<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th October 2024

શું તમે રાજકોટમાં ફટાકડા વેંચવા લાયસન્સ કઢાવવા ઈચ્છો છો? તો જાણી લો આ વિગત: ૨૧મી ઓકટોબર સુધી જ પોલીસ સ્ટેશનોમાં થઈ શકશે અરજી

રાજકોટ: શહેર પોલીસ દ્વારા રાજકોટ શહેરની જાહેર જનતાને જાણ કરવામાં આવે છે કે, આગામી દિવાળીના તહેવાર દરમ્યાન ફટાકડા વેચાણ માટેના પોલીસ કમિશનર કચેરી રાજકોટ શહેર તરફથી આપવામાં આવતા હંગામી ફટાકડા લાયસન્સ માટેની અરજીઓ બાબતે નીચેના મુદ્દાઓની સર્વેએ નોંધ લેવા વિનંતી છે.

(૧) હંગામી ફટાકડા લાયસન્સ મેળવવા માટેની અરજી અરજદાર જે વિસ્તારમાં ફટાકડાનુ વેચાણ કરવા માંગતા હોય તે વિસ્તારના પોલીસ સ્ટેશન ખાતે જરૂરી ડોક્યુમેન્ટ સાથે આપવાની રહેશે.

(૨) અરજીનુ ફોર્મેટ તથા અરજી સાથે સામેલ રાખવાના ડોક્યુમેન્ટની વિગતો અરજદારને પોલીસ સ્ટેશન ખાતેથી મળી શકશે.

(૩) પોલીસ સ્ટેશન ખાતે અરજી સ્વીકરવાની છેલ્લી તા.૨૧/૧૦/૨૦૨૪ રાખવામાં આવેલ છે. ત્યારબાદ કોઈપણ અરજી સ્વીકારવામાં આવશે નહી. તેમ રાજકોટ શહેર પોલીસની યાદીમાં જણાવાયુ છે.

(6:53 PM IST)