<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th October 2024

અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા ૨૩મો રાજપૂત મહિલા શરદોત્‍સવ તા.૧૩મીના

અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘ દ્વારા સતત ર૩માં વર્ષે બાલભવન ખાતે રાજપુત મહિલા શરદોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેની માહિતી આયોજકોએ અકિલા કાર્યાલય ખાતે સિનીયર પત્રકાર જયદેવસિંહ જાડેજા સમક્ષ આપી હતી. (ફોટોઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા., ૧૧: અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ મહિલા સંઘ અને યુવા પાંખ દ્વારા ૨૩મો રાજપૂત શરદોત્‍સવનું આયોજન તા. ૧૩/૧૦/૨૦૨૪ ને રવિવારના સાંજે ૬-૦૦ થી ૧૦-૦૦ સુધી બાલભવન, કિશાનપરા ચોક પાસે, રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે.

આ કાર્યક્રમના મુખ્‍ય દાતાશ્રી હરિશચંદ્રસિંહ જયેન્‍દ્રસિંહ જાડેજા (હસુભા) ઘંટેશ્વર તથા માતોશ્રી પાર્ટી પ્‍લોટ સુરેન્‍દ્રનગર તરફથી ખૂબ જ મોટો સહયોગ પ્રાપ્ત થયેલ છે.

મુખ્‍ય આયોજન કમિટીના શ્રી પી.ટી. જાડેજા ચેરમેન (હડમતિયા જં.), કિશોરસિંહ જેઠવા (પાંડાવદર) કન્‍વીનર, હિતેન્‍દ્રસિંહ ઝાલા (કોઠારીયા-જડેશ્વર) કન્‍વીનર, કિરીટસિંહ જાડેજા સહ કન્‍વીનર (મોટા ભેલા), પથુભા જાડેજા (ખોખરી)  સહ કન્‍વીનર તથા રાજકોટ જીલ્લા અને શહેરની પૂરી ટીમ ખૂબ જ જહેમત ઉઠાવી આ કાર્યક્રમને સફળ બનાવી રહેલ છે.

આ કાર્યક્રમમાં ફક્‍ત ક્ષત્રિય રાજપૂત ગિરાસદાર સમાજના બહેનો માટે જ મર્યાદીત રાખેલ છે. આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ અલ્‍પાહાર વ્‍યવસ્‍થા રાજભા સતુભા જાડેજા મોટા વાગુદડ ઉપપ્રમુખ, હરધ્રોલ રાજપૂત સમાજ તરફથી તેમજ ઠંડા પીણાની વ્‍યવસ્‍થા મયુરસિંહ સતૂભા જાડેજા - મોટા વાગુદડ પ્રમુખ સૌરાષ્‍ટ્ર કચ્‍છ મેડીકલ એસોસીએશન તરફથી રાખવામાં આવેલ છે. સ્‍વ. રાજેન્‍દ્રસિંહ જશુભા જેઠવા (પાંડાવદર) હ. કિશોરસિંહ જેઠવા તરફથી વિજેતા થયેલ દિકરીબાઓને શિલ્‍ડ આપવામાં આવશે. તેમજ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ તરફથી આકર્ષક ભેટ આપવામાં આવશે. બીજા સ્‍પોન્‍સરમાં કેએપીએસ ગ્રુપ શ્રી પી.ટી.જાડેજા, અક્ષિતસિંહ જાડેજા, શત્રુજ્ઞસિંહ ઝાલા ચુડવા, શ્રી રાજદિપસિંહ જાડેજા (રાજાભાઈ), અમરદિપસિંહ જાડેજા વાવડી, પળથ્‍વીસિંહ ઝાલા લખતર, બાલાજી થાળ, રાજકોટ, શકિતસિંહ ઝાલા (કળમ) શ્રી ક્રિષ્‍ના એન્‍ટરપ્રાઈઝ તેમજ ગીતા સાડીઝ રાજકોટ તરફથી સહયોગ મળેલ છે.

