<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th October 2024

મનપા દ્વારા હવે છેક મોદકના નમુના લેવાયા !!

ઘોડા છુટયા બાદ તબેલાને તાળા જેવી સ્‍થિતિ : ઘોડા છુટયા બાદ તબેલાને તાળા જેવી સ્‍થિતિ : ભકિત આશ્રમ હોકર્સ ઝોન ખાતે ૧પ ખાણી-પીણીના ધંધાર્થીઓને ત્‍યાં ફુડ શાખાનું ચેકીંગ : ૭ ને લાઇસન્‍સ અંગે સુચના

રાજકોટ, તા., ૪:  મનપાની ફુડ શાખા દ્વારા શહેરના  વિવિધ વિસ્‍તારોમાં ખાદ્ય પદાર્થ ઉત્‍પાદકો-વિક્રેતાઓને ત્‍યાં ચેકીંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અનવયે ભકિત આશ્રમ હોકર્સ ઝોન ફુડ એન્‍ડ ડ્રગ લેબોરેટરી વિસ્‍તારમાં ૧પ ધંધાર્થીઓની ચકાસણી કરી ૭ને લાઇસન્‍સ અંગે નોટીસ  આપવામાં આવી હતી. સાથે મીઠો માવો, મોદક, લાડુ, થાબડી, સ્‍ટ્રોબરી, બરફી સહીત અલગ-અલગ સ્‍થળોએથી કુલ ૬ નમુના લેવામાં આવ્‍યા હતા.

 મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે સર્વેલન્‍સ ચેકિંગ દરમિયાન ભક્‍તિ આશ્રમ હોકર્સ ઝોન ફૂડ એન્‍ડ ડ્રગ લેબોરેટરી સામેના વિસ્‍તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૧૫ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૭ ધંધાર્થિઓને લાઇસન્‍સ બાબતે સૂચના આપી અવેરનેસ ડ્રાઇવ કરવામાં આવેલ. તેમજ ખાધ્‍યચીજોના કુલ ૩૯ નમૂનાની સ્‍થળ પર ચકાસણી કરવામાં આવેલ.

જેમાં દિલ્લીવાલે છોલે ભટુરે  જય શંકર દાળપકવાન શ્રી ક્રિષ્‍ના ફરાળી સેન્‍ટર -જલારામ ગાંઠિયા -યશ ફાસ્‍ટફૂડ -મહાકાળી પૂરી શાક -રજનીકાંત મદ્રાસ કાફેને લાઇસન્‍સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.

મીઠાઇના ૬ નમુના લેવાયા

ફુડ સેફ્‌ટી સ્‍ટાન્‍ડર્ડ એક્‍ટ-૨૦૦૬ હેઠળ કુલ ૬ નમૂના લેવામાં આવેલ જેમાં મીઠો માવો (લુઝ): સ્‍થળ- બાપાસીતારામ ડેરી ફાર્મ, હરીધવા રોડ, કોઠારીયા મેઇન રોડ, મોદક લાડુ (લુઝ):  બલરામ ડેરી ફાર્મ, ગાયત્રી નગર મેઇન રોડ, ત્રિશૂલ ચોક. થાબડી (મીઠાઇ- લુઝ):- બાપાસીતારામ ડેરી ફાર્મ, હરીધવા રોડ, કોઠારીયા મેઇન રોડ. મોદક લાડુ (લુઝ):- રાધેશ્‍યામ ડેરી ફાર્મ, ઢોલરિયા નગર-૧, ગાયત્રી નગર મેઇન રોડ. સ્‍ટ્રોબેરી બરફી (મીઠાઇ- લુઝ): - શ્રી ગેલમાં ડેરી ફાર્મ, અક્ષર હેબિટેટ શોપ નં.૧-૩, સેટેલાઈટ ચોક મોરબી રોડ. મીઠો માવો (લુઝ):- જે જે સ્‍વીટ ડેરી ફાર્મ, સીતારામ સોસાયટી બારદાન ગલી, મોરબી રોડ, નાની ફાટક પાસેથી નમુના લેવાની કામગીરી કરવામાં આવી હતી.

(3:23 PM IST)