News of Saturday, 5th October 2024
ડીપોઝીટ કે લવાજમ વગર પુસ્તકો વાંચવા આપતા ‘‘પુસ્તક પરબ''ની સફળતાનો ચોથા વર્ષમાં પ્રવેશ

રાજકોટ તા.પઃ સાહિત્ય સેતુ- રાજકોટ દ્વારા વાંચન પ્રવૃતિને વેગ આપવા શરૂ કરાયેલ પુસ્તક પરબ પ્રવૃતિના સફળ ત્રણ વર્ષ પૂર્ણ થયેલ છે.
આ અંગે ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા આગેવાનોએ જણાવ્યું હતું કે, ડિજિટલ યુગમાં નાના મોટા સૌ કોઈ વાંચનથી વિમુખ થઈ ગયા છે પુસ્તકાલયો સુના પડ્યા છે, પુસ્તકો કબાટમાં ધૂળ ખાય છે. ત્યારે આવી પડકારરૂપ પરિસ્થિતિમાં આપણા નગરમાં વાંચન પ્રવળત્તિને વેગ મળે, યુવા પેઢી વાંચન પ્રવળત્તિમાં રસ લેતા થાય તેવા શુભાશયથી ‘‘દીકરાનું ઘર'' વળદ્ધાશ્રમ ઢોલરા પ્રેરિત શહેરમાં છેલ્લા નવ વર્ષથી સાહિત્યક પ્રવળત્તિઓ કરતી સંસ્થા સાહિત્ય સેતુ રાજકોટ દ્વારા ૨૦૨૧ ની સાલમાં બીજી ઓક્ટોબર મહાત્મા ગાંધી જયંતિના શુભદિને શહેરના કાલાવડ રોડ પર નૂતન નગર હોલ પાસે આવેલ શ્રી કે જે કોટેચા ગર્લ્સ હાઇસ્કુલમાં માં સરસ્વતીના આશીર્વાદ લઈને રસિકભાઈ મહેતા પુસ્તક પરબ નો પ્રારંભ કરવામાં આવેલ જેને ગત બીજી ઓક્ટોબર ૨૦૨૪ના રોજ સફળ ત્રણ વર્ષ પુરા થઈને પુસ્તક પરબ ચોથા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહેલ છે.સંસ્થા પાસે પાંચ હજારથી વધારે ગુજરાતી-અંગ્રેજી-હિન્દી પુસ્તકો છે આ બધા પુસ્તકો માત્ર રાજકોટના વાચકો પાસેથી જ નહીં પરંતુ મુંબઈ, અમદાવાદ, ભાવનગર, અંકલેશ્વર, અમરેલી, સુરત, જસદણ સહિતના પુસ્તક પ્રેમીઓ તરફથી ભેટ મળેલા છે અને પુસ્તક પ્રેમીઓ મોટા પાયે લાભ લઈ રહ્યા છે. પુસ્તક પરબમાં ધાર્મિક, સામાજિક, આધ્યાત્મિક, ઐતિહાસિક, જીવન ઘડતર, વિજ્ઞાન ને લગતા પુસ્તકોની સાથે અતિ અમૂલ્ય એવા ભગવદ ગો મંડલ, પ્રવીણ સાગર, ગાંધીજી અને સરદાર સાહેબના પત્રો, મેઘાણી, પુનિત મહારાજ, જૈન મુનિઓ, સત્યાર્થ પ્રકાશ, સરસ્વતીચંદ્ર સહિતના પુસ્તકો જોવા મળશે.
સાહિત્ય સેતુ દ્વારા પુસ્તક પરબ દર મહિનાના પહેલા રવિવારે સવારના ૧૦ થી ૧ વાગ્યા સુધી નિયમિત યોજવામાં આવે છે અને તેમાં વાંચકો કોઈ પણ પ્રકારની ડિપોઝિટ લવાઝમ કે અન્ય કોઈ પણ પ્રકારના ચાર્જ વગર પોતાને મનગમતા પુસ્તકો ઘરે વાંચવા માટે લઈ જઈ શકે છે અને માત્ર એક પુસ્તક જ નહીં બે પાંચ દસ પંદર પુસ્તકો પણ લઈ જઈ શકે છે અને બીજા મહિનાના પ્રથમ રવિવારે આવે ત્યારે જમા કરાવી જાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સંસ્થા દ્વારા રજીસ્ટરમાં પુસ્તક લઈ જનારનું નામ, મોબાઈલ નંબર અને પુસ્તકનું નામ લખવામાં આવે છે.
