તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
News of Friday, 4th October 2024
ગરબી જોઇને ઘરે જઇ રહેલા વીરબહાદુરને આંતરી ખિસ્સા તપાસ્યા, કંઇ ન મળતાં છરી ઝીંકી દેવાઇ
કોઠારીયા સોલવન્ટ શીતળાધારનો બનાવઃ સચીન સહિતે હુમલો કર્યાનો આક્ષેપઃ ઘટનાની ખરાઇ કરવા પોલીસની તપાસ

રાજકોટ તા. ૪: કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં શિતળાધાર પાસે રહેતાં અને કડીયા કામની મજૂરી કરતાં મુળ યુપીના વિરબહાદુર હરિભાઇ મહંતો (ઉ.વ.૩૬)ને રાતે ગરબી જોઇને ચાલીને ઘર તરફ જતો હતો ત્યારે આ વિસ્તારના સચીન નામના શખ્સ તથા તેની સાથેના બે અજાણ્યાએ અટકાવી ખિસ્સા તપાસી છરીથી હુમલો કરી પગમાં ઘા ઝીંકી દેતાં લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. વિરબહાદુરના કહેવા મુજબ પોતે ઘરેથી નજીકમાં ચાલીને ગરબી જોવા ગયો હતો. પાછો ઘરે જતો હતો ત્યારે રસ્તામાં સચીન અને બે અજાણ્યા બેસી કંઇક ચીલમ જેવુ પીતા હોઇ તેણે મને અટકાવી જે હોય તે આપી દેવાનું કહેતાં મેં તેને કંઇ નથી મારી પાસે તેમ કહેતાં તેણે ખિસ્સા તપાસ્યા હતાં. પણ રોકડ કે મોબાઇલ કંઇ ન મળતાં ઉશ્કેરાઇ જઇ ગાળો દીધી હતી અને ઝપાઝપી ચાલુ કરી હતી. હું ભાગવા જતાં પગમાં છરી મારી દીધી હતી.
હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા, ધર્મેન્દ્રભાઇ હુદડ, ભાવેશભાઇ મકવાણા, તોફિકભાઇ જુણાચે જાણ કરતાં આજીડેમ પોલીસે ખરેખર શું બન્યું? તે જાણવા વિશેષ કાર્યવાહી હાથ ધરી હતી.
(2:52 PM IST)










