં પડી જતાં પગમાં ઇજા થતાં સારવાર દરમિયાન મૃત્યુ થયું છે.
જાણવા મળ્યા મુજબ આવાસ ક્વાર્ટરમાં રહેતાં કસરનભાઇ મનજીભાઇ કારૂ (ઉ.વ.૬૦) નામના વૃધ્ધ તા. ૨ના રોજ પોતાના ઘરમાં ચાલતાં ચાલતાં પડી જતાં પગમાં ઇજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. અહિ ગત સાંજે મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા સહિતે જાણ કરતાં યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઇ ડી. આર. રત્નુએ જરૂરી કાર્યવાહી કરી હતી.
(1:14 PM IST)










