News of Friday, 4th October 2024
ચીનની ચુંગલમાં ફસાયેલા તિબેટને બચાવવું જરૃરી : તેનઝિંન કુંખેન - રિન્ચેન
તિબેટ ફ્રિડમ મુવમેન્ટ વિશે ભારતના લોકોમાં જાગૃતિ ફેલાવવા તેઓ રાજકોટના મહેમાન બન્યા : તિબેટના ૭૦૦૦ સંસ્કૃતગ્રંથોને તિબેતી ભાષામાં અનુવાદ થયો છે : ભારતની અમુક યુનિવર્સિટીઓ આમાના જે ગ્રંથો ભારતમાં લુપ્ત થઇ રહ્યા છે તેને તિબેટી ભાષામાંથી ફરી સંસ્કૃતમાં ટ્રાન્સલેટ કરી રહી :૪ થી ૧૮ વર્ષની વયના એક મિલિયન જેટલા તિબેટી બાળકો હાલ ચિનમાં જબરજસ્તી હોસ્ટેલમાં મુકાયેલા છે : ચીની સરકાર 'ચીનીકરણ' થકી તિબેટીઓ પર ચિની કમ્યુનિસ્ટ પાર્ટીના નિયમો થોપવાનો અને તિબેટની ઓળખ ખતમ કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે: ચિન તિબેટના બાળકોનું બ્રેઇનવોશ કરી રહ્યું છે : જો અમે આ ચળવળ નહીં ચલાવીએ તો એક દિવસ એવો આવશે કે ઓકો તિબેટની સાચી ઓળખને ભૂલી જશે : . ચીન આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઉલ્લંઘન કરી રહ્યું છે : જેને બંધ કરાવવા અમે અન્ય દેશોને વિનંતી કરી રહ્યા છીએ : . ચીન હવે મોનેસ્ટ્રીને ટારગેટ કરી રહ્યું છે

રાજકોટ, તા. ૪ : તેરમા દલાઈ લામાએ ૧૯૧૨માં તિબેટને સ્વતંત્ર જાહેર કર્યું. દલાઈ લામાની સરકારે ૧૯૫૧ સુધી તિબેટની જમીન પર શાસન કર્યું. લગભગ ૪૦ વર્ષ પછી ચીનીઓએ તિબેટ પર હુમલો કર્યો. ચીન દ્વારા આ હુમલો ત્યારે થયો ત્યારે ૧૪મા દલાઈ લામાની પસંદગીની પ્રક્રિયા ચાલી રહી હતી. આ યુદ્ઘમાં તિબેટને હારનો સામનો કરવો પડ્યો હતો. તિબેટીયન અને અન્ય વિવેચકો ચીનના આ કૃત્યને 'સાંસ્કૃતિક નરસંહાર' તરીકે વર્ણવે છે. થોડા વર્ષો પછી ૧૯૫૯ માં તિબેટના લોકોએ ચીની શાસન સામે બળવો કર્યો. તેઓ તેમની સાર્વભૌમત્વની માંગ કરવા લાગ્યા. જોકે બળવાખોરોને આમાં સફળતા મળી નહતી. દલાઈ લામાને લાગ્યું કે તેઓ ચીનના ચુંગાલમાં ખરાબ રીતે ફસાઈ જશે. આ દરમિયાન તેઓ ભારત તરફ વળ્યા. ૧૯૫૯માં દલાઈ લામા સાથે મોટી સંખ્યામાં તિબેટીયન પણ ભારત આવ્યા હતા. આજે પણ તિબેટને ડ્રેગન ચીનની ચુંગલમાંથી મુકત કરવાનું અભિયાન જોર શોરથી ચાલે છે અને તિબેટની નિરાશ્રીત સરકારના અધિકારીઓ ભારતના વિવિધ શહેરોમાં જઇ યુવાનોમાં તિબેટની હાલની પરિસ્થિતી વિશે જાગૃતિ ફેલાવવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે. છેલ્લા ત્રણ વર્ષથી તિબેટના યુનાઇટેડ નેશન્સ યુરોપિયન યુનિયન અને માનવ અધિકાર ડેસ્કમાં એસોસીએટ તરીકે ફરજ બજાવતા તેંઝિન કુંખેન અને ધરમશાલામાં સેન્ટ્રલ તિબેટન એડમિનિસ્ટ્રેશનના માહિતી અને આંતરરાષ્ટ્રીય સંબંધ વિભાગમાં કાર્યરત મહિલા રેન્ચેન અકિલાના મહેમાન બન્યા હતા અને તિબેટ ફ્રિડમ મુવમેન્ટ વિશે ભારતના લોકોમાં જાગૃતિ ફેલાવવા તેઓ અહિં આવ્યા હતા.
