News of Friday, 4th October 2024
નવરાત્રીમાં જગદંબાના કયા નવ સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે ?
નવરાત્રિના પહેલા નોરતે માતા શૈલપૂત્રીની ઉપાસના

શૈલપૂત્રીએ માતા પાર્વતીનું જ એક સ્વરૂપ છે જે પર્વતપૂત્રી તરીકે ઓળખાય છે.ર્માં દુર્ગા પોતાના પહેલા સ્વરૂપમાં શૈલપૂત્રીના નામથી જાણવામાં આવે છે.પર્વતરાજ હિમાલયને ત્યાં પૂત્રીના રૂપમાં ઉત્પન્ન થવાના કારણે તેમનું નામ શૈલપૂત્રી પડ્યું છે.પોતાના પૂર્વજન્મમાં તે પ્રજાપતિ દક્ષની કન્યાના રૂપમાં ઉત્પન્ન થયાં હતાં.તે સમયે તેમનું નામ સતી હતું.
નવરાત્રીના બીજા નોરતે માતા
બ્રહ્મચારિણીની ઉપાસના
ર્માં દુર્ગાની નવ શક્તિઓમાં બીજું સ્વરૂપ માતા બ્રહ્મચારિણીનું છે. અહી બ્રહ્મ શબ્દનો અર્થ તપસ્યા છે.બ્રહ્મચારિણી એટલે તપની ચારિણી..તપનું આચરણ કરનારી.તેમના જમણા હાથમાં જપની માળા તથા ડાબા હાથમાં કમંડલ હોય છે.પોતાના પૂર્વજન્મમાં જયારે તે હિમાલય અને મેનાના ઘેર પૂત્રીરૂપે ઉત્પન્ન થયાં ત્યારે નારદજીના ઉપદેશ અનુસાર તેમને ભગવાન શિવને પતિરૂપમાં પ્રાપ્ત કરવા અત્યંત કઠીન તપસ્યા કરી હતી.આ દુષ્કર તપસ્યાના કારણે તેમને તપヘારિણી એટલે કે બ્રહ્મચારિણી નામથી ઓળખવામાં આવે છે. દુર્ગાજીનું આ બીજું સ્વરૂપ ભક્તો અને સિદ્ધોને અનંત ફળ આપનાર છે.તેમની ઉપાસનાથી મનુષ્યમાં તપ ત્યાગ વૈરાગ્ય સદાચાર અને સંયમમાં વૃદ્ધિ થાય છે.
નવરાત્રીના ત્રીજા નોરતે
માતા ચંદ્રઘંટાની ઉપાસના
માતાજીનું આ સ્વરૂપ પરમ શાંતિદાયક અને કલ્યાણકારી છે.તેમના મસ્તક ઉપર ઘંટના આકારનો અર્ધચંદ્ર છે તેથી તેમને ચંદ્રઘંટા દેવી કહેવામાં આવે છે.તેમના શરીરનો રંગ સુવર્ણ સમાન ચમકીલો છે.તેમને દશ હાથ છે.આ દશ હાથોમાં ખડગ વગેરે શસ્ત્રો તથા બાણ વિભૂષિત છે.તેમનું વાહન સિંહ છે.તેમની ઉપાસના કરવાથી તમામ પાપો અને અડચણો દૂર થઇ તમામ સાંસારીક કષ્ટોથી મુક્તિ મળે છે અને સહજમાં જ પરમપદના અધિકારી બની જઇએ છીએ.
નવરાત્રીના ચોથા નોરતે માતાની ઉપાસના
પોતાની મંદ હલ્કા હાસ્યના દ્વારા અંડ એટલે કે બ્રહ્માંડને ઉત્પન્ન કરવાના કારણે તેમને કૂષ્માણ્ડા દેવી કહેવામાં આવે છે.જયારે સૃષ્ટિનું અસ્તિત્વ નહોતું ચારે તરફ અંધકાર પરીવ્યાપ્ત હતો ત્યારે આ દેવીએ પોતાના ઇષત્ હાસ્યથી બ્રહ્માંડની રચના કરી હતી એટલે સૃષ્ટિના આદિ-સ્વરૂપા..આદિ-શક્તિ કહેવાય છે.તેમનો નિવાસ સૂર્યમંડળના અંદરના લોકમાં છે.સૂર્યલોકમાં નિવાસ કરવાની ક્ષમતા અને શક્તિ ફક્ત તેમનામાં જ છે.તેમના શરીરની ક્રાંતિ અને પ્રભા સૂર્ય સમાન દૈદીપ્યમાન અને ભાસ્વર છે.અન્ય કોઇ દેવી-દેવતા તેમના તેજની તુલના કરી શકતાં નથી.બ્રહ્માંડની તમામ વસ્તુઓ અને પ્રાણીઓમાં અવસ્થિત તેજ તેમની જ છાયા છે.ર્માં કૂષ્માણ્ડાને આઠ હાથ છે એટલે તે અષ્ટભૂજા દેવીના નામથી વિખ્યાત છે.તેમના સાત હાથોમાં ક્રમશઃ કમંડલ ધનુષ્ય-બાણ કમળનું પુષ્પ અમૃતપૂર્ણ કલશ ચક્ર તથા ગદા છે.આઠમા હાથમાં તમામ સિદ્ધિઓ અને નિધિઓ આપનાર જપમાળા છે.તેમનું વાહન સિંહ છે.
