<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th October 2024

વોર્ડ નં. ૨માં રૂા. ૧.૭૪ કરોડના ખર્ચે પેવિંગ બ્‍લોક અને રોડ ડેવલપ કરાશે

રાજકોટઃ મહાનગરપાલિકાના વોર્ડ નં.૦૨માં (૧) રૂ.૧.૫૨ કરોડના ખર્ચે  ટી.પી. સ્‍કીમ નં.૯ માં જુદા જુદા રસ્‍તાઓ (નિલકંઠ સોસાયટી વાળો ૧૨.૦૦ મી. ટી.પી. રોડ તથા તરૂવર ફલેટ સામેનો ૧૫.૦૦ મી. ટી.પી.રોડ) ડેવલપ કરવાનુ કામ અને (૨) રૂ.૨૨.૦૭ લાખના ખર્ચે બજરંગવાડી શેરી નં.૫ ના ખુણે આવેલ પ્‍લોટ નં એસ.આઇ-૭ મા એરોબીક સેંટર અંતર્ગત પેવિંગ બ્‍લોક નાખવાનુ કામ આમ કુલ મળીને રૂ.૧.૭૪ કરોડ્‍ના કામો આજરોજ સ્‍ટેન્‍ડીંગ કમિટીની મીટીંગમાં મંજુર કરવામાં આવેલ છે.

આ કામ મંજુર કરવા બદલ ધારાસભ્‍ય તથા વોર્ડ નં.૦૨ના કોર્પોરેટર ડો.દર્શિતા શાહ, શાસક પક્ષ દંડક તથા કોર્પોરેટર મનીષભાઈ રાડિયા અને કોર્પોરેટર મીનાબા જાડેજા દ્વારા સ્‍ટેન્‍ડીંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્‍ટેન્‍ડીંગ કમિટીના તમામ સભ્‍યોનો આભાર વ્‍યક્‍ત કરેલ છે.

(2:32 PM IST)