<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th October 2024

રવિવારે સોરઠીયા દરજી સમાજના રાસોત્‍સવ

રાજકોટઃ શ્રી રાજકોટ સોરઠીયા દરજી જ્ઞાતિ ટ્રસ્‍ટ તરફથી તા. ૧૩ને રવિવારે સોરઠીયા દરજી જ્ઞાતિના ખેલૈયાઓ માટે ‘ઠાકર મંદિર' ૧૫૦ ફુટ રીંગ રોડ, રૈયા ચોકડી પાસે, દાંડીયા રાસનું વિનામૂલ્‍યે આયોજન કરવામાં આવેલ છે. તેમ સંસ્‍થાના ઉપપ્રમુખ રણજીતભાઇ પી.ગોહેલ (મો. ૯૭૨૪૮ ૦૦૧૧૧)અને પ્રમુખ સતિષભાઇ વી.ગોહેલ (મો. ૯૪૨૭૨ ૬૯૮૬૦) ની યાદીમાં જણાવાયું છે. તસ્‍વીરમાં સતીષભાઇ ગોહેલ, રણજીતભાઇ ગોહેલ, દિપેશભાઇ કાલાણી, ચંદુભાઇ પરમાર, ભીખુભાઇ ગોહેલ, નલીનભાઇ હિંગુ નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(3:34 PM IST)