તિબેટ ફ્રિડમ મુવમેન્ટ વિશે ભારતના લોકોને બહુ ખ્યાલ નથી. આ માટે ભારતમાં ૨૮ સપોર્ટ ગ્રૂપ કામ કરી રહ્યા છે. તલાટી મંડળ ગુજરાતના પ્રમુખ અને ભારત તિબેટ સંઘના ગુજરાતના પ્રાંત અધ્યક્ષ ભાવેશભાઇ જોશીએ જણાવ્યું હતું કે, તિબેટ સરકારે તિબેટની હાલની પરિસ્થિતિ વિશે ભારતના લોકોને જાણકારી આપવા જણાવ્યું. તિબેટ સ્વતંત્ર દેશ હતો તેનું સ્વતંત્ર બંધારણ છે, રાષ્ટ્રગીત છે, કરન્સી અલગ છે, ભાષા અલગ છે. જેને ચિને હસ્તગત કર્યું છે. તિબેટનો પહેલો રાજા પાંડુવંશનો હતો તેણે ત્યાં મૂળાક્ષરો આપ્યા અને તિબેટના ૭૦૦૦ સંસ્કૃતગ્રંથોને તિબેતી ભાષામાં અનુવાદ કર્યો છે. ભારતની અમુક યુનિવર્સિટીઓ આમાંના જે ગ્રંથો ભારતમાં લુપ્ત થઇ રહ્યા છે તેને તિબેટી ભાષામાંથી ફરી સંસ્કૃતમાં ટ્રાન્સલેટ કરી રહી છે. ઉપરાંત તિબેટ કુદરતી ખજાનાથી ભરપુર છે. હવે પરિસ્થિતિ એવી છે કે, તિબેટના લોકો પર ચિને અત્યંત દમન કરી રહ્યું છે. ૪ થી ૧૮ વર્ષની વયના એક મિલિયન જેટલા તિબેટી બાળકો હાલ ચિનમાં જબરજસ્તી હોસ્ટેલમાં મુકાયેલા છે. જયાં તેમના પરિવારથી દુર રહીને તેને પોતાની ભાષા, સંસ્કૃતિ અને ધર્મ શિખવવાનો મોકો મળતો નથી. ચીની સરકાર 'ચીનીકરણ' થકી તિબેટીઓ પર ચિની કમ્યુનિસ્ટ પાર્ટીના નિયમો થોપવાનો અને તિબેટની ઓળખ ખતમ કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ૨૦૦૯ થી લઇ અત્યાર સુધીમાં તિબેટને બચાવવા ૧૫૭ લોકોએ આત્મદાહ પણ કર્યો છે. માનવ અધિકારોના ઉલ્લંઘનને રોકવા આ લોકો ચળવળ ચલાવી રહ્યા છે. જો તિબેટ આઝાદ થાય તો કાશિમરથી લઇ અરૃણાચલ સુધી ચીન ભારતનો પાડોશી રહેશે નહી. તિબતની ભાષાથી લઇ સંસ્કૃતિ બધુજ ભારતની દેન છે. તિબતના વડાપ્રધાન તો કહે છે કે, ભારત અમારો ગુરૃ છે.
તિબેટ સરકારે ગુજરાતમાં શૈક્ષણિક વર્તુળોમાં ચર્ચા કરવા સંપર્ક કર્યો હતો અને તેના બે અધિકારી તેઝિંન કુંખેન અને રિન્ચેન ગુજરાત આવ્યા હતા. જયાં વડોદરામાં પારૃલ યુનિ., એમ.એસ. યુનિ.માં વિદ્યાર્થીઓ સાથે તિબેટ ટોક વિશે સંવાદ સાધ્યા બાદ રાજકોટની કણસાગરા મહિલા કોલેજ ખાતે, વી.વી.પી એન્જિીનયરીંગ કોલેજ ખાતે, સૌરાષ્ટ્ર યુનિ. ખાતે વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નોતરી કરી તિબેટની પરિસ્થિતીને રજુ કરી હતી. જયારે જૂનાગઢ ખાતે પણ કોમર્સ એન્ડ લો કોલેજ અને નરસિંહ મહેતા અને કૃષી યુનિ. ના વાઇસ ચાન્સેલર સાથે મુલાકાત તથા સ્વામીનારાયણ ગુરૃકૂળ ખાતે સંતો સાથે સંવાદ કર્યો હતો. તેઓ વારાણસી પણ ગયા હતા અને બેંગ્લોર જવાના છે.
