News of Friday, 4th October 2024
સફાઇ કામદારના વારસદારને નોકરી માટે મેડિકલ સર્ટીમાંથી મુક્તિ : કાલે નિર્ણય
મનપાની કાલે સ્ટેન્ડીંગ કમિટી બેઠક : વિવિધ વિકાસકામોની ૪૫ દરખાસ્તો : વોર્ડ નં. ૧૨માં જુદા-જુદા વિસ્તારમાં કુલ ૬ આંગણવાડી બનાવવા, લાઇન સફારી પાર્કમાં વધુ ૪૦ કરોડના કામો તથા વિવિધ વોર્ડમાં ડી.આઇ. પાઇપ લાઇન, પેવિંગ બ્લોક સહિતના કામો અંગે નિર્ણય થશે

રાજકોટ,તા.૪ : રાજકોટ મહાનગરપાલિકાના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખામાં ફરજ બજાવતા સફાઈ કામદારો તેની નોકરી દરમ્યાન સફાઈ કામગીરીના કારણે કોઈ રોગના ભોગ બને મેડીકલ તપાસમાં કામ કરવા માટે કાયમી અશક્ત જાહેર થાય અથવા ઁસફાઈ કામદારનું નોકરી દરમ્યાન અવસાન થાયૅ અથવા સફાઈ કામદાર લાપતા હોયઙ્ઘ તેવા સંજોગોમાં તેના કોઈપણ ઍક વારસદારને રહેમરાહે નોકરી આપવા અંગે સંદર્ભનાં ઠરાવોમાં નીતિ- વખતોવખત સુધારા કરવામાં આવેલ છે. તેમજ વિવિધ વિકાસ કામો સહિત કુલ ૪૫ દરખાસ્તો અંગે નિર્ણય થશે.
કાલે મનપાના સ્ટેન્ડિંગ કમીટીમાં આ દરખાસ્ત અંગે વિસ્તૃત માહિતી આપતા સ્ટે. ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું. આ સંદર્ભોનાં ઠરાવથી નિયત કરવામાં આવેલ સફાઈ કામદારો માટેના સ્વૈચ્છિક નિવળત્તિ અંગેની યોજના અને તેની કાય પ્રણાલીમાં સુધારા બાબતે સફાઈ કામદારોના વિવિધ યુનિયનોના પ્રતિનિધિઓની લેખિત તેમજ મૌખિક રજૂઆત મુજબ હાલની સ્વૈચ્છિક નિવળત્તિ અંગેની યોજનામાં ૅસફાઈ કામના કારણે રોગના ભોગ બને મેડીકલ તપાસમાં કામ કરવા માટે કાયમી અશક્ત જાહેર થાયૅ અથવા ‘‘સફાઈ કામદારનું નોકરી દરમ્યાન અવસાન થાય'' તેવા જ સંજોગોમાં તેઓના કોઈપણ ઍક વારસદારને રહેમરાહે નોકરી આપવાની દરખાસ્ત કરવામાં આવેલ.
હવે પછીં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સફાઈ કામદાર કે જેઓઍ ઓછામાં ઓછી ૨૦ વર્ષની નોકરી પૂરી કરેલ હોય અને ૫૪ વર્ષની વય પુરી કરેલ હોય અને તેઓ સ્વૈચ્છિક નિવળત્તિ લેવા ઈચ્છે તો તેમની પાસેથી મેડીકલ અનફીટ સર્ટિફિકેટનો આગ્રહ ન રાખતા તેઓની સ્વૈચ્છિક નિવળત્તિ મંજુર કરવી અને ‘‘શરતોને આધીન'' તેના કોઈ ઍક વારસદારને ફિક્સ પગારથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વખતોવખત અમલમાં હોય તે ધોરણો અનુસારનાં સમયગાળા સુધી સફાઈ સહાયક તરીકે તદ્દન હંગામી ધોરણે નિમણુંક આપવી અને આ સમયગાળો પૂર્ણ થતા કામગીરીનું યોગ્ય મૂલ્યાંકન કરી યોગ્યતા ધરાવતા હોય, તો તેઓને સફાઈ કામદાર તરીકે નિયત પગાર ધોરણમાં કાયમી નિમણૂક આપવી.
