<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th October 2024

રાજકોટના એડવોકેટ પરેશ એન. કુકડીયાની નવી ઓફિસ ‘સોની એસોસીએટસ'નો રવિવારથી શુભારંભ

એક જ પરિવારના ૪ સભ્‍યોએ ન્‍યાયીક વ્‍યવસાયમાં ઝંપલાવી સિધ્‍ધી હાંસલ કરી

રાજકોટના સીનીયર એડવોકેટ પરેશ એન. કુકડીયાની નવી ઓફિસના ઉધ્‍ઘાટન  પ્રસંગે અકિલા કાર્યાલય ખાતે નિમંત્રણ પાઠવવા આવેલ તે પ્રસંગની તસ્‍વીરમાં પરેશભાઇ સાથે તેમના ભાઇ રાજેશભાઇ (સીએ) જયદિપભાઇ, મિહીરભાઇ તેમજ સાથી એડવોકેટ મિત્રો સુહેલભાઇ પઠાણ, અનિમેષભાઇ ચોૈહાણ તથા પાર્થભાઇ કોટક નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા) (૨.૬)

રાજકોટ તા.૧૧: આગામી તારીખ ૧૩/૧૦/૨૦૨૪ ને રવિવારે સવારે ૯ કલાકે શુભ ચોઘડીયે જાણીતા એડવોકેટ પરેશભાઈ કુકડીયાની નવી ઓફિસ (સોની અસોસિએટસ)નું મંગલ ઊદ્દઘાટન આર. કે. આઈકોનીક બિલ્‍ડીંગમાં ઓફિસ નંબર-એ-૯૦૩/૯૦૪, શીતલ પાર્ક બસ સ્‍ટોપ પાસે, ૧૫૦ ફૂટ રિંગ રોડ, રાજકોટ ખાતે થનાર છે.

પરેશભાઈ કુકડીયા છેલ્લા ૧૪ વર્ષથી રેવન્‍યુ તથા સિવિલ અને ક્રિમીનલ કોર્ટમાં તેની વિશાળ ટીમ સાથે પ્રેકટીસ કરે છે. જેઓ એ ખૂબ જ ટુંકા ગાળામાં રાજકોટમાં વકીલાત ક્ષેત્રે મોટી સફળતા મેળવેલ છે. તેમની સાથે તેમના નાના ભાઈ શ્રી રાજેશભાઈ કુકડીયા ઈમ્‍પીરીયલ હાઈટસ, ૧૫૦ ફૂટ રિંગ રોડ, રાજકોટ ખાતે છેલ્લા ૨૦ વર્ષથી ઈન્‍કમ ટેક્‍સ તથા જી.એસ.ટી કાયદા અન્‍વયે પ્રેકટીસ કરે છે. પરેશભાઈની સાથે તેમના ભત્રીજા જયદીપભાઈ કુકડિયા છેલ્લા ૯ વર્ષથી ક્રીમીનલ ક્ષેત્રે પ્રેકટીસ કરે છે, કે જેઆએ ખુબજ ટુંકા ગાળામાં ક્રીમીનલ ક્ષેત્રે પ્રગતિ સાધેલ છે. આ ઊપરાંત પરેશભાઈ કુકડીયાના પુત્ર મિહિર કુકડીયા પણ વકીલાત ક્ષેત્રે પોતાની શરૂઆત કરવા જઇ રહયા છે.

કુકડીયા બ્રધર્સની સોની એસોસીએટસની નવી ઓફીસના ઊદ્દઘાટક અને મુખ્‍ય મહેમાન પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી ઊપરાંત કેબિનેટ મીનીસ્‍ટર રાઘવજીભાઈ પટેલ, પરશોતમભાઈ રૂપાલા, કુંવરજીભાઈ બાવળીયા, ભાનુબેન બાબરીયા પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પટેલ તેમજ અરવિંદભાઈ રૈયાણી ઊપસ્‍થિત રહેશે. આ ઊપરાંત ગુજરાત રાજ્‍ય ભાજપ ઊપાધ્‍યક્ષ ડો. ભરતભાઈ બોઘરા, મેયર શ્રીમતી નયનાબેન પેઢળીયા, રાજકોટના ધારાસભ્‍ય રમેશભાઈ ટીલાળા, શ્રીમતી ડો. દર્શીતાબેન શાહ, ઊદયભાઈ કાનગડ ખાસ હાજર રહેશે.

આ  ઊપરાંત રાજકોટ ભાજપના પ્રમુખ મુકેશભાઈ દોશી, ભાજપ અગ્રીણી  ધનસુખભાઈ ભંડેરી,  કમલેશભાઈ મીરાણી, પ્રાથમીક શિક્ષણ સમિતિ ચેરમેન  વિક્રમભાઈ પૂજારા, ભાજપ ડ્રિસ્‍ટ્રિક પ્રમુખ અલ્‍પેશભાઈ ઢોલરિયા, સ્‍ટેન્‍ડીંગ કમીટી ચેરમેન જૈમીનભાઈ ઠાકર, પુર્વ મેયર ડો. પ્રદિપભાઈ ડવ, સૌરાષ્‍ટ્ર કચ્‍છ ચેમ્‍બર ઓફ કોર્મસ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીઝ (SKCCI) ના પ્રમુખ નલીન જવેરી, મહારાણા પ્રતાપ સ્‍મળતિ સંસ્‍થા (MPSS) ના પ્રમુખ શ્રી ડો. યોગરાજસિંહ જાડેજા, માર્કેટિંગ યાર્ડના ચેરમેનશ્રી જયેશ બોઘરા, વાઈસ ચેરમેન વિજયભાઈ કોરાટ, ભારતીય જનતા યુવા મોરચાના પ્રમુખ ડો. પ્રશાંતભાઇ કોરાટ, ગુજરાત બોર્ડ આર્યુવેદ કાઉન્‍સિલના પ્રમુખશ્રી ડો. સંજયભાઈ જીવરાજાની, વોર્ડ નં- ૧૧ ભાજપ પ્રમુખ  મહેશભાઈ પીપળીયા, ભાજપ અંગ્રણી સંજયભાઈ ત્રાપસીયા તેમજ રાજકોટ બાર એસોસિએશનના સીનીયર-જુનીયર વકીલશ્રીઓ ખાસ ઉપસ્‍થીત રહેશે.

સોની એસોસીએટસના એડવોકેટ પરેશભાઇ એન. કુકડીયા, રાજેશભાઇ કુકડીયા, જયદિપભાઇ કુકડીયા, મિહીરભાઇ કુકડીયાને તેમની નવી ઓફિસના ઉદઘાટન પ્રસંગે મો.૯૮૯૮૯ ૯૧૬૨૪ ઉપર શુભેચ્‍છા મળી રહી છે.

(11:30 AM IST)