News of Friday, 4th October 2024
બજેટમાં મંજુર થયેલ કામ ક્યાં પહોંચ્યા ? જયમીન ઠાકરે સમીક્ષા બેઠક યોજી
સમય મર્યાદામાં કામ પુર્ણ કરવા અધિકારીઓને સુચના આપતા સ્ટે. ચેરમેન

રાજકોટ,તા.૪ : મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે સ્ટે કમિટી દ્વારા મંજુર કરવામાં આવેલ બજેટના અનુસંધાને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર દ્વારા ગત સપ્તાહે તમામ લગત શાખાધિકારીઓ સાથે બજેટની અમલવારીના સ્ટેટસ રીવ્યુ અંગે મીટીંગ કરવામાં આવેલી. જે બજેટમાં તમામ નાયબ કમિશનર , સીટી ઍન્જીનીયરો, તથા લગત અધિકારીશ્રીઓ સાથે બજેટમાં મંજૂર થયેલ તથા બજેટમાં સૂચવેલા કામો હાલ કયા તબક્કે છે, તથા કયા કામો કઈ સમય મર્યાદામાં પૂર્ણ થશે, જે અંગે સ્ટે કમિટી ચેરમેન દ્વારા વિસ્તળત માહિતી મેળવવામાં આવી હતી.
આ મિટીંગમાં નાયબ કમિશનર સ્વપનીલ ખરે, સી.કે. નંદાણી, ઍચ.આર. પટેલ, ટી.પી.ઓ. ઍસ.ઍમ. પંડ્યા, સેક્રેટરીશ્રી ઍચ.પી. રૂપારેલીઆ, ડે.સેક્રેટરી ડી.ઍન. જેસડીયા, આસી. સેક્રેટરી ઍચ.જી. મોલીયા તેમજ સીટી ઍન્જીનીયરો, અતુલ રાવલ, પરેશ અઢીયા, કુંતેશ મહેતા, વાય.કે. ગોસ્વામી, કે.પી. દેથરીયા, બી.ડી. જીવાણી તથા સંલગ્ન વિભાગના વોર્ડ ઍન્જીનીયરો, રોશની, સ્માર્ટ સીટી તથા અન્ય કામગીરી સાથે સંકળાયેલા નાયબ કાર્યપાલક ઇજનેરો હાજર રહેલ.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી જયમીન ઠાકર દ્વારા આવનારા દિવસોમાં પણ બજેટમાં મંજૂર થયેલ કામોની સમીક્ષા તથા બજેટમાં ઉમેરવામાં આવેલ નવી યોજનાઓનું સમયબધ્ધ અમલીકરણ થાય તે સુનિヘતિ કરવા માટે લગત અધિકારીઓ સાથે બજેટ અન્વયે કરેલ કામગીરી અંગે સમયાંતરે બેઠક કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
(3:24 PM IST)