દરેક ગ્રુપમાં પ્રથમ ૧ થી ૩ અને વેલડ્રેસ એમ કુલ ૪ ઈનામો આપવામાં આવશે. એ-ગ્રુપ વર્ષ ૫ થી ૧૫, બી-ગ્રુપ વર્ષ ૧૬ થી ૨૫ તથા સી-ગ્રુપ ૨૬ થી ઉપરના બહેનોએ સમયાંતરે રમવાનું રહેશે. પહેલું ગ્રુપ ૬-૩૦ શરૂ કરવામાં આવશે તો દરેક દિકરીબાએ સમયસર હાજરી આપવાની રહેશે અને સર્વશ્રેષ્ઠ દિકરીબાને એક બમ્‍પર પ્રાઈઝ પણ આપવામાં આવશે.

આ કાર્યક્રમમાં મુખ્‍ય અતિથી વિશેષ ડો. જયેન્‍દ્રસિંહ જાડેજા, મેનેજીંગ ટ્રસ્‍ટી અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ, જયપાલસિંહ રાઠોડ આઈપીએસ, ડીઆઈજી રાજકોટ ગ્રામ્‍ય, શ્રી દિગ્‍વિજયસિંહ ડી. જાડેજા આઈ.એસ. કલેકટરશ્રી ગીર-સોમનાથ ઉપસ્‍થિત રહેવાની સંમતિ આપેલ છે. આ ઉપરાંત અન્‍ય મહેમાનોમાં રાજપૂત સમાજના દરેક સંસ્‍થાના અગ્રણીઓ, દાતાઓ, ઉદ્યોગપતિઓ, પોલીસ અધિકારીશ્રીઓ, પ્રેસ પ્રતિનીધિઓ અને સમગ્ર સૌરાષ્‍ટ્ર કચ્‍છ ગુજરાતમાંથી બહોળી સંખ્‍યામાં રાજપૂત ભાઈઓ તથા બહેનો ઉપસ્‍થિત રહેશે અને આ કાર્યક્રમને શોભાવશે. સતત ૨૩ વર્ષથી અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ રાજકોટ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરી રહેલ છે. ફક્‍ત રાજપૂત બહેનો જ આ કાર્યક્રમમાં રાસ રમી શકશે. ભાઈઓ આ કાર્યક્રમ નિહાળી પ્રોત્‍સાહન આપશે.આયોજન વિષે અકિલા કાર્યાલય ખાતે શ્રી પી.ટી.જાડેજા, કિશોરસિંહ જેઠવા, હિતેન્‍દ્રસિંહ ઝાલા, કિરીટસિંહ જાડેજા, પથુભા જાડેજા, નિર્મળસિંહ ઝાલા, અક્ષીતસિંહ જાડેજા, કનકસિંહ ઝાલા, શકિતસિંહ પરમાર અને હિતેન્‍દ્રસિંહ ઝાલાએ માહિતી આપી હતી.

ર૩ ફેબ્રુઆરીના રાજપૂત યુવા સંઘ આયોજીત સમુહલગ્ન યોજાશે

રાજકોટ, તા., ૧૧: રાજપુત સંઘ દ્વારા   ૨૩/૦૨/૨૫ સમુહ લગ્નનું આયોજન પી.ટી. જાડેજા , આશાપુરા ફાર્મ, શિતલપાર્ક ચોકડી પાસે, ૧૫૦ ફૂટ રીંગ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. વધુ વિગત માટે પી.ટી. જાડેજા મો. નં. ૯૯૨૫૨ ૪૮૨૪૮, કિશોરસિંહ જેઠવા ૯૯૨૫૨ ૪૮૨૫૧, હિતેન્‍દ્રસિંહ ઝાલે ૯૯૭૪૦ ૯૯૯૦૦, કિરીટસિંહ જાડેજ - ૯૮૭૯૧ ૬૬૫૧૨, ૫શુભા જાડેજા ૯૮૨૪૮ ૪૪૧૫૬, જયશ્રીબા જાડેજા ૯૯૨૫૨ ૪૮૩૦૦, હિનાબા ગોહિલ ૯૭૧૨૯ ૩૯૪૦૦, કીર્તિબા ઝાલા - ૯૯૨૪૪ ૭૭૭૩૫ પાસેથી વિગત ફોર્મ મેળવીને એન.કે. જાડેજા કન્‍યા છાત્રાલય, રાજકોટ ખાતે મોકલી આપવાના રહેશે. રાજકોટ જીલ્લાની વાર્ષિક શિબિર તા.૨૯/૧૨/૨૦૨૪ ને રવિવારના રોજ રાખવામાં આવનાર છે

(3:49 PM IST)