<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th October 2024

‘રઘુકુળ જન્‍મયા મારા સંત શ્રી જલીયાણ' ‘અકિલા - રઘુવંશી બીટસ'માં જબરી જમાવટ

અકિલા પરિવારના નિમીષભાઇ ગણાત્રા ખાસ ઉપસ્‍થિત રહ્યા : રઘુકુળ યુવા ગ્રુપના આ ભાતીગળ આયોજનને બીરદાવ્‍યું : ભવાની સિક્‍યુરીટીના અભિમન્‍યુસિંહ ચુસ્‍ત બાઉન્‍સરો સાથે ગ્રાઉન્‍ડ પર સિક્‍યુરીટી પુરી પાડી રહ્યા છે : દરરોજ ખેલૈયાઓનો સ્‍થળ પરથી ડેઇલી પાસ મેળવવા માટે જબરો ધસારો

 

રાજકોટ : અકિલા પરીવારના મોભી અને નિમીષભાઈ ગણાત્રાનાં સતત માર્ગદર્શન હેઠળ રઘુકુળ યુવા ગ્રુપ દ્વારા શારદીય નવરાત્રી ‘અકિલા રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્‍સવ-૨૦૨૪' નું ભવ્‍યાતી ભવ્‍ય આયોજન કરાયુ છે.

‘અકિલા રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્‍સવ-૨૦૨૪' ‘માં છઠ્ઠા નોરતે અકિલાના એકઝીકયુટીવ એડીટર અને વેબ એડીશનનાં તંત્રીશ્રી નિમીષભાઈ ગણાત્રાએ ખાસ હાજરી આપી રઘુકુળ યુવા ગ્રુપને આ નમૂનેદાર આયોજનને બીરદાવ્‍યું હતું, સુંદર વ્‍યવસ્‍થા બદલ આયોજકોને અભિનંદન પાઠવ્‍યા હતાં.

છઠ્ઠા નોરતે ‘અકિલા- રઘુવંશી બીટસ'માં ‘હો રાજ મને કસુંબીનો રંગ...' , ‘તારા વિના શ્‍યામ મને...' , ‘ઓઢ ણી ઓઢુ ને ઉડી ઉડી જાય...' , ‘નગર મેં જોગી આયા...' , ‘હર હર શંભુ' , શ્રાવણ કેરો માસ આયો.... ‘કેસરીયો રંગ તને લાગ્‍યો....' , ‘માં તારો ગરબો ઝાકમજોળ...' , ‘ગરબો લઈને અમે આરાશુર ગયા તા...' , હેલો મારો સાંભળો ઓ રણુજાના રાય...' , ‘આજની રાત અમે રંગભરી ઝૂમશું...' ના પ્રાચીન ગરબાઓની રમઝટ જામી હતી અને ‘વંદે માતરમ'  ના રાષ્ટ્રગીત દાંડીયાનું સમાપન કરેલ હતુ. અકીલા રઘુવંશી બીટસમાં ડેઈલી પાસ લેનાર માટે લકકી ડ્રો કરવામાં આવશે જેમાં વિજેતાઓને કાલીન્‍દી ટેકનોલોજી તરફથી ઈનામ આપવામાં આવશે.

છઠ્ઠા નોરતે અત્‍યંત રસાકસીભરી હરીફાઈ બાદ ગ્રુપ-એ માં પ્રિન્‍સ તરીકે ભટ્ટી મન, ઘનરાજ હેત, કોટક જેનીલ તથા પ્રિન્‍સેસ તરીકે કથાગરા ફેન્‍સી, દવે ધ્રુવી, રૂપારેલીયા પિયુ વિજેતા બન્‍યા હતાં. તથા વેલડ્રેસ તરીકે સમર્થરાજ જેઠવા તથા પ્રિન્‍સેસમાં તન્ના પૃષ્ટિ તથા ગ્રુપ -બી માં પ્રિન્‍સ તરીકે સોંદરવા રવી, યશ ચંદારાણા, નીલ ખીમાણી તથા પ્રિન્‍સેસ તરીકે કાછેલા પ્રિયંકા, બાટવીયા મીતાલી, રાવલીયા મયુરી વિજેતા બન્‍યા છે તથા વેલડ્રેસમાં રાહુલ માવદીયા, યોગીતા ઠકરાર તથા સી-ગ્રુપમાં પ્રિન્‍સ - પ્રિન્‍સેસ તરીકે રવીભાઈ બલદેવ, હિરલબેન રૂપારેલીયા તથા વેલડ્રેસમાં ઠકરાર હિરેનભાઈ, નેહાબેન રાજદેવ વિજેતા બન્‍યા હતાં.

આયોજકો મિતેશભાઈ રૂપારેલીયા, હિરેનભાઈ તન્ના, રાજેશભાઈ જટણીયા, નૈનેશભાઈ દાવડા, સાગરભાઈ તન્ના, નિરવભાઈ પાંઉ, યશભાઈ રાઠોડ, રઘુરાજ રૂપારેલીયા, જયદેવભાઈ રૂપારેલીયા, લાલેશભાઈ ઘીયા, સાગરભાઈ કકકડ સહિતની ટીમ દ્વારા રાસોત્‍સવનો પ્રારંભ કરવામાં આવ્‍યો હતો.

મુખ્‍ય મહેમાનો શૈલેષભાઈ પાબારી (એસ.પી.), શીલ્‍પાબેન પુજારા, મહેશભાઈ સવજાણી, અંજલીબેન સવજાણી, ચિરાગભાઈ ગણાત્રા, ચાંદનીબેન ગણાત્રા, પ્રદીપભાઈ તન્ના, નયનાબેન તન્ના, અંકીતભાઈ બાટવીયા, વિવેકભાઈ બાટવીયા, તુષારભાઈ રૂપારેલીયા, કાજલબેન રૂપારેલીયા, જીતેન્‍દ્રભાઈ વિરમગામા, છાંયાબેન તન્ના, કવિતાબેન પાંઉ, મીનાબેન સચદે, નીલાબેન અગ્રવાલ, દીપ્તીબેન વિઠ્ઠલાણી, જલ્‍પાબેન સોમૈયા સહિતના ઉપસ્‍થિત રહયાં હતાં.

વિશેષ માહિતી માટે (મો. ૯૩૨૭૭ ૦૬૭૦૭,૮૭૫૮૫ ૮૫૮૪૮, ૯૫૭૪૩ ૩૯૩૩૯) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(4:15 PM IST)