<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th October 2024

જિલ્લા પંચાયતની કારોબારી સમિતિ દ્વારા ૨૪.૨૨ કરોડના કામોને મંજુરી

રાજકોટ જીલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠક સમિતિના અધ્‍યક્ષ પી.જી. કયાડા અને સમિતિના અધ્‍યક્ષ પી.જી. કયાડા અને સમિતિના સચિવ (ડી.ડી.ઓ) ડો.નવનાથ ગવ્‍હાણની હાજરીમાં મળેલ તે પ્રસંગની તસ્‍વીર.(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા.૧૦:  જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠક આજે  કારોબારી ચેરમેનશ્રી પી.જી.કયાડાના અધ્‍યક્ષ સ્‍થાને મળતા તેમાં ૨૪.૨૨ કરોડના કામોને મંજુરી આપવામાં આવી હતી.

સિંચાઇના કુલ ૨ કામોના ટેન્‍ડર કુલ રૂ.૮૦,૯૧,૮૫૫/- સિંચાઇના કુલ ૨ કામોની વહીવટી મંજુરી કુલ રૂ.૧,૦૧,૨૫,૦૦૦/- સિંચાઇના ૧ કામના વાર્ષિક ભાવ મંજુર કરવામાં આવ્‍યા. બાંધકામના કુલ ૧૦ કામોના કુલ રૂ.૨૨,૩૯,૨૩,૯૯૩(બાવીસ કરોડ ઓગણચાલીસ લાખ ત્રેવીસ હજાર નવસો ત્રાણુ પુરા) ના ટેન્‍ડર મંજુર કરવામાં આવેલ છે. રજીસ્‍ટ્રી શાખા, જિ.પ.રાજકોટ ખાતે ૧ નવુ કોમ્‍પ્‍યુટર તેમજ ૧ નવુ પ્રિન્‍ટર રૂ.૧,૫૦,૦૦૦ની મર્યાદામાં ખરીદવાની મંજુરી. કુલ રૂ.૨૪,૨૨,૯૦,૮૪૮ (ચોવીસ કરોડ બાવીસ લાખ નેવું હજાર આઠસો અડતાલીસ પુરા) ના બાંધકામ અને સિંચાઇ કામોના ટેન્‍ડર તેમજ વહીવટી મજુરી તથા રજીસ્‍ટ્રીશાખા માટે ૧ નવું કોમ્‍પ્‍યુટર તેમજ ૧ નવુ પ્રિન્‍ટર ખરીદવાની મંજુરી આપવામાં આવેલ છે.

તેમજ આજની બેઠકમાં અધ્‍યક્ષશ્રી પી.જી.કયાડા, સચિવશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી નવનાથ ગવ્‍હાણે, અધિકારીઓ અને સભ્‍યો હાજર રહયા હતા

(4:15 PM IST)