News of Wednesday, 9th October 2024
હમ નહિ સુધરેંગે ;જાહેરમાં ગંદકી કરનાર વધુ ૮૫ દંડાયા : ૩૦ હજારનો દંડ
૫૧ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત : સોલીડ વેસ્ટ શાખાની કાર્યવાહી

રાજકોટ તા. ૯ : મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂલ્સ-૨૦૨૧ અન્વયે તારીખᅠ૦૮/૧૦/૨૦૨૪ના રોજ ત્રણેય ઝોન વિસ્તારઅલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાનીતથા ગંદકી કરનાર પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાંઆવી હતી. જેમાં તા.ᅠ૦૮/૧૦/૨૦૨૪ᅠના રોજ ત્રણેય ઝોનમાંથી કુલ ૮૫ આસામીઓ પાસેથી ૫૦.૦૮ કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ. ૩૮૯૫૦નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.
મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ સોલીડ વેસ્ટ શાખા દ્વારા આ ઝુંબેશ દરમિયાન સેન્ટ્રલ ઝોનનાવિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરનાર ૩૪ પાસેથી ૧૪.૯૩૫ ᅠકિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીકᅠ જપ્ત કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ ૯૨૫૦નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.
વેસ્ટ ઝોનના વિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરનાર ૧૯ પાસેથી ૨૯.૦૭૫ ᅠકિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીકᅠ જપ્ત કરી તથા ગંદકી કરનાર પાસેથી રૂ ૧૫૦૦૦નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.
ઈસ્ટ ઝોનનાવિવિધ મુખ્ય માર્ગો પરઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરનારᅠ૩૨ પાસેથીᅠ૬.૦૭ ᅠકિ.ગ્રા.પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરીતથા ગંદકી કરનાર પાસેથી રૂ.૧૪૭૦૦નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.
ઉપરોક્ત કામગીરી મ્યુનિસિપલ કમિશનરની સુચના અને નાયબ મ્યુનિસિપલ કમિશનરનાᅠમાર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરના સુપરવિઝનમાં આસી. ૫ર્યાવરણ ઇજનેર,ᅠસેનીટેશન ઓફિસરહાજરીમાં સેનેટરી ઇન્સ્પેકટર, સેનેટરી સબ ઇન્સ્પેકટર દ્રારા કરવામાં આવેલ.
(4:32 PM IST)










