News of Thursday, 10th October 2024
મંગળવારે ઇદે ગૌષિયાઃ જુલુસઃ મુસ્લિમ સમાજને બંધ પાળી જોડાવવા અનુરોધ
અગિયારમી શરીફ નિમિતે યાદે ગૌષુલવરા કમિટી દ્વારા રાબેતા મુજબ બપોરે ૩ વાગ્યે જુલુસ નીકળી ગૌબનશાહપીર શાહપીર દરગાહે જશે

તસ્વીરમાં અકિલાના એકઝીકયુટીવ એડીટર અને વેબએડીશનના એડીટર શ્રી નિમિષભાઇ ગણાત્રા સાથે મુસ્લીમ સમાજના આગેવાનો સર્વશ્રી મહેબુબભાઇ અજમેરી, હબીબભાઇ કટારીયા, એઝાઝભાઇ બુખારી, અનવરભાઇ દલ વિગેરે નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
રાજકોટ,તા. ૧૦: હુબલીશા કબ્રસ્તાન ભાવનગર રોડ ખાતે રાજકોટ શહેરના જુદા - જુદા વિસ્તારના મુસ્લિમ અગ્રણીઓની મીંટીગ ઇદે ગૌષીયાના ઝુલુસ નીમીતે સંચાલક અને ઇન્ચાર્જ મહેબુબભાઇ અજમેરીના પ્રમુખ સ્થાને મળેલ જેમાં આ વર્ષે પણ ભવ્ય ઝુલુસ નીકળે અને તેની વ્યવસ્થા માટે કમિટીની રચના કરવામાં આવેલ છે.
આ ઝુલુસની અગેવાની સૈયદ સાદાતોની રહેશે. આ ઝુલુસ ૧૫-૧૦મંગળવારના રોજ બપોરે ૩ કલાકે રામનાથપરા, ગરુડ ગરબી ચોકમાંથી નીકળશે. શહેરના જુદા - જુદા વિસ્તારમાંથી મુસ્લિમો પોતાના વાહનો શણગારી, ઝંડીઓ લગાવી ભેગા થશે અને લાઇનદોરી રુપે ઝુલુસને લીલીઝંડી આપવામાં આવશે.આ ઝુલુસ ગત સાલની જેમ આ વર્ષે પણ હઝરત ગેબનશાહ પીર દરગાહ પર પોચશે અને ત્યાંજ સલાતો સલામ પઢી જુલુસનું વિસર્જન થશે.
પીરાને પીર હુઝુર ગૌષે પાકની શાનમાં તમામ મુસ્લિમોને જુલુસમાં ઉમટી પડવા યાદે ગૌષુલવરા કમિટી તરફથી અપીલ કરવામાં આવે છે.મંગળવારે અડધો દિવસ ધંધો રોજગાર બંધ રાખી ગૌષે આઝમની શાનમાં ગુલામે ગૌષ બની જુલૂસમાં વિશાળ સંખ્યામાં જોડાવા અનુરોધ છે.
ગોષુલવરા કમિટીના હોદેદાર અને સભ્યોની રચનામાં મુખ્ય સંચાલક અને ઇન્ચાર્જઃ- મહેબુબભાઇ અજમેરી, જુલુસ કમિટીના પ્રમુખ સૈયદ એજાઝબાપુ બુખારી, મહામંત્રી :- સૈયદ અજરુદ્દીનબાપુ કાદરી, ઉપપ્રમુખ :- હબીબભાઇ કટારીયા, હારુનભાઇ શાહમદાર, યુનુસભાઇ જુણેજા (જય હિન્દ) સૈયદ જબ્બારબાપુ કાદરી, રજાકભાઇ કારીયાણીયા, મંત્રીઓ :- રજાકભાઇ જુણેજા, ફારુકભાઇ મુસાણી, ઇકબાલભાઇ બેલીમ, ફારુકભાઇ કટીરીયા, પરવેઝભાઇ કુરેશી (રૈયા રોડ), ફિરોઝભાઇ અજમેરી, સલીમભાઇ આરબ, અબ્દુલભાઇ ખુરશીવાળા, અનવરભાઇ દલ, વકાર બ્લોચ સકલૈની, પરવેઝભાઇ કુરેશી (જંગલેશ્વર), અકબરભાઇ ચૌહાણ, સલમાનભાઇ જુણેજા, ઇમ્તીયાઝભાઇ કુરેશી, બુખારીબાપુ વગેરે છે.
ઝુલુસમાં સામેલ થનાર કોઇપણ વાહનધારકોએ માઇક કે સ્પીકર વગાડવાની અને કાર ટેપ વાંજીત્રો વગેરે વગાડવાની મંજુરી પોત પોતાની રીતે લેવાની રહેશે. જુલૂસનો સમય બપોરે ૩ કલાક થી રાત્રીના ૯ કલાક સુધીનો રહેશે જે દરમિયાન જુલૂસ પૂર્ણ કરવાનું રહેશે. તેમ માદે ગોમાવ્યા કમેટીની યાદીમાં જણાવાયું છે.
ઈસ્લામ ધર્મના અંતિમ પયગમ્બર હઝરત મુહમ્મદ સાહેબના દૌહિત્ર અને સુન્ની મુસ્લિમ સમાજ જેઓને ‘મોટાપીર' તરીકે માને છે તેવા મહાન સંત અને તમામ ઔલિયાઓના સરદાર તરીકે પંકાયેલા અને માત્ર ‘પીરાને પીર' તરીકે ઓળખાતા હુઝૂર ગૌષેપાકની સ્મળતિમાં આગામી ૧૫ મીએ ‘ઈદે ગૌષિયાહ' મનાવવામાં આવનાર છે.
આ દિવસ કોઈ જન્મ કે મળત્યુની તિથિનો નથી પરંતુ એક યાદરૂપે વિશ્વભરમાં વર્ષોથી ખુશીનો પ્રસંગ મનાવાય છે જે ‘અગિયારમી શરીફ' તરીકે પણ ઓળખાય છે. અનેક સ્થળોએ આ દિવસે જુલૂસો પણ નિકળે છે.
અત્રે એ યાદ રહે કે, મોટાપીરની દરગાહ ઈરાકના બગદાદ શહેરમાં આવેલ છે જયાં વિશ્વભરના સુન્ની મુસ્લિમો હાજરી આપી ૧૧ મી મનાવે છે. જેમાં હજારો શ્રધ્ધાળુઓ પાંચ દિવસ હાજરી આપી લાભ પ્રાપ્ત કરે છે. એ ઉપરાંત અનેક લોકો ૧૧ દી' પોતાના મકાનોમાં રોશની-શણગાર કરે છે અને મસ્જીદો-મદ્રેસા તથા દરગાહોને પણ સજાવવામાં આવે છે.
(2:48 PM IST)










