<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th October 2024

વોર્ડ નં. ૩ રેલનગર ESRથી સાધુ વાસવાણી કુંજ રોડ રોશનીથી ઝગમગ્‍યો : લાઇટનું લોકાર્પણ

રાજકોટ : શહેરના વોર્ડ નં.૦૩ રેલનગર ESR થી સાધુ વાસવાણી કુંજ રોડના ખૂણા સુધી અંદાજીત રૂ.૧૨.૭૪ લાખના ખર્ચે સેન્‍ટ્રલ લાઈટનું લોકાર્પણ મેયર શ્રીમતિ  નયનાબેન પેઢડીયા તથા ડેપ્‍યુટી મેયર શ્રી નરેન્‍દ્રસિંહ જાડેજાના હસ્‍તે કરવામાં આવેલ. આ લોકાર્પણ કાર્યક્રમમાં મેયર શ્રીમતિ  નયનાબેન પેઢડીયા, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા, લાઇટીંગ સમિતીના ચેરમેન કાળુભાઇ કુંગશીયા, શિક્ષણ સમિતિ સભ્‍ય હિતેશભાઈ રાવલ, વોર્ડ મહામંત્રી અભયભાઈ નાંઢા, મહિલા મોરચા હિનાબા ગોહિલ, દાનાભાઇ કુંગશીયા, બાબુભાઇ પરેશા, સુનિલભાઇ ટેકવાણી, અમુભાઇ રાઠોડ, જીતુભાઇ કુંગશિયા, જલંદુભાઇ જોશીપુરા, તેજસભાઇ રાઠોડ, ડી.કે, હસમુખભાઇ ગોહિલ, કાંતાબેન ચૌહાણ, તુપ્તિબેન શુકલ તથા લતાવાસીઓ ઉપસ્‍થિત રહેલ

(2:39 PM IST)