<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th October 2024

‘અકિલા-લોહાણા મહાજન રાસોત્‍સવ': પ્રથમ નોરતાના વિજેતાઓને ઇનામ વિતરણ

રાજકોટ : લોહાણા મહાજન પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂ, શ્રીમતિ સ્‍નેહાબેન પોબારૂ, અકિલા પરિવારના શ્રીમતિ કિરણબેન નિમિષભાઇ ગણાત્રા, અકિલાના એકઝીકયુટીવ એડીટર અને વેબ એડીશનના તંત્રી શ્રી નિમિષભાઇ ગણાત્રા, રાજકોટ લોહાણા મહાજનના કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, રાસોત્‍સવના પ્રોજેકટ ચેરમેન શ્રી હિરેનભાઇ ખખ્‍ખર, નિર્ણાયકશ્રીઓશ્રી કૌશિકભાઇ સિંધવ તથા જયશ્રીબેન પંડયા, મહાજન ટ્રસ્‍ટી શ્રીમતિ રીટાબેન કુંડલીયા, શ્રી નરેન્‍દ્રભાઇ નથવાણી તથા શ્રીમતિ નિકિતાબેન નથવાણી, અગ્રણી શેરબ્રોકરશ્રી પરેશભાઇ વાઘાણી, શ્રીમતિ પ્રવિણાબેન કિશોરભાઇ કોટક તથા શ્રી કિશોરભાઇ કોટક, નિર્ણાયકશ્રીઓશ્રી દર્પણભાઇ સોની તથા અવનિકાબેન ગોસ્‍વામી, મહાજન મંત્રી શ્રીમતિ રીટાબેન ભૂપેન્‍દ્રભાઇ કોટક સહિતના મહાનુભાવોના હસ્‍તે પ્રિન્‍સ, પ્રિન્‍સેસ વેલડ્રેસ વિજેતાઓને કુલ ૩૪ ઇનામો આપવામાં આવ્‍યા હતા જે તસ્‍વીરમાં નજરે પડે છે.

રાજકોટ, તા. ૪ : ગુજરાત  સહિત સમગ્ર વિશ્વમાં ગઇકાલથી નવરાત્રીનો તહેવાર શરૂ થઇગયો છે  ત્‍યારે વિશ્વના સૌથી મોટા લોહાણા મહાજન ‘રાજકોટ લોહાણા મહાજન'  દ્વારા ‘અકિલા-લોહાણા મહાજન રાસોત્‍સવ-ર૦ર૪નું ભવ્‍ય -ધમાકેદાર અને જાજરમાન આયોજન હરીશભાઇ લાખાણીનું ગ્રાઉન્‍ડ, માધાપર સર્કલ, રાજકોટ ખાતે કરવામાં આવ્‍યું છે. જેમાં પ્રથમ નોરતે જ જમાવટના પાટીયા જોવા મળ્‍યા હતા. હજારો ખેલૈયાઓ પ્રથમ નોરતાથી ભારે ઉત્‍સાહમાં જોવા મળ્‍યા હતા.

અકિલા  પરિવારના મોભી, જ્ઞાતિશ્રેષ્‍ઠી શ્રી કિરીટભાઇ ગણાત્રાના માર્ગદર્શન હેઠળ યોજાયેલ ‘અકિલા- લોહાણા મહાજન રાસોત્‍સવ-ર૦ર૪'માં પ્રથમ દિવસે જ હજારો ખેલૈયાઓ મન મુકીને રમ્‍યા હતા. અવનવા ફેન્‍સી અને રંગબેરંગી ડ્રેસ-પેશાકોથી રાસોત્‍સવનું વિશાળ અને સમથળ ગ્રાઉન્‍ડ સોળે કળાએ ખીલી ઉઠયું હતું. સુપ્રસિધ્‍ધ એસ.ડી. ગઢવી અકેસ્‍ટ્રાના સંચાલક અને વન  ઓફ ધ બેસ્‍ટ ડ્રમર સૌરભ ગઢવી, વિખ્‍યાત કલાકારો જયદાન ગઢવી, ગાથા પોટા, ધૈર્ય રાજપરા, પ્રિયા કેવીન પરમાર  તથા તેની સાથેની કોરસ સીંગરએ ટીમ, એક લાખ વોટની અદ્યતન સાઉન્‍ડ સિસ્‍ટમ, યુવાધનમાં લોકપ્રિય એન્‍કર શીવરામીસંહ ચુડાસમા સહિતના પરિબળોએ રઘુવંશીઓને થીરકવા મજબુર કરી દીધો હતા. પ્રથમ દિવસે જ વિશ્‍વના હજારો લોકોએ રાસોત્‍સવને ‘અકિલા'ના માધ્‍યમથી ઘર બેઠા લાઇવ નિહાળ્‍યો હતો.

