<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th October 2024

કુમકુમના પગલાં પડયા...માડીનાં હેત ઢળ્‍યાઃ ગોપી રાસોત્‍સવમાં રમઝટ બોલી

રાજકોટઃ ડી.એચ. કોલેજનાં ગ્રાઉન્‍ડમાં નવરંગી રોશની વચ્‍ચે માતાજીની આરાધના શરૂ થઇ હતી. સરગમ લેડીઝ કલબના સુંદર આયોજન ઉપર મહેમાનોએ રાજીપો વ્‍યકત કરેલ.

પ્રથમ નોરતે આરતીનો લાભ વજુભાઈ વાળા (પૂર્વ રાજ્‍યપાલ કર્ણાટક), કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, સંસદ સભ્‍ય રામભાઇ મોકરીયા, ગુજરાત કોગ્રેસ પ્રદેશ અગ્રણી મહેશભાઇ રાજપુત, મનીષભાઈ માડેકા (રોલેક્ષ કંપની - ચેરમેન)એ લીધો હોવાનું સરગમના પ્રમુખ ગુણુભાઇ ડેલાવાળાએ જણાવ્‍યું છે.

ઇનામો યુ.કે. બ્રાભરણીયા (પીએસઆઇ), અમિતભાઈ ગોહેલ, ઘનશ્‍યામભાઈ પરસાણા, કાશ્‍મીરાબેન નથવાણી, ડો.ચંદાબેન શાહ, નીલુબેન મહેતા, સુધાબેન ભાયા, અલકાબેન કામદાર, ભાવનાબેન બગડાઈ, માયાબેન પટેલ, ગીતાબેન હરીયાણી, છાયાબેન દવે વગેરેના હસ્‍તે આપવામાં આવેલ.

સરગમ લેડીઝ કલબ દ્વારા આયોજિત ગોપી રાસોત્‍સવમાં માતાજીના પરંપરાગત ગરબા ઉપર મોટી સંખ્‍યામાં બહેનો રાસ રમી રહી છે. આ રાસોત્‍સવમાં વિજેતા બહેનોને રોજેરોજ લાખેણા ઇનામો આપવામાં આવે છે.

કાર્યક્રમને સફળ બનાવવા ગુણવંતભાઈ ડેલાવાળા, રાજભા ગોહેલ, ભરતભાઇ સોલંકી, રાજેન્‍દ્રભાઇ શેઠ, મનસુખભાઇ ધંધુકિયા, રમેશભાઈ અકબરી, જયસુખભાઇ ડાભી, મનમોહનભાઈ પનારા, પ્રફુલભાઈ પરમાર તેમજ લેડીઝ ક્‍લબના જસુમતીબેન વસાણી, અલકાબેન ધામેલિયા, ચેતનાબેન સવજાણી, હેતલબેન થડેશ્વર, વૈશાલીબેન શાહ, આશાબેન ભૂછડા, મિતલબેન ચગ તથા લેડીઝ ક્‍લબ અને જેન્‍ટ્‍સ ક્‍લબના કમીટી મેમ્‍બરો જહેમત ઉઠાવી રહયાનું સરગમની યાદીમાં જણાવાયું છે.

(3:17 PM IST)