News of Saturday, 5th October 2024
યુડી કલબના આંગણે ખેલૈયાઓની જમાવટઃ મહાનુભાવોએ પણ રાસ નિહાળ્યા

રાજકોટ : યુડી ક્લબ આયોજીત રાસોત્સવમાં નવલા નોરતાના બીજે દિવસે રાજ્યના કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, પૂર્વ સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયા, નરેંદ્રસિંહ જાડેજા, મનિષભાઈ રાડીયા, પરેશભાઈ ગજેરા, પ્રશાંતભાઈ કોરાટ, વલ્લભભાઈ વડાલીયા, રસિકભાઈ ફળદુ, મુળજીભાઈ ભીમાણી, રમેશભાઈ રાણીપા, માવજીભાઈ દલસાણીયા, કરમશીભાઈ અઘારા, ભોરણીયા સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા. મુંજકા ખાતે આવેલા નવા ૧૫૦ ફૂટ રીંગ રોડ પર ઓર્બિટ રોયલ ગાર્ડન ખાતે વિશાળ ર્પાકિંગ વ્યવસ્થા સાથે તૈયાર કરાયેલ એક લાખ ફૂટ્ના મેદાનમાં ખેલૈયાઓ માટે દોઢ લાખ વોટની જેબીએલ કંપનીની ૧૨એ સાઉન્ડ સીસ્ટમ્સ મુકવામાં આવી છે. જેમા નોન સ્ટોપ ગરબાઓમા મનમોહક સ્વર પુરો પાડી રહ્યા છે યોગિતા પટેલ, મયુર દવે, જય દવે અને ધારા માણેક. પ્રથમ નોરતે જુનીયર ગર્લ્સમાં જલ ગોવાણી, સીનીયર ગર્લ્સ શ્રેયા જરસાનીયા, સીનીયર બોયઝમાં દેવ કુંડારીયા, યુડી ક્લબના આયોજનને સંફળ બનાવવા જીવણભાઇ ગોવાણી, રમણભાઇ વરમોરા, શૈલેષભાઇ વસનાણી, ગૌતમભાઇ ધમસાણીયા, સંજયભાઇ જાકાસણીયા, પુસ્કરભાઇ પટેલ તથા યુડી ક્લબના પ્રમુખ પંકજભાઇ કાલાવડીયા જહેમત ઉઠાવી રહયા છે.
(3:46 PM IST)










