<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th October 2024

૩૮ વર્ષથી શહેર પોલીસ હેડક્‍વાર્ટર ખાતે પ્રાચીન ગરબીની જમાવટઃ ૧૪૦ દિકરીઓના અવનવા રાસ

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયાની રાહબરીમાં સફળ આયોજન

રાજકોટઃ શહેરના પોલીસ હેડક્‍વાર્ટર ખાતે સતત ૩૮ વર્ષથી પ્રાચીન ગરબીનું આયોજન થાય છે. આ વર્ષે પણ નવલા નોરતાની ઉજવણી રંગેચંગે થઇ રહી છે. આ નવરાત્રી ઉત્‍સવ અંતર્ગત નવદુર્ગા ગરબી મંડળ પોલીસ હેડકવાર્ટર આયોજીત આ ગરબીમાં ૧૪૦ બાળાઓ દીવડા રાસ, ટીપ્‍પણી રાસ, ઘોરનગારા રાસ સહિતના રાસ રજૂ કરી મનમોહી લે છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જોઇન્‍ટ પોલીસ કમિશનર મહેન્‍દ્ર બગડીયાની અધ્‍યક્ષતા હેઠળ  ડીસીપી કાઈમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ, ડીસીપી ઝોન-૧ સજ્જનસિંહ પરમાર, ડીસીપી ઝોન-૨ જગદીશ બગડીયાના માર્ગદર્શન હેઠળ આ આયોજનને સફળ બનાવવા હેડકવાર્ટરના એસીપી મુનાફખાન પઠાણ, શબ્‍બીરભાઈ મલેક, રાજભા ગોહિલ, કિશોરભાઇ સહિતની ટીમે જહેમત ઉઠાવી રહી છે. ગરબીમાં ઉપસ્‍થિત રહેલા પોલીસ અધિકારીઓએ માતાજીની આરતીનો લાભ લીધો હતો.

(3:36 PM IST)