પુસ્તક પરબ આપણા રાજકોટ ઉપરાંત વાંકાનેર, બોટાદ, સુરેન્દ્રનગર, બરોડા, અમરેલી તેમજ અમદાવાદમાં ૧૦ થી વધુ જગ્યાએ નિયમિત પુસ્તક પરબની પ્રવળત્તિ બહુ સારી રીતે ચાલી રહી છે. સાહિત્ય સેતુ દ્વારા આગામી દિવસોમાં સૌરાષ્ટ્રના અન્ય નગરમાં પણ પુસ્તક પરબ શરૂ થાય તેવા પ્રયાસો હાથ ધરાશે.
સાહિત્ય સેતુ દ્વારા ત્રણ વર્ષથી ચાલતી પ્રવળત્તિમાં જાણીતા સાક્ષર ડો. ભદ્રાયુભાઈ વછરાજાની, ગુલાબભાઈ જાની, નિલેશભાઈ પંડ્યા, શ્નસંજુવાળા, દિલીપ જોષી, પ્રવીણભાઈ માંકડીયા, નટવર આહલપરા, જવલંત છાયા, આર.પી. જોષી, કૌશિક મહેતા, ડો. મનોજ જોષી, રાકેશ હાંસલિયા, ભાનુપ્રસાદ પંડ્યા, રમેશભાઈ ભાયાણી, અજયભાઈ જોષી, રાજુલ દવે, વિમલભાઈ ધામી, અનિલભાઈ દાસાણી, પ્રતાપભાઈ પટેલ, ગીરીશભાઈ કડવાણી સહિતના સ્વજનોનો તેમજ શહેરના સર્જકો-કવિ-લેખકો તમામનો સાથ સહકાર માર્ગદર્શન મળતા રહે છે.પુસ્તક પરબની પ્રવળત્તિ અંગે વિશેષ માહિતી પૂછપરછ માટે તેમ જ સહભાગી-સહયોગી બનવા માટે અનુપમ દોશીનો ૯૪૨૮૨૩૩૭૯૬નો સંપર્ક સાધવા જણાવાયુ છે.
સાહિત્ય સેતુ સંચાલિત પુસ્તક પરબ ની પ્રવળત્તિ ની સફળતા માટે સંસ્થાના પ્રમુખ સાહિત્યપ્રેમી ઉદ્યોગપતિ વસંતભાઈ ગાદેશા તેમજ સંયોજક મુકેશભાઈ દોશીના માર્ગદર્શન હેઠળ અનુપમ દોશી, જનાર્દન આચાર્ય, સુધીર દતા, હરેનભાઈ મહેતા, સુનિલ વોરા, નલિન તન્ના, હસુભાઈ રાચ્છ, પ્રકાશ હાથી, પંકજ રૂપારેલીયા, હસુભાઈ શાહ, જયેન્દ્રભાઈ મહેતા, વિપુલભાઈ ભટ્ટ, જીતુભાઈ ગાંધી, નૈષધભાઈ વોરા, પરિમલભાઈ જોશી, દક્ષિણભાઈ જોશી, મહેશભાઈ જીવરાજાની, મહેશ વ્યાસ, ભરતભાઈ સુરેલીયા, દિનેશભાઈ ગોવાણી, શરદભાઈ દવે, કે.સી.પંડ્યા, કિશોર ટાકોદરા, ગૌરાંગ મહેતા, હિરેનભાઈ મહેતા, મહેશ પરમાર, રાહુલભાઈ ગોહેલ, ઊર્મિશ વ્યાસ, ડો. હાર્દિક દોશી કામેબ માજી, મિહિર ગોંડલીયા, નયન ગંધા સહિતના કાર્યરત છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા સાહિત્ય સેતુ પ્રેરીત પુસ્તક પરબના આગેવાનો નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(3:43 PM IST)










