તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Thursday, 10th October 2024
જિલ્લા પંચાયત દ્વારા આવકાર્ય પ્રયોગઃ જુના વૃક્ષ ઉપાડી નવી જગ્યાએ રોપાયા
જીવન કા આધાર હૈ વૃક્ષ, ધરતી કા શ્રંૃગાર હૈ વૃક્ષ

ગઇકાલે જિલ્લા પંચાયત કચેરી ખાતે બગીચામાંથી વૃક્ષ આખુ મશીનથી ઉપાડી કચેરીના આગળના ભાગે રોપવામાં આવેલ આ પ્રસંગે પ્રમુખ પ્રવીણાબેન રંગાણી, સભ્ય અર્જુન ખાટરિયા, નાયબ કાર્યપાલક ઇજનેર નિરવ પટેલ, અગ્રણી રાજેષ ચાવડા વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.
રાજકોટ તા. ૧૦ :.. જિલ્લા પંચાયતની રેસકોર્સ ચોક ખાતેની જૂની કચેરી તોડીને ત્યાં નવી પ માળની કચેરી બનાવવામાં આવશે. નવી કચેરી બનાવવા માટે નડતરપ ૪પ જેટલા વૃક્ષો કાપવા પડે તેમ છે. બધા વૃક્ષો કાપી નાખવાના બદલે મુળ સહિત ઉખડી શકાય તેવા વૃક્ષોનું સ્થળાંતર કરાવવાનો ડી. ડી. ઓ. ડો. નવનાથ ગવ્હાણે અને પદાધિકારીઓનો અભિગમ છે તે મુજબ આજથી આ કામગીરી શરૂ કરવામાં આવી છે.
પંચાયત કચેરીના કપાવાપાત્ર ૪પ જેટલા વૃક્ષોને તપાસીને વન વિભાગે સ્થળાંતર પાત્ર ૧ર વૃક્ષો અલગ તારવેલ છે. આ ૧ર વૃક્ષો કાપવાના બદલે મશીનથી ઉપાડીને નવી જગ્યાએ આખેઆખો સ્થાપિત કરવામાં આવશે. ત્યાંથી આગળધનો ઉછેર થશે. હાલ પંચાયત કચેરીમાં મુખ્ય પ્રવેશદ્વાર નજીક બે વૃક્ષો મશીનથી પુનઃસ્થાપિત કરવામાં આવ્યા છે. અન્ય વૃક્ષો અન્યત્ર મુકવામાં આવશે.
૩૦ થી ૩પ વૃક્ષો નાછૂટકે કાપવા પડે તેમ છે. જેટલા વૃક્ષો કાપવા પડે તેનાથી ૧૦ ગણા વૃક્ષો પંચાયતના કાર્યક્ષેત્રના વિસ્તારમાં વાવવાની તંત્ર વાહકોએ જાહેરાત કરી છે. વૃક્ષો બચાવવાના શાસકોના અભિગમને પર્યાવરણ પ્રેમીઓ આવકારી રહ્યા છે.
આજે જિલ્લા પંચાયત ભવન રેસકોર્સ રોડ ખાતે નવા નિર્માણ પામનાર ભવનની કામગીરીનાં ભાગરૂપે સંકુલમાં આવેલ વૃક્ષોને નષ્ટ ન કરતા પર્યાવરણ જાગૃતિના સંદેશ સાથે વૃક્ષોનું આજે કેમ્પસમાં અન્ય જગ્યાએ રીપ્લાન્ટેશન કરવામાં આવ્યું, હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, સદસ્ય અર્જુનભાઇ ખાટરીયા, અગ્રણી રાજાભાઇ ચાવડા, પરેશ રાદડીયા, નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી નીરવ પટેલ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
(11:37 AM IST)










