<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th October 2024

કબા ગાંધીના ડેલામાં ગાંધી જયંતિ નિમિત્તે પ્રાર્થના સભા યોજાઇ

રાજકોટ : ગાંધી સ્મળતિ ટ્રસ્ટ, રાજકોટના ઉપક્રમે પૂજય મહાત્મા ગાંધીની ૧૫૫મી જન્મજયંતિ નિમિત્તે બાપુના વિદ્યાર્થીકાળના નિવાસસ્થાન કબા ગાંધીના ડેલામાં સાયં પ્રાર્થનાસભા અને શબ્દાંજલિ કાર્યક્રમ યોજાયો. પ્રાર્થના–ભજન રાજેશભાઈ વ્યાસ દ્વારા રજૂ કરવામાં આવ્યાનું યાદીમાં જણાવાયું છે. આ પ્રસંગે મુંબઈનાં શેરીફ અને ગાંધી વિચારનાં પ્રખર અભ્યાસી ડો. મોહનભાઈ આઈ. પટેલે ગાંધી જયંતિની શુભકામનાઓ વિડીયો મારફત પાઠવી હતી. આ પ્રસંગે ધી ઈન્ડિયન પ્લેનેટરી સોસાયટીનાં અધ્યક્ષ, મુંબઈ સ્થિત નહેરુ પ્લેનેટોરીયમનાં પૂર્વ ડાયરેકટર, ઈન્ડિયન ફિઝીકસ એસોસિએશનનાં પૂર્વ અધ્યક્ષ, જન સેવા કેન્દ્ર બોરીવલીનાં પૂર્વ અધ્યક્ષ તેમજ લોકવિજ્ઞાન કેન્દ્રનાં ટ્રસ્ટી ડો. (ડો.) જે. જે. રાવલ દ્વારા પૂજય મહાત્મા ગાંધીજીને શબ્દાંજલિ અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ગુજરાત વિદ્યાપીઠનાં પૂર્વ કુલનાયક શ્રી અનામિકભાઈ શાહ પ્રમુખસ્થાનેથી પોતાનું વકતવ્ય રજૂ કરેલ. શ્રી રાજેશભાઈ વ્યાસને શાલ અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા.

આ પ્રસંગે ગાંધી સ્મળતિ ટ્રસ્ટનાં પ્રમુખ મનસુખભાઈ જોષી, ધીરૃભાઈ ધાબલિયા, હીરાબેન માંજરીયા, પરાગભાઈ ત્રિવેદી, હિમ્મતભાઈ, રાજુલભાઈ દવે, વિનોદભાઈ ગોસલિયા, ડો. અલ્પનાબેન ત્રિવેદી, ડો.યજ્ઞેશભાઈ જોષી, ડો. પ્રીતિબેન ગણાત્રા, ડો. સ્મિતાબેન ઝાલા તેમજ નિમંત્રિતો, વિદ્યાર્થીઓએ હાજર રહી બાપુને પુષ્પાંજલિ અર્પણ કરેલ. આભારવિધિ ગાંધી સ્મૃતિ ટ્રસ્ટના મંત્રી શ્રી ડો. અલ્પનાબેન ત્રિવેદીએ કરેલ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવેલ.

(4:03 PM IST)