નવરાત્રીના પાંચમા નોરતે સ્કન્દમાતાની ઉપાસના
ભગવાન સ્કંન્દ કાર્તિકેય નામથી ઓળખાય છે.કાર્તિકેય દેવાસુર સંગ્રામમાં દેવતાઓના સેનાપતિ બન્યા હતા.પુરાણોમાં તેમને કુમાર અને શક્તિધર કહીને તેમની મહિમાનું વર્ણન કરવામાં આવ્યું છે.તેમનું વાહન મોર છે.ભગવાન સ્કંન્દની માતા હોવાના કારણે ર્માં દુર્ગાજીના આ પાંચમા સ્વરૂપને સ્કંન્ધ માતાના નામથી જાણવામાં આવે છે.તેમના ચિત્ર કે મૂર્તિમાં જોઇએ તો ભગવાન સ્કંન્દજી બાળકરૂપમાં તેમના ખોળામાં બેઠેલા હોય છે.તેમની ઉપાસના કરવાથી ભક્તોની તમામ ઇચ્છાઓ પૂર્ણ થાય છે.આ મૃત્યુલોકમાં જ તેમને પરમશાંતિ અને સુખનો અનુભવ થવા લાગે છે.મોક્ષનું દ્વાર તેમના માટે સુલભ થઇ જાય છે.સ્કંન્દમાતાની ઉપાસના કરવાથી બાળસ્વરૂપ સ્કંન્ધ ભગવાનની ઉપાસના આપોઆપ થઇ જાય છે.
નવરાત્રીના છઠ્ઠા નોરતે માઁ
કાત્યાયની દેવીની ઉપાસના
કત નામના એક પ્રસિદ્ધ મહર્ષિ હતા.તેમના પૂત્ર ઋષિ કાત્ય થયા.આ કાત્ય ગોત્રમાં વિશ્વ પ્રસિદ્ધ મહર્ષિ કાત્યાયન થયા.તેમને ભગવતી પરામ્બાની ઉપાસના કરતાં કરતાં ઘણા વર્ષો સુધી ઘણી જ કઠીન તપસ્યા કરી.તેમની તપસ્યાથી પ્રસન્ન થઇ માતા ભગવતીએ તેમને પ્રત્યક્ષ દર્શન આપ્યા.મહર્ષિ કાત્યાયનની ઇચ્છા હતી કે ર્માં ભગવતી તેમના ઘેર પૂત્રીના રૂપમાં જન્મ લે.ર્માં ભગવતીએ તેમની પ્રાર્થનાનો સ્વીકાર કર્યો.મહર્ષિ કાત્યાયનના ત્યાં આદ્યશક્તિ ર્માં દુર્ગાજીએ પૂત્રીના રૂપમાં જન્મ ધારણ કર્યો હતો તેથી તેમનું નામ કાત્યાયની દેવી પડ્યું છે.ર્માં કાત્યાયની અમોઘફલદાયિની છે.
નવરાત્રીના સાતમા નોરતે
માઁ કાલરાત્રિની ઉપાસના
કાલરાત્રી દેવીના શરીરનો રંગ ગાઢ અંધકાર જેવો એકદમ કાળો છે. માથાના વાળ વિખરાયેલા છેગળામાં વિદ્યુતની જેમ ચમકતી માળા છે.તેમને ત્રણ નેત્ર છે.આ ત્રણે નેત્ર બ્રહ્માંડની જેમ ગોળ છે. જેમાંથી વિદ્યુત સમાન ચમકીલા કિરણો નીકળી રહ્યા છે.તેમના નાકમાંથી નીકળતા શ્વાસ-પ્રશ્વાસથી અગ્નિની ભયંકર જવાળાઓ નીકળે છે.તેમનું વાહન ગધેડો છે. પૌરાણિક કથા પ્રમાણે શુંભ અને નિશુંભ નામના અસુરોનો સંહાર કરવા માટે દેવી પાર્વતીએ કાલરાત્રિ સ્વરૂપ ધારણ કર્યું હતું. શનિ ગ્રહનું સંચાલન દેવી કાલરાત્રિ દ્વારા કરાય છે.ર્માં કાલરાત્રિનું મુખ્ય મંદિર કોલકાતાના કાલિઘાટ પર આવેલું છે. ર્માં કાલરાત્રિ દુષ્ટોનો વિનાશ કરનારી છે.દાનવ દૈત્ય રાક્ષસ ભૂત-પ્રેત વગેરે તેમના સ્મરણમાત્રથી ભયભીત થઇને ભાગી જાય છે.ર્માં કાલરાત્રિ ગ્રહ-બાધાઓ દૂર કરનાર છે.તેમના ઉપાસકને અગ્નિ જળ જીવ જંતુ શત્રુ વગેરેનો ભય ક્યારેય થતો નથી.તેમની કૃપાથી ઉપાસક ભયમુક્ત બની જાય છે.
