News of Friday, 4th October 2024
જીવનનગરની ગરબીનો ૪૩માં વર્ષમાં પ્રવેશઃ વિજયભાઇ રૂપાણીના હસ્તે પ્રારંભ

રાજકોટઃ જીવનનગર વિકાસ સમિતિ સંચાલિત જીવનનગર નવરાત્રિ મહોત્સવ સમિતિ, વોર્ડ નં. ૧૦ જાગળત નાગરિક મંડળ, મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે ૪૩માં વર્ષે નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થયો હતો.
પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પ્રાચીન ગરબીનું હાર્દ સમજાવી કલા સંસ્કળતિનું પર્વ પ્રાચીન ગરબી છે. જીવનનગર ગરબીને આદર્શને એવોર્ડ સાર્થક કરેલ છે. પૂજાબેન પંડયા અને વિપુલભાઈ પંડયાને અભિનંદન પાઠવ્યા હતા.
પ્રદેશ ભા.જ.૫. ના શ્રીમતિ અંજલિબેન રૂપાણી કેળવણીકાર ચંદ્રકાન્તભાઈ મંડિરે લ્હાણી વિતરણ કરેલ. ગરબીનો ૪૩માં વર્ષમાં પ્રવેશ થયો હોવાનું યાદીમાં જણાવાયું છે. વિપુલભાઈ પંડયાનું સન્માન કરવામાં આવ્યું હતું.
મહિલા મંડળના પ્રમુખ સુનિતાબેન વ્યાસે મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરેલ. સમિતિના વિનોદરાય ભટ્ટ, પાર્થ ગોહેલ, અંકલેશ ગોહિલ, અનંતભાઈ ગોહેલ, મહિલા મંડળના ભારતીબેન ગંગદેવ, શોભનાબેન ભાણવડિયા, સુનિતાબેન વ્યાસ, નેહાબેન મહેતા, જીગીશાબેન રાવલ, જ્યોતિબેન પુજારા, યોગિતાબેન જોબનપુત્રા, આશાબેન મજેઠીયા, હર્ષાબેન પંડયા, અલ્કાબેન પંડયા કાર્યક્રમને સફળ બનાવેલ.
(2:47 PM IST)