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સફાઈ કામદાર કે જેઓઍ ઓછામાં ઓછી ૨૦ વર્ષની નોકરી પૂરી કરેલ હોય અને ૫૪ વર્ષની વય પુરી કરેલ હોય અને તેઓ સ્વૈચ્છિક નિવળત્તિ લેવા ઈચ્છે તો તેમની પાસેથી મેડીકલ અનફીટ સર્ટિફિકેટનો આગ્રહ રાખવાનો થતો ન હોય, સમિતિની જરૂર જણાતી નથી જેથી આ જોગવાઈ ૨દ્દ કરવામાં આવે છે.
રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશનમાં સફાઇ કામદારોના આશ્રિતોને ઉપર મુજબની શરતોઍ રહેમરાહે નિમણુંક આપવા ઉપરોક્ત મુજબના સુધારા કરવા માટે સરકારશ્રીમાં મંજૂરી અર્થે રજૂ કરવા અંગેની આ દરખાસ્ત સ્થાયી સમિતી મારફત સામાન્ય સભા સમક્ષ રજુ કરી જરૂરી ઠરાવ માટે કમિશનર વિભાગ દ્વારા મુકવામાં આવી હતી.
વોર્ડ નં. ૧૨માં ૬ નવી આંગણવાડી બનશે
શહેરમાં વોર્ડ નં.-૧રમાં વિવિધ વિસ્તારોમાં કુલ-૬ આંગણવાડી બનાવવાનાં કામે કુલ રૂા.૬૧,૦૧,૦૦૦/ તથા પ્રવર્તમાન ૧૮.૦૦ % જી.ઍસ.ટી. સહિત આ કામે કુલ રૂા.૭૨,૦૦,૦૦૦નું ઍસ્ટીમેટ મંજુર કરવામાં આવેલ છે. આ કામે પુનિતનગર પ્રાથમિક શાળામાં ર-નંગ, સરસ્વતિનગર પાસે આવેલ આંગણવાડીનાં ગ્રાઉન્ડમાં ૩-નંગ તેમજ વાવડી શકિતનગર સ્કુલમાં નંગ-૧ મળી ઍમ કુલ ૬-જગ્યાઍ અંદાજે ૩૪૨ ચોરસ મીટરમાં આંગણવાડી બનાવવાનાં કામનો સમાવેશ કરવામાં આવેલ છે. વિશેષમાં આ કામ થવાથી આશરે ૧૦૦૦ લોકોને ફાયદો થશે.
આ ઉપરાંત કાલે મળનાર સ્ટેન્ડીંગ કમિટીની બેઠક આંગણવાડી તથા કમ્પાઉન્ડ હોલ તેમજ પેવીંગ બ્લોકના કામ જુદી જુદી જગ્યાઍ વળક્ષારોપણ, ડ્રેનેજ હાઉસ, કનેક્શન ચેમ્બર બનાવવા ડીઆઈ પાઈપલાઈન નાખવા ટોઈલેટ બનાવવા, મેઈન હોલ હાઉસ કનેક્શન આપવા, ટીપી સ્કીમ અંતર્ગત સોસાયટીઓમાં રસ્તાઓ અને રોડ બનાવવા તથા ઝુ ખાતે મજુર સપ્લાય કરવા અને બીન ઉપયોગી વાહનોના સ્ક્રેપના વેચાણનો નિર્ણય લેવા સહિતની દરખાસ્તો અંગે નિર્ણય થશે. જેનું સંકલન કર્યા બાદ સંભવત મંજુર કરાશે. (૨૫.૫)
શહેરમાં ઘનિષ્ટ વળક્ષારોપણ થશેઃ મિયાવાકી પ્લાનસ્ટેશન થશે
રાજકોટ : ઍક પેડ મા કે નામ યોજના અંતર્ગત શહેરમાં અંદાજીત કૂલ ૫૬,૫૪૦.૦૦ ચો.મી.માં આવેલ જુદી-જુદી ખુલ્લી જગ્યાઓ પૈકી (૧) અંદાજે ૫૨,૦૦૦.૦૦ ચો.મી. વિસ્તારમાં (અંદાજે ૧,૬૮,૪૦૦ વળક્ષો) મિયાવાકી પદ્ધતિથી પ્રતિ ચો.મી.ના રૂ. ૩૧૦/- લેખે રૂ.૧,૬૧,૨૦,૦૦૦/- (૨) અંદાજે ૪૫૪૦ ચો.મી. વિસ્તારમાં (અંદાજે ૫૦૦.