સમગ્ર રાસોત્‍સવને અકિલાના એકઝીકયુટીવ એડીટર અને વેબ એડીશનના તંત્રીશ્રી નિમિષભાઇ ગણાત્રાનો સતત સાથ, સહકાર, હૂંફ મળી રહ્યા છે.

પ્રથમ નોરતે ‘અકિલા' પરિવારના મોભી, જ્ઞાતિના શ્રેષ્‍ઠી શ્રી કિરીટભાઇ ગણાત્રા, અકિલાના એકઝીકયુટીવ એડીટર અને વેબ એડીશનના તંત્રી શ્રી નિમિષભાઇ ગણાત્રા, પૂર્વ કેન્‍દ્રીય મંત્રી, ગુજરાતના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને હાલ રાજકોટના લોકપ્રિય સાંસદ શ્રી પરસોતમભાઇ રૂપાલા, રાજયસભાના સાંસદ શ્રી રામભાઇ મોકરીાય, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી, મહાનગરપાલિકાના ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા (ટીકુભા), સ્‍ટેન્‍ડીંગ કમિટી ચેરમેન શ્રી જયમીનભાઇ ઠાકર, દંડકશ્રી મનિષભાઇ રાડીયા, શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી વિક્રમભાઇ પૂજારા, ભાજપ અગ્રણીશ્રી દિનેશભાઇ કારીયા, રઘુવંશી અગ્રણીશ્રી છબીલભાઇ પોબારૂ સહિતના મહાનુભાવોએ માતાજીની આરાધના કરીને ખેલૈયાઓને પ્રોત્‍સાહિત કર્યા હતા.

પ્રથમ દિવસે પ્રિન્‍સ, પ્રિન્‍સેસ, વેલડ્રેસ સહિત કુલ ૩પ ઇનામો કોર મોબાઇલ તથા હરણ ચા એન્‍ડ સ્‍પાઇસીઝ તરફથી આપવામાં આવ્‍યા હતા. જેમાં ફીમેલમાં પ્રિન્‍સેસ તરીકે નિધિ પુજારા, ગાર્ગી જીવાણી, રીયા પોબારૂ, અંજલી ગોટેચા, ધૈર્યા અદાણી, ધ્રુવી પાબારી, ખુશી તન્ના, રાધીકા કોટક, મૌલી ચંદારાણા, યાના ધ્‍યાની, શશી કોટેચા, વિન્‍સી રાજદેવ, હેન્‍સી પોપટ, તુલસી સેજપાલ, હાર્વી વિઠ્ઠલાણી વિજેતા થયા હતા. વેલડ્રેસ પ્રિન્‍સેસ તરીકે યેશા પલાણ અને માહિ સોમૈયા વિજેતા બન્‍યા હતા.

પ્રિન્‍સ તરીકે જૈમિત નથવાણી, રોનક સેજપાલ, પાર્થ રાજપોપટ, આયુષ વિઠ્ઠલાણી, આકાશ કોટેચા, હર્ષ પુજારા, યુગ નથવાણી, દિપ રાજા, ભાવિન કક્કડ, ભવ્‍ય મણીાયર, દેવર્ષ પાબારી, પૂર્વા નથવાણી, સૌમ્‍ય અનડકટ, યશ ઉનડકટ, પ્રિયાંશ જોબનપુત્રા વિજેતા થયા હતા. વેલડ્રેસ પ્રિન્‍સ તરીકે વિશેષ સાદરાણી અને નક્ષ રૂપારેલીયા વિજેતા બન્‍યા હતા.

વિજેતાઓને રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ, શ્રીમતિ સ્‍નેહાબેન રાજુભાઇ પોબારૂ, મહાજનના કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, અકિલાના એકઝીકયુટીવ એડીટર ને વેબ એડીશનના તંત્રી શ્રી નિમિષભાઇ ગણાત્રા, શ્રીમતિ કિરણબેન નિમિષભાઇ ગણાત્રા, ટ્રસ્‍ટી શ્રી કિશોરભાઇ કોટક, શ્રીમતિ પ્રવિણાબેન કિશોરભાઇ કોટક, હિરેનભાઇ ખખ્‍ખર, નરેન્‍દ્રભાઇ નથવાણી તથા શ્રીમતિ નિકીતાબેન નથવાણી, પરેશભાઇ વાધાણી, શ્રીમતિ રીટાબેન કોટક, શ્રીમતિ રીટાબેન કુંડલીાય, ધવલભાઇ ખખ્‍ખર ચારેય નિર્ણાયકો શ્રી કૌશિકભાઇ સીંધવ, દર્પણભાઇ સોની, અવનિકાબેન ગૌસ્‍વામી, જયશ્રીબેન પંડયા વિગેરે મહાનુભાવોના હસ્‍તે ઇનામો આપવામાં આવ્‍યા હતા.

હજ્‍જારો ખેલૈયાઓની આતુરતાનો અંત લાવનાર ‘અકિલા લોહાણા મહાજન રાસોત્‍સવ-૨૦૨૪'ને સફળ બનાવવા માટે રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો.નિશાંતભાઇ ચોટાઇ, મહાજન ઉપપ્રમુખ શ્રીમતિ રૂપલબેન રાજદેવ, મંત્રી શ્રીમતી રીટાબેન કોટક, ખજાનચી શ્રી ધવલભાઇ કારીયા, રાસોત્‍સવના પ્રોજેકટ ચેરમેનશ્રી હિરેનભાઇ ખખ્‍ખર, લોહાણા મહાજનના ટ્રસ્‍ટીઓશ્રી હરીશભાઇ લાખાણી, શ્રી જીતુભાઇ ચંદારાણા, શ્રી કિશોરભાઇ કોટક, એડવોકેટ શ્‍યામલભાઇ સોનપાલ, ડો.પરાગભાઇ દેવાણી, એડવોકેટ તુષારભાઇ ગોકાણી, શ્રી શૈલેષભાઇ પાબારી, શ્રી દિનેશભાઇ બવારીયા, એડવોકેટ મનિષભાઇ ખખ્‍ખર, ડો.જનકભાઇ ઠક્કર, શ્રી મુકેશભાઇ પાબારી, ડો.ભાવેશભાઇ સચદે, ડો.ચેતનભાઇ હિન્‍ડોચા, શ્રી ધવલભાઇ ખખ્‍ખર, શ્રીમતિ રીટાબેન કુંડલીયા, શ્રીમતિ અલ્‍પાબેન બરછા, શ્રીમતિ અલ્‍કાબેન પુજારા, શ્રીમતિ નિકીતાબેન નથવાણી, ડો.કૃપાબેન ઠક્કર, શ્રીમતિ ભાવિનીબેન ખખ્‍ખર, શ્રીમતિ સીમાબેન રાજદેવ, વિખ્‍યાત નવરંગ ગ્રુપ રાજકોટના શ્રી પરેશભાઇ ચગ, અજયભાઇ ખખ્‍ખર, લોહાણા મહાજન વાડી એડમિનિસ્‍ટ્રેટર હિતેનભાઇ દક્ષિણિ- પારેખ સહિતના અગ્રણીઓ ભારે જહેમત ઉઠાવી રહયા છે.

(2:48 PM IST)