<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th October 2024

અંબે માના ઉંચા મંદિર નીચા ગોખ, ઝરૂખડે દીવા બળે રે લોલ...

શ્રીનાથજી સોસાયટીમાં બહેનો, દીકરીઓ દ્વારા માતાજીનું સામૈયું, આરતી

રાજકોટઃ અહિંના મવડી સ્‍થિત શ્રીનાથજી સોસાયટી શેરી નં. ૧૧ માં શ્રી જય અંબે ગરબી મંડળ દ્વારા છેલ્લા રર વર્ષથી પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે વિસ્‍તારના બહેનો, દીકરીઓ દ્વારા ગરબા, રાસ રજૂ કરવામાં આવે છે ગઇકાલે પ્રથમ નોરતે માતાજીના સામૈયા બાદ આરતી કરવામાં આવી હતી. આયોજનમાં સગુણાબેન બગથરીયા, કોમલબેન ગોંડલીયા, પૂનમબેન બગથરીયા, વૈભવીબેન, દિવ્‍યા બગથરીયા, હંસાબેન સંચાણીયા, જોશનાબેન ઝાલા, સંગીતાબેન, કમળાબેન પઢીયાર, કૈલાશબા ઝાલા, જયશ્રીબેન, રૂપલબેન, પ્રિતીબેન પરમાર, નેહલબેન, કિરણબેન, અંજુબેન ગોડીયા, પુનમબેન ઝાલા, વંદનાબેન, ભવ્‍ય ગોંડલીયા વિ. જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(3:14 PM IST)