<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th October 2024

ગુરૂદત્તાત્રેય સહકારી મંડળી દ્વારા સભાસદોને 15મી વખત ભેટ વિતરણ : ‘સહકાર સ્‍મરણિકા' વિમોચન

શ્રી ગુરૂદતાત્રેય સહકારી મંડળી દ્વારા બનાવવામાં આવેલ ‘સહકાર સ્‍મરણિકા' નામની ગૌરવગાથા પુસ્‍તિકાનું રાજકોટ જિલ્લા રજીસ્‍ટ્રાર શ્રી બિમલભાઇ પટેલના હસતે વિમોચન કરવામાં આવેલ તે પ્રસંગની તસ્‍વીરમાં મંડળીના અગ્રણીઓ ટપુભાઇ લીંબાસિયા, ગોરધનભાઇ કાપડિયા, જયેશભાઇ બોઘરા, કિરીટભાઇ દેશરિયા, જગદીશ લીંબાસિયા વગેરે ઉપસ્‍થિત છે.

રાજકોટ તા. 11 : સહકારી ક્ષેત્રે નામના ધરાવતી શ્રી ગુરૂદત્તાત્રેય શરાફી સહકારી મંડળી લી. સંત કબીર રોડ દ્વારા સંસ્‍થાના રજત જયંતી વર્ષ નિમિત્તે ‘સહકાર સ્‍મરણિકા' શીર્ષકથી માહિતીસભર બૂક પ્રસિઘ્‍ધ કરવામાં આવેલ છે જેનું વિમોચન જિલ્લા રજીસ્‍ટ્રાર ડો. બિમલભાઈ પટેલના હસ્‍તે કરવામાં આવેલ. સભાસદોને ભેટ વિતરણ કરવામાં આવ્‍યુ છે. સને : 1999 માં મંડળીની સ્‍થાપના થયા બાદ પંદરમી વખત સભાસદોને ભેટ આપવામાં આવી રહી છે. મંડળીના સ્‍થાપક પ્રમુખ પૂર્વ ધારાસભ્‍ય ટપુભાઈ લિંબાસિયા, ઉપપ્રમુખ ગોરધનભાઈ કાપડિયા અને તેમના સભાસદોએ અઢી દાયકા પહેલા જરૂરીયાતમંદોને ઉપયોગી થવા માટે સહકારી ક્ષેત્રે વાવેલ બીજ આજે વટવૃક્ષ બની લાભાર્થીઓને શિતળ છાંયો આપી રહયુ છે.

મંડળીએ વિતેલા નાણાંકીય વર્ષ ર0ર3-ર4 માં રૂા. 1,18,99,776 નો નફો કરેલ છે. મંડળીમાં પ088 સભાસદો છે. મંડળી રૂા. પ,79,47,799 પોતાની કમાયેલી મુડી (રિઝર્વ ફંડ) ધરાવે છે. સંત કબીર રોડ પર પોતાની માલિકીનું કાર્યાલય (333 વાર જગ્‍યામાં) ધરાવે છે. પારદર્શક વહીવટએ મંડળીની આગવી ઓળખ છે. નાગરિક બેન્‍ક અને જિલ્લા સહકારી બેન્‍કમાં મંડળીની નાણાંકીય સઘ્‍ધરતા દર્શાવતી રકમ થાપણ તરીકે પડી છે. મંડળી નીતિ નિયમ મુજબ લોન આપે છે.

મંડળીના અઘ્‍યક્ષ ઉદ્યોગપતિ જયેશભાઈ બોઘરા અને નવા ઉપાઘ્‍યક્ષ કિરીટભાઈ દેથરિયાના વડપણમાં પારદર્શક વહીવટ ચાલી રહયો છે. મેનેજીંગ ડીરેકટર તરીકે જગદીશભાઈ ટી.લીંબાસિયા કાર્યરત છે. બોર્ડ ઓફ ડીરેકટર્સમાં 3 મુખ્‍ય પદાધિકારીઓ ઉપરાંત છગનભાઈ રાબડિયા, કમલેશભાઈ પટેલ, શાંતાબેન વેકરિયા, પ્રભાબેન પીપળિયા, વલ્લભભાઈ લીંબાસિયા, દીપકભાઈ મકવાણા અને ધરમશીભાઈ નાથાણીનો સમાવેશ થાય છે. મંડળીના તત્‍કાલીન ઉપાઘ્‍યક્ષ જગદીશભાઈ લાઠીયાનો દેહવિલય થતા સોવેનિયર વિમોચન પ્રસંગે તેમને શ્રઘ્‍ધાંજલી આપવામાં આવી હતી. સોવેનિયરમાં મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવોના શુભેચ્‍છા સંદેશ મળેલ છે. પ્રસ્‍તાવના સુપ્રસિઘ્‍ધ સાંઘ્‍ય દૈનિક ‘અકિલા' પરિવારના સભ્‍ય ડો. અનિલ દશાણીએ લખી છે.

જિલ્લા રજીસ્‍ટ્રાર ડો. બિમલભાઈ પટેલ, પૂર્વ કચેરી અધિક્ષક આર.જે. ભાડજા, આર.વી. સોજીત્રા વગેરેએ મંડળીના આધુનિક સુવિધાપૂર્ણ કાર્યાલયની મુલાકાત લઈ મંડળીના વહીવટ અંગે માહિતી મેળવી સંચાલક મંડળની પ્રશંસા કરી હતી. મંડળીના સ્‍થાપક પ્રમુખ ટપુભાઈ લીંબાસિયા, સ્‍થાપક ઉપ-પ્રમુખ ગોરધનભાઈ કાપડિયા તેમને વર્તમાન બોર્ડ ઓફ  ડીરેકટર્સ મહેમાનોને આવકાર્યા હતા.

મંડળી દ્વારા સભાસદ ભેટ વિતરણ તા. રપ ઓકટોબર ર0ર4 સુધી રજાના દિવસો સિવાઈ દરરોજ સવારે 9.30 થી 1ર.30 સુધી કરવામાં આવશે. કેવાયસી પ્રક્રિયા બાકી હોય તેવા સભાદોએ પ્રક્રિયા પૂરી કરવી ફરજીયાત છે. વધુ માહિતી માટે મંડળીના કાર્યાલયે અથવા મો.નં. 8ર384 8પ78પ ઉપર સંપર્ક સાધવો.

(2:55 PM IST)