નવરાત્રીના આઠમા નોરતે ર્માં મહાગૌરીની ઉપાસના
તેમનો વર્ણ પૂર્ણતઃ ગોરો છે. આ ગૌરતાની ઉપમા શંખ-ચંદ્ર અને કસ્તુરી મોગરાના ફુલ સાથે કરવામાં આવે છે.તેમનું આયુષ્ય આઠ વર્ષનું માનવામાં આવે છે અષ્ટવર્ષા ભવેદ્ ગૌરી તેમના તમામ વસ્ત્રો અને આભૂષણ વગેરે શ્વેત છે એટલે શ્વેતાંબરધરા તરીકે પણ ઓળખાય છે.તેમને ચાર હાથ છે.તેમનું વાહન વૃષભ છે તેથી તેમને વૃષારૂઢ તરીકે ઓળખાય છે. દૈવી મહાગૌરી રાહુ ગ્રહનું સંચાલન કરે છે.
નવરાત્રીના નવમા નોરતે ર્માં દુર્ગાજીની નવમી શક્તિ સિદ્ધિદાત્રીની ઉપાસના
તે તમામ પ્રકારની સિદ્ધિઓ આપનારી દેવી છે.ર્માં સિદ્ધિદાત્રી ભક્તો અને સાધકોને આ તમામ સિદ્ધિઓ પ્રદાન કરવામાં સમર્થ છે.દેવી ભાગવત પુરાણ પ્રમાણે બ્રહ્માંડની શરૂઆતમાં ભગવાન શિવે સૃષ્ટિની રચના માટે આદિ-પરાશક્તિની ઉપાસના કરી હતી.આદિ-પરાશક્તિ દેહ સ્વરૂપ ધરાવતા ન હતા આથી આદિ-પરાશક્તિ શિવનાં અર્ધા દેહમાંથી સિદ્ધિદાત્રી સ્વરૂપે પ્રગટ્યા.આમ ભગવાન શિવના અર્ધનારીશ્વર સ્વરૂપમાં અર્ધો દેહ તે દેવી સિદ્ધિદાત્રી..ર્માં સિદ્ધિદાત્રીને ચાર હાથ છે.તેમના જમણી બાજુના ઉપર તરફના હાથમાં ગદા અને નીચે તરફના હાથમાં ચક્ર છે.ડાબી બાજુના ઉપર તરફના હાથમાં કમળનું પુષ્પ અને નીચે તરફના હાથમાં શંખ છે.તેમનું વાહન સિંહ છે.તે કમળ-પુષ્પ ઉપર આસિન છે.
નવરાત્રી પૂજનના નવમા
દિવસે તેમની ઉપાસના
આ દિવસે શાષાીય વિધિ-વિધાન અને પૂર્ણ નિષ્ઠાથી સાધના કરનાર સાધકને તમામ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્તિ થાય છે. સૃષ્ટિમાં કશું જ તેમના માટે અગમ્ય રહેતું નથી. સમગ્ર બ્રહ્માંડ ઉપર પૂર્ણ વિજય પ્રાપ્ત કરવાનું સામર્થ્ય તેમનામાં આવી જાય છે. પ્રત્યેક મનુષ્યનું કર્તવ્ય છે કે તેમને ર્માં સિદ્ધિદાત્રીની કૃપા પ્રાપ્ત કરવા માટે નિરંતર આરાધના કરવાનો પ્રયત્ન કરવો જોઇએ. તેમની કૃપાથી અત્યંત દુઃખરૂપ સંસારથી નિર્લિપ્ત રહીને તમામ સુખોનો ભોગ કરતાં કરતાં મોક્ષને પ્રાપ્ત કરે છે. ર્માં ભગવતીના ચરણોનું સાનિધ્ય પ્રાપ્ત કરવા માટે અમારે નિરંતર નિયમનિષ્ઠ રહીને ઉપાસના કરવી જોઇએ. ર્માં ભગવતીનું સ્મરણ-ધ્યાન અને પૂજન અમોને આ સંસારની અસારતાનો બોધ કરાવીને વાસ્તવિક પરમ શાંતિદાયક અમૃતપદની તરફ લઇ જાય છે.

(2:44 PM IST)










