<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th October 2024

લૂંટ, ચોરી, મારામારી સહિત 6 ગુનાઓમાં સામેલ રમીઝ ઉર્ફ બચ્‍ચો પાસામાં ધકેલાયો

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ વોરન્‍ટ ઇશ્‍યુ કરતાં માલવીયાનગર પીઆઇ જે.આર. દેસાઇ, પીસીબી પીઆઇ એમ. આર. ગોંડલીયા અને તેમની ટીમોએ બજવણી કરી વડોદરા જેલમાં મોકલ્‍યો

રાજકોટ તા. 11: ચોરી, લૂંટ, મારામરી, ધમકી સહિતના છ ગુનાઓમાં સામેલ સાધુ વાસવાણી રોડ ગુરૂજીનગર આવાસ યોજના ક્‍વાર્ટર બ્‍લોક નં. 3 ક્‍વાર્ટર નં. 27માં રહેતાં રમીઝ ઉર્ફ બચ્‍ચો ઉર્ફ રાહીલ ઇમરાનભાઇ જેસડીયા (ઉ.વ.20)ને પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ પાસા તળે જેલમાં ધકેલી દીધો છે.

ગુનાહિત ઇતિહાસ ધરાવતાં શખ્‍સોની પાસા દરખાસ્‍ત તૈયાર કરવા સુચના મળી હોઇ માલવીયાનગર પોલીસે રમીઝ ઉર્ફ બચ્‍ચાની દરખાસ્‍ત જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી બી. જે. ચોૈધરીની રાહબરીમાં તૈયાર કરતાં તે મંજુર કરી તેને વડોદરા જેલમાં ધકેલવા હુકમ થયો હતો. આ શખ્‍સ અગાઉ ચોરી, લૂંટના બે ગુના, મારામારી, જાહેરનામા ભંગ સહિત છ ગુનામાં સંડોવાયો હતો.

માલવીયાનગર પીઆઇ જે. આર. દેસાઇ, પીએસઆઇ એસ. એ. સિન્‍ધી, એએસઆઇ દિપકભાઇ રાઠોડ, હિરેનભાઇ પરમાર, હેડકોન્‍સ. મહેશભાઇ રૂદાતલા, અજયભાઇ વીકમા, દિનેશભાઇ બગડા, હિતેષભાઇ અગ્રાવત, કોન્‍સ. હરસુરભાઇ સબાડ, ભાવેશભાઇ ગઢવી, પીસીબીના એમ.આર. ગોંડલીયા, પીએસઆઇ એમ. જે. હુણ, પી. બી. ત્રાજીયા, એએસઆઇ રાજુભાઇ દહેકવાલ, હેડકોન્‍સ. ઇન્‍દ્રસિંહ સિસોદીયાએ વોરન્‍ટ બજવણી કરી હતી.

(3:03 PM IST)