<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th October 2024

વોર્ડ નં. ૪ના રસ્તાઓ પેવરથી મઢાશેઃ જયશકિત પાર્કના કોમન પ્લોટમાં પેવીંગ બીછાવાશે

 રાજકોટ : મહાનગરપાલિકા દ્વારા  રોજ વોર્ડ નં.૦૪માં રૃ.૨.૫૦ કરોડના ખર્ચે ટી.પી.૩૧, ૧૭, ૧૮ ના ટી.પી. રોડ પર પેવર કાર્પેટ કરવાના કામનું ખાતમૂહૂર્ત વોર્ડના કોર્પોરેટરોના વરદ્દ હસ્તે કરવામાં આવ્યું હતું. આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં મેયર નયનાબેન પેઢડીયા, કાયદો અને નિયમોની સમિતિના ચેરમેન કંકુબેન ઉઘરેજા, લાઈટીંગ સમિતિ ચેરમેન કાળુભાઈ કુગસીયા, કોર્પોરેટર પરેશભાઈ પીપળીયા, વોર્ડ નં.૪ના પ્રભારી જે.ડી.ભાખર, પ્રમુખ કાનાભાઈ ડંડેયા, મહામંત્રી હિતેશભાઈ મઠીયા, ભરતભાઈ લીંબાસીયા, પ્રભારી વોર્ડ નં.૬ રસિકભાઈ પટેલ, સ્થાનિક આગેવાન કાનાભાઈ ઉઘરેજા, જનકભાઈ આહીર, ભાદાભાઈ રાદડીયા, ભરતભાઈ ભખોડીયા, સંજયભાઈ ગોસ્વામી, સંજયભાઈ ઉઘરેજા, હિતેશભાઈ ભંડેરી, ઘનશ્યામભાઈ ડાંગર, પરસોતમભાઇ સાકરીયા, ધવલભાઈ ડાભી, આશિષસિંહ વાઢેર તેમજ વિસ્તારના બહોળી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહેલ.

(4:17 PM IST)