<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th October 2024

ઓનલાઇન કેસીનોમાં જૂગાર રમાડી ઉછીના નાણા આપી ઉઘરાણી કરી હુમલો

મોરબી રોડ જકાતનકાા પાસે રહેતાં પ્‍લમ્‍બર દિલીપને મિત્ર નિર્મળ ગમારા સહિતે કડા-ઢીકાપાટુનો માર માર્યો

રાજકોટ તા. ૭: મોરબી રોડ પર જુના જકાતનાકા નજીક સુર્યમુખી હનુમાન નજીક રહેતાં દિલીપ અજયભાઇ જંજવાડીયા (ઉ.વ.૧૯) નામના યુવાનને સાંજે સાડા સાતેક વાગ્‍યે તેના જ મિત્ર નિર્મળ ગમારાએ વાત કરવા જકાતનાકા નજીક બોલાવ્‍યા બાદ રોહિત ઝાપડા સહિતની સાથે મળી ઢીકાપાટુ અને હાથમાં પહેરેલા કડાથી માર મારતા સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થયો છે.

દિલીપ પ્‍લમ્‍બીંગ કામ કરી ગુજરાન ચલાવે છે. તેણે હોસ્‍પિટલના બિછાનેથી કહ્યું હતું કે જકાતનાકે હું ઉભો રહેતો હોઇ જેથી આ વિસ્‍તારના નિર્મળ સાથે ભાઇબંધી થઇ હતી. એકાદ વર્ષથી અમે મિત્રો હતાં. થોડા મહિના પહેલા નિર્મળે મને મોબાઇલ ફોનમાં ઓનલાઇન કેસીનો રમવાનું કહી અને રૂપિયા જીતી શકાશે તેવી લાલચ આપતાં મેં અમુક રકમ લગાડી હતી. જેથી શરૂઆતમાં હું રૂપિયા જીત્‍યો હતો. પરંતુ બાદમાં મને વધુ જૂગાર રમાડાયો હતો અને અને લાલચમાં હું ત્રણથી ચાર લાખ હારી ગયો હતો.

આ પૈકી એક લાખ રૂપિયા મને નિર્મળે જ હાથ ઉછીના આપ્‍યા હતાં. આ રકમ પણ મેં ગુમાવી દીધી હતી. હવે તે આ રકમની ઉઘરાણી કરતો હોઇ રવિવારે સાંજે પણ ફોન કરી પૈસા માંગ્‍યા હતાં અને પૈસા ન હોય તો ટુવ્‍હીલર આપી જવા કહેતાં તેમજ વાત કરવા બોલાવતાં હું જકાતનાકા પાસે જતાં મારા પર હુમલો કર્યો હતો. દિલીપના આક્ષેપો અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

મારકુટની એન્‍ટ્રી હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા, ભાવેશભાઇ મકવાણા, તોૈફિકભાઇ જુણાચ અને ધર્મેન્‍દ્રભાઇ હુદડે બી-ડિવીઝનમાં નોંધાવી હતી.

(4:42 PM IST)