આ વિશે તેઝિંન કુંખેન અને રિન્ચેનએ જણાવ્યું હતું કે, જો ચાઇનીસ પોલીસીમાં બદલાવ ન કરીએ તો તિબેટની ઓળખ નહીં રહે. ચિન તિબેટના બાળકોનું બ્રેઇનવોશ કરી રહ્યું છે. ચિન બાળકોને ભરમાવી રહ્યું છે. જો અમે આ ચળવળ નહીં ચલાવીએ તો એક દિવસ એવો આવશે કે ઓકો તિબેટની સાચી ઓળખને ભૂલી જશે. ચિન પરાણે બાળકોને ચિની સ્કૂલમાં ભણાવી રહ્યા છે. જો આમજ ચાલ્યું તો આવનારા ૧૦ થી ૧૫ વર્ષમાં કલ્ચર બદલાઇ જશે. આ રોકવા અમે તિબેટના લોકોને સમજાવી રહ્યા છીએ.
તેઝિંન કુંખેન અને રિન્ચેનએ વધુમાં જણાવ્યું હતું કે, કાયદા મુજબ ચિન અને તિબેટની ભાષાને સરખુ મહત્વ અપાશે તેવું છે હકીકતે તિબેટીયન ભાષાનું મહત્વ ઘટી રહ્યું છે. ૧૯૩ દેશોનું જે યુનાઇટેડ નેશન (સંયુકત રાષ્ટ્ર) છે જેમાં ચાઇના પણ છે. તેમાં જેટલા પણ કાયદા છે તેને દરેક દેશે માનવા પડે છે. હકીકતમાં ચીન તે કાયદાઓનું ઉલ્લંઘન કરે છે. અમારો પ્રયત્ન એવો છે કે અમે ૧૯૩ દેશોને ચાઇના પર પ્રેશર કરવા વિનંતી કરીએ છીએ. ચીન આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઉલ્લંઘન કરી રહ્યું છે. જેને બંધ કરાવવા અમે અન્ય દેશોને વિનંતી કરી રહ્યા છીએ.
રિન્ચેન કહે છે, ૨૦૧૯ થી ચીન એક નવો કાયદો લાવ્યું છે જે મુજબ બાળકો મોનેસ્ટ્રી એટલેકે ધાર્મિક જગ્યામાં નહિં જઇ શકે. તેઓ હવે મોનેસ્ટ્રીને ટારગેટ કરી રહ્યા છે. તેઓ બુદ્ઘિસ્ટ ભાષાને ચાઇનામાં ટ્રાન્સલેટ કરી રહ્યા છે. વધુમાં તિબેટમાં વિદ્યાલયો બંધ થઇ રહ્યા છે. ૨૦૨૪ માંજ એક મોટી યુનિવર્સિટી બંધ થઇ ગઇ. ચીન સામ–દામ–દંડ થી તિબેટની ઓળખ તોડવા કોશીશ કરી રહ્યું છે. ઉપરાંત સોશ્યલ મીડિયાના જમાનામાં તેને રોકવું પણ અઘરૃ બની ગયું છે.
તેઝિંન કુંખેન કહે છે અમારી સરકાર તિબેટની બહાર છે. તિબેટની અંદર જે તિબેટીયન છે તેની સાથે વાતચીત કરવી મુશ્કેલ છે કારણ ચીનનો કબજો છે. અમારા ઘરમાં અમે દલાઇલામાનો ફોટો પણ રાખી નથી શકતા. અમારો ઉદેશ એકજ છે કે અમે ભારતના યુથને તિબેટ વિશે જાગૃત કરવા આવ્યા છીએ. જેથી આજની પેઢીને અને આવનારી પેઢીને પણ ખ્યાલ આવે કે તિબેટ એ બફર દેશ સ્વતંત્ર દેશ હતો જેના પર ડ્રેગને કબજો જમાવ્યો છે અને હવે તેના કબજામાંથી તિબેટને છોડાવવો છે જેનો અનેકગણો ફાયદો ભારતને પણ થશે. ચિનનાં કંટ્રોલમાંથી તિબેટને બહાર લાવવું જરૃરી છે. તિબેટની અંદર રહેલા યુવાનોએ પણ પરિસ્થિતિને ચેલેન્જ કરવીજ પડશે અને અમે આ માટેજ કામ કરી રહ્યા છીએ.
