News of Friday, 4th October 2024
અકિલા -લોહાણા મહાજન રાસોત્સવઃ પ્રથમ નોરતે જ જમાવટના પાટીયા

‘જગ આખાથી નોખી એવી રઘુવંશીઓની રમઝટ': ખરા અર્થમાં જોવા મળી : હજ્જારો ખેલૈયાઓ મન મૂકીને રમ્યાઃ અવનવા ફેન્સી અને રંગબેરંગી ડ્રેસથી હરીશભાઇ લાખાણીનું વિશાળ મેદાન સોળે કળાએ ખીલી ઉઠયું. :અકિલા પરિવારના મોભી કિરીટભાઇ ગણાત્રા, અકિલાના એકઝીકયુટીવ એડીટર અને વેબ એડીશનના તંત્રી નિમિષભાઇ ગણાત્રા, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટનાં સાંસદ પરષોતમભાઇ રૂપાલા, રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી, મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા (ટીકુભાઇ), સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, દંડક મનિષભાઇ રાડીયા, શિક્ષણ સમિતિના ચેરમન વિક્રમભાઇ પૂજારા, ભાજપ અગ્રણી દિનેશભાઇ કારીયા સહિતના મહાનુભાવોએ માતાજીની આરાધના કરી ખેલૈયાઓને પ્રોત્સાહિત કર્યા :સુપ્રસિધ્ધ એસ.ડી.ગઢવી ઓકેસ્ટ્રા, વિખ્યાત ગાયક કલાકારો, એક લાખ વોટની અદ્યતન સાઉન્ડ સિસ્ટમ, લોકપ્રિય એન્કર સહિતના તમામ પરિબળોએ રઘુવંશી ખેલૈયાઓને થીરકવા મજબુર કરી દીધા : પ્રિન્સ, પ્રિન્સેસ, વેલડ્રેસ વિજેતાઓને રોજેરોજ ૩૪ આકર્ષક ઇનામોથી નવાજવામાં આવે છે : મેગા ફાઇનલમાં પણ લાખો રૂપિયાના ઇનામોનો વરસાદ થશે : લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતના ટ્રસ્ટી મંડળ-ટીમ દ્વારા જોરદાર આયોજન : પ્રથમ દિવસે જ હજ્જારો લોકોએ ‘અકિલા'ના માધ્યમથી રાસોત્સવને લાઇવ નિહાળ્યો
રાજકોટ : રાજકોટ લોહાણા મહાજન આયોજીત ‘અકિલા-લોહાણા મહાજન રાસોત્સવ-ર૦ર૪'માં પ્રથમ નોરતે જ ચિક્કાર મેદની જોવા મળી હતી. ‘અકિલા' પરિવારના મોભી, જ્ઞાતિશ્રેષ્ઠી શ્રી કિરીટભાઇ ગણાત્રા, અકિલાના એકઝીકયુટીવ એડીટર અને વેબ એડીશનના તંત્રીશ્રી નિમિષભાઇ ગણાત્રા, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને હાલ રાજકોટના સાંસદ શ્રી પરષોતમભાઇ રૂપાલા, રાજયસભાના સાંસદશ્રી રામભાઇ મોકરીયા, રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખશ્રી મુકેશભાઇ દોશી, રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા (ટીકુભાઇ), સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન શ્રી જયમીનભાઇ ઠાકર, દંડક શ્રી મનીષભાઇ રાડીયા, શિક્ષણ સમિતિ ચેરમેન શ્રી વિક્રમભાઇ પુજારા, મહાજન ટ્રસ્ટીઓશ્રી હરીશભાઇ લાખાણી, હિરેનભાઇ ખખ્ખર, કિશોરભાઇ કોટક રઘુવંશી અગ્રણીશ્રી છબીલભાઇ પોબારૂ સહિતના મહાનુભાવોએ માતાજીની આરાધના કરી હતી અને ખેલૈયાઓને પ્રોત્સાહિત કર્યા હતા. સાથે સાથે હળવી પળો માણીને યાદગીરીરૂપ દિવસો વાગોળ્યા હતા જે તસ્વીરમાં નજરે પડે છે. ખેલૈયાઓએ પણ વિવિધ સ્ટાઇલમાં રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી. રાસોત્સવની શરૂઆતમાં શ્રીમતિ કિરણબેન નિમિષભાઇ ગણાત્રા, શ્રીમતિ સ્નેહાબેન રાજુભાઇ પોબારૂ, શ્રીમતિ સ્મિતાબેન છબીલભાઇ પોબારૂ, કોર્પોરેટર શ્રીમતિ દક્ષાબેન ભરતભાઇ વસાણી, શ્રીમતિ મીનાબેન હરીશભાઇ લાખાણી, માહિબેન નિમિષભાઇ ગણાત્રા વિગેરેએ માતાજીની ભાવપૂર્વક આરતી કરી હતી જે દૃશ્યમાન થાય છે.
(2:48 PM IST)










