News of Wednesday, 9th October 2024
મંજૂરી વિનાના ૫૩૬ બોર્ડ/ બેનરો જપ્તઃ ૧.૨૫ લાખનો વહીવટી ચાર્જ વસુલાયો
દબાણ હટાવ શાખા દ્વારા ૪૮ રેંકડી/ કેબીન હટાવાઇ

રાજકોટ,તા. ૯: મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ.૪ થી ૮ ઓકટોબર દરમ્યાન શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે.
જેમાં મવડી મેઈન રોડ,પુષ્કરધામ મેઈન રોડ,ભીમનગર મેઈન રોડ,રામાપીર ચોકડી, કોઠારીયા સોલવન્ટ, કોઠારીયા મેઈન રોડ,સાંઈબાબા સર્કલ, જયુબેલી માર્કેટ, જામનગર રોડ, ગુંદાવાડી, ગાયત્રીનગર મેઈન રોડ પાસેથી રસ્તા પર નડતર રૂપ ૪૮ રેકડી/કેબીન જપ્ત કરવામાં આવી હતી.
રૈયાધાર, જયોતિનગર,નાણાવટી ચોક,પંચાયત ચોક, ગોવિંદબાગ, નાના મૌવા મેઈન રોડ,પારેવડી ચોક,પાંજરાપોળ હોકર્સ ઝોન,પેડક રોડ, કુવાડવા રોડ,આનંદબંગલા ચોક ,અર્ટીકા,રવિરત્ન પાર્ક ,જામનગર રોડ,કોર્ટ ચોક,ગાયાત્રીનગર,હોસ્પિટલ ચોકડી પરથી જુદીજુદી અન્ય ૧૫૭ પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવેલ.
જંક્શન રોડ,જયુબેલી,પંચાયત ચોક,રામાપીર ચોકડી,પુષ્કરધામ મેઈન રોડ,માધાપર રિંગ રોડ,લક્ષ્મિનગર નાલા પાસેથી ૮૦૯ કિલો શાકભાજી/ફળ જપ્ત કરવામાં આવેલ.
કોઠારીયા રોડ, સંતકબીર રોડ,પુષ્કરધામ મેઈન રોડ,નાણાવટી ચોક,રૈયા રોડ, મવડી વિસ્તાર, સ્વામીનારાયણ ચોક પરથી રૂ.૮૩,૦૦૦/- મંડપ કમાન છાજલી ભાડુ વસુલ કરવામાં આવેલ છે.
સંતકબીર રોડ,ધરાર માર્કેટ,કોઠારીયા રોડ,મોરબી રોડ,ભાવનગર રોડ,કુવાડવા રોડ ૮૦ફુટ રોડ,અર્ટિકા ફાટક,જામનગર રોડ,ટાગોર રોડ,આનંદબંગલા ચોક,મવડી મેઈન રોડ,આહિર ચોક પરથી રૂ.૪૨,૩૦૦/- વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.
કાલાવડ રોડ,યુનિ. રોડ , ચોક સુધી,સાધુવાસવાણી રોડ, કોઠારીયા રોડ, સંતકબીર રોડ,પેડક રોડ,ભાવનગર રોડ, ઢેબર રોડ,જામનગર રોડ,ટાગોર રોડ,રેસકોર્ષ રિંગરોડ, પરથી ૫૩૬ બોર્ડ-બેનર જપ્ત કરેલા છે.
(3:22 PM IST)