ગુજરાતની આ મુલાકાતના આયોજકો યુનાઇટેડ નેશન, યુરોપિયન યુનિયન અને માનવ અધિકાર ડેસ્ક અને તિબેટ મ્યુઝિયમ માહિતિ અને આંતરરાષ્ટ્રીય સંબંધ વિભાગ, સેન્ટ્રલ તિબેટીયન એડમિનિસ્ટ્રેશન, ગાંગચેન કિશોંગ, ધરમશાલા હિમાચલ પ્રદેશ, ભારત દ્વારા કરાયું હતું. અકિલાની મુલાકાત વખતે તિબેટના અધિકારી તેઝિંન કુંખેન, રિન્ચેન સાથે ભાવેશભાઇ જોશી અને રાજેશભાઇ ભાતેલિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
તિબેટના ૭૦૦૦ સંસ્કૃતગ્રંથોને તિબેતી ભાષામાં અનુવાદ થયો છે : ભારતની અમુક યુનિવર્સિટીઓ આમાના જે ગ્રંથો ભારતમાં લુપ્ત થઇ રહ્યા છે તેને તિબેટી ભાષામાંથી ફરી સંસ્કૃતમાં ટ્રાન્સલેટ કરી રહી
ભારત-તિબેટ
અને ચાઇના પર પુસ્તક 'જર્નિ ફ્રોમ કેવ ટુ કાફે'
ભાવેશભાઇ જોશી કહે છે, તિબેટ માટે થઇને એક પુસ્તકની સિરિઝ પણ શરૃ કરાઇ છે જેનું નામ છે 'જર્નિ ફ્રોમ કેવ ટુ કાફે' જેમાં આ પહેલી બુક છે. જેમાં દશાવતાર વિશે લખ્યું છે. ભગવાન વિષ્ણુના દશ અવતાર છે તેમાં નવમો અવતાર ભગવાન બુધ્ધ છે. એટલે બુધ્ધિસ્ટ સનાતન નાજ સંતાનો છે. આ પુસ્તક અંગ્રેજીભાષામાં લખાયું છે. જે પ્ળ્સ્ચ્ઝ્રખ્ફવ્.ઘ્બ્પ્ પરથી વિનામુલ્યે ડાઉનલોડ કરી શકાય છે.
તિબેટના અધિકારી તેનઝિન કુંખેન અને રિન્ચેનનો પરિચય
તેનઝિન કુંખેન...
તેનઝિન કુંખેન ૨૦૧૯માં સેન્ટ્રલ ટિબેટન એડમિનિસ્ટ્રેશનમાં જોડાયા અને ત્યારથી તેઓ માહિતી અને આંતરરાષ્ટ્રીય સંબંધ વિભાગમાં કાર્યરત છે. તે છેલ્લા ત્રણ વર્ષથી યુનાઇટેડ નેશન્સ, યુરોપિયન યુનિયન અને માનવ અધિકાર ડેસ્કમાં રિસર્ચ એસોસિએટ તરીકે કામ કરી રહ્યા છે. તેમણે ઉત્ત્।રાખંડ ટેકનિકલ યુનિવર્સિટીમાંથી કમ્પ્યુટર સાયન્સમાં બી..ટેક.ની ડિગ્રી મેળવી છે.
રિન્ચેન...
રિન્ચેનનો જન્મ તીબેટમાં થયો હતો. તે ૨૦૦૩માં સાત વર્ષની ઉંમરે ભારત આવ્યા. તેમણે બેંગલુરુના સેન્ટ જોસેફસ કોલેજમાંથી બેચલર ઓફ આર્ટ્સની ડિગ્રી મેળવી છે. તે ઉપરાંત, તેણીએ જવાહરલાલ નહેરૃ યુનિવર્સિટી દિલ્હીથી આંતરરાષ્ટ્રીય સંબંધોમાં માસ્ટર્સની ડિગ્રી મેળવી છે. હાલમાં તે ધરમશાલામાં સેન્ટ્રલ તીબેટન એડમિનિસ્ટ્રેશનના માહિતી અને આંતરરાષ્ટ્રીય સંબંધ વિભાગમાં કાર્યરત છે. સમાજ સેવા તેમના એક માત્ર ધ્યેય છે.
(4:08 PM IST)