૦૦ નંગ વળક્ષો) ઘનિષ્ઠ વળક્ષારોપણ પદ્ધતિથી પ્રતિ નંગના રૂ.૬૪૦/- લેખે રૂ.૩,૨૦,૦૦૦/- તેમજ આ તમામ વળક્ષોની ૪ (ચાર) વર્ષ સુધી નિભાવણી કરવાના કામે કુલ મળી રૂ.૧,૬૪,૪૦,૦૦૦/-નું ખર્ચ મંજુર કરવામાં આવેલ છે. આ કામગીરી માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ (સદભાવના વળદ્ધાશ્રમ) પાસે ઉક્ત ઠરાવ મુજબ કરાવવાનું થાય છે. (૨૫.૫)
મનપાના તમામ બિલ્ડીંગમાં ફાયર સાધનો નંખાશે : ૭.૪૧ કરોડના ખર્ચે
રાજકોટ : મહાનગરપાલિકા હસ્તકના જુદા જુદા બિલ્ડીંગોમાં ફાયર ફાઇટીંગ સિસ્ટમ ડિઝાઇનીંગ, સપ્લાઇંગ, ઇન્સ્ટોલીંગ, ટેસ્ટીંગ તથા કમિશનીંગ કરવા ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવેલ જેની દરખાસ્ત કાલની સ્ટેન્ડીંગમાં રજૂ કરવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા ફાયર ઍનઓસી મુદ્દે કડક કાર્યવાહી કરવમાં આવી રહી છે. પરંતુ મનપાની અનેક મિલ્કતોમાં ફાયર સેફ્ટીના સાધનો ન હોવાથી પ્રથમ મનપાની ત્રણેય ઝોનલ કચેરી માટે ફાયર સેફ્ટીના સાધનો ખરીદવા માટેની રૂ. ૭ કરોડની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. હાલ શહેરમાં મહાનગરપાલિકાની શેન્ટ્રલ, વેસ્ટ અને ઈસ્ટઝોન કચેરી તથા દત્તોપંત ઠેગડી પુસ્તકાલય, ડોરમેટરી, ગુરૂગોવિંદસિંહજી કોમ્યુનિટી હોલ, ખટારા સ્ટેન્ડ ડોરમેનટરી, પ્રભાદેવી લાયબ્રેરી, પ્રભાદેવી જે. નારાયણ પુસ્તકાલય જુનુ બિલ્ડીંગ, અવંતીબાઈ લોધી કોમ્યુનિટી હોલ, ઍકલવ્ય કોમ્યુનિટી હોલ, સેન્ટ્રલઝોન ઓફિસ બિલ્ડીંગ, મહાત્મા ગાંધી મ્યુઝિયમ, સરોજીની નાયડુ ગર્લ્સ હાઈસ્કૂલ (જુનું બિલ્ડીંગ), બેકબોન કોમ્યુનિટી હોલ, ગુરૂપ્રસાદ ચોક કોમ્યુનિટી હોલ, લાયબ્રેરી, ડો. બાબા સાહેબ આંબેડકર કોમ્યુનિટી હોલ, શેઠ હાઈસ્કૂલ, રણછોડદાસ કોમ્યુનિટી હોલ, શ્રી વીર સાવરકર ઈન્ડોર સ્ટેડિયમ સહિતના ઍકમોમાં ફાયર સેફ્ટીના સાધનો નથી ઍન ફાયર ઍનઓસી પણ આજ સુધી મેળવેલ નથી. (૨૫.૫)
વોર્ડનં.૧૨માં બનનાર આંગણવાડીની માહિતી
આંગણવાડીનું નામ આંગણવાડી બનાવવાનું સ્થળ
રસુલપરા-૩ શક્તિનગર પ્રાથમીક શાળામાં
જસરાજ નગર-૫ ભાવાની સરસ્વતી આંગણવાડીમાં કેમ્પસમાં
કર્મચારી સોસાયટી સંત પુનીત મહારાજ પ્રાથમીક શાળામૉ
સરસ્વતી-૨૫ ચો.મી. ભાવાની સરસ્વતી આંગણવાડી કેમ્પસમાં
મવડી બાલવાડી ભાવાની સરસ્વતી આંગણવાડી કેમ્પસમાં
સવીબેન બાલવાડી સંત પુનીત મહારાજ પ્રાથમીક શાળામાં
(3:25 PM IST)










