News of Friday, 4th October 2024
રાજકોટ તાલુકાના સસ્તા અનાજના દુકાનદારો પણ રાજયવ્યાપી હડતાલમાં જોડાયેલા છેઃ આવેદન અપાયુ

રાજકોટ તા. ૪ :.. રાજકોટ તાલુકા ફેર પ્રાઇઝ શોપ એસો. દ્વારા આજે તાલુકા મામલતદારને આવેદન પાઠવી ઉમેર્યું હતું કે, રાજકોટ તાલુકા ફેર પ્રાઇસ શોપ્સ એસોસીએશનએ ઓલ ગુજરાત ફેર પ્રાઇસ શોપ્સ એસોસીએશન સાથે જોડાયેલ છે, અમારા બંને એસોસીએશનના નીતિ, રીતિ અને ધ્યેય એક છે. માટે અમે ઓલ ગુજરાત ફેર પ્રાઇસ શોપ્સ એસોસીએશનના અસહકારની ચળવળના એલાનની સાથે છીએ તથા એમના તરફથી જે નિર્ણય લેવામાં આવશે એ મુજબનો અમારો નિર્ણય રહેશે.
ઓલ ગુજરાત ફેર પ્રાઇસ શોપ્સ એસોસીએશને જે સહકારની ચળવળનું આવેદન મુખ્યમંત્રી તેમજ સચિવને આપેલું છે તે આવેદન મુજબ અમો પણ આપને આવેદન પાઠવી છીએ.
(3:52 